પારસીઓના નામ કેવી રીતે પડયા?

હિંદુઓના નામો પારસીઓમાં કેવી રીતે પેઠા તે જાણવાની પહેલા અગત્યતા છે. એક પારસી બાઈએ છોકરા કે છોકરીને જન્મ આપ્યો કે તે પછી છઠ્ઠે દહાડે રાત્રે હિન્દુઓના રિવાજ મુજબ ‘વિધાતા લેખ’ લખવવાનો ચાલ પારસીઓમાં પડયો છે. જેવો એક બચ્ચાંનો જન્મ થયો કે તેના જન્મની ઘડી કલાક ને મિનિટ લખવા માટે ચોકકસ માણસ તૈયાર રાખવામાં આવે છે. જે વખતે જન્મ થયો હોય તેને પાંચમે દહાડે કોઈ જોશીને તે ઘડી પળ દેખડાવવામાં આવે છે. બીજું શું થાય છે તે આગળ જોઈએ. છઠ્ઠીના લેખ લખાવાની રાતે હિંદુ રીત મુજબ એક થાળીમાં શાહીનો ખડિયો, કલમ, કંકુ, નાળિયેર એ રીતે મૂકીને સુવાવડી બાઈના ઓરડામાં મૂકે છે. જોશી જન્મના વખત ઉપરથી જન્મેલું બચ્ચું કયા ગ્રહ કે રાશિના ચક્રમંડળમાં આવે છે તે જુએ છે અને તે જ ગ્રહ કે રાશિને અનૂકુળ અક્ષરોવાળુ નામ બચ્ચાનું રાખવા કહે છે. ૧૬-૧૭-૧૮ ને ૧૯મી સદીની શ‚આતમાં પારસીઓ પોતાના દેશ, વેશ અને ખેશથી એટલા બધા અંજાણ થઈ પડયા હતા કે ૧૬મી ૧૭મી અને ૧૮મી સદીમાં તો તેઓ હિન્દુજ નહીં થઈ ગયા એજ અજાયબ ઉખ્યાણું રહી ગયું છે! તેઓ પોતાનો ઈરાની પોશાક ભુલી ગયેલા, ઈરાની ભાષા ભુલી ગયેલા, ઈરાની વડવાઓનાં નામો ભુલી ગયેલા અને ઈરાની રાહરસમો ભુલી ગયેલા. માત્ર ધર્મે તેઓ જરથોસ્તી છે એટલું ચીવટપણે વળગી રહેલા. જ્યારે જોશી ‘ન’ અક્ષર ઉપરથી નામ રાખવા કહે ત્યારે તેઓને ઘણું તો નશરવાનજી કે નવરોજી નામ યાદ આવે! તેમાં ભોગ ચોઘડીયે જો બચ્ચાનાં બાપનું નામ નશરવાનજી હોય અને કાકાનું નામ નવરોજી હોય તો થઈ ચૂકયું. હયાત સગાનું નામ તો બનતાં સુધી પડાય જ નહીં. નહીં તો રખે પેલો સગો મરી જાય(૧) ત્યારે આવી સ્થિતિમાં જોશી સુચવી દેશે કે નરસિંહભાઈ નામ રાખો! નાનજીભાઈ નામ રાખો! વગેરે. કારણ કે તે વેળા જોશી ઘણે ભાગે હિન્દુ જ એટલે તે બાપડા બતાવી બતાવીને હિન્દુ નામ બતાવે, તેઓને પારસી ઈરાની પાદશાહ પહેલવાનોના નામની ખબર હોય જ શાની? ત્યારે એમ કરતાં હિન્દુ નામો પેઠાં અને પારસી નામોની સંખ્યાની હદ ઘણી સાંકડી હોવાથી હિન્દુ નામોને જ પારસીઓ વળગી રહ્યા; કારણ કે શિરીન પણ ભારી ઈરાની નામો તો

Similar Posts

  • શિરીન

    એ સાંભતાજ શિરીન વોર્ડનને હૈયે તેણીનો વહાલો પિતા ફરી આવી જવાથી તેણી રડી પડી, કે ફિરોઝ ફ્રેઝરે સધ્યારા દાખલ એક હાથ તેણીનાં ખભાં પર મૂકી દીધો. એમ દીવસો વહેતા ચાલ્યા ને ‘ડરબી કાસલ’ અસલ માફક ફરી સુખ અને શાંતિ વચ્ચે ખડો થયો. શિરીન વોર્ડનનાં નવી શેઠાણી તરીકે આવ્યા પછી તે ભવ્ય મકાનનું વાતાવરણ જ પાછું…

  • ડોસાભાઈ રાંડેલિયાનો રોમિયો જુલીએટ

    ડોસાભાઈ રાંડેલિયાએ રોમિયો જુલીયેટનો નાટક લખ્યો અને તે ભજવવાનો હક શેક્સિપિયર કલબને આપ્યો પણ એ ખેલ લખ્યા પછી મરહુમ રાંડેલિયાએ તે નાટકના લખનાર તરીકે પોતાનું ખ‚ં નામ આપવાને બદલે ડેલટાના તખલ્લુસ હેઠળ તે ખેલના લખનારને જણાવ્યો હતો એનું કારણ મરહુમ રાંડેલિયાએ નાટક લખ્યા પછી તેવણે એવું જણાવ્યું હોય કે રોમિયો જુલીયેટનો નાટક જે તેવણે ઈ.સ….

  • હસો મારી સાથે

    મી ટું ઈફેકટ બાપા: અમારા જમાનામાં કેવી ફીલ્મો આવતી ને આજે સાવ? દિકરો: બેહો હવે છાનામાના બધા તમારા જમાનાવાળાજ પકડાય છે. *** આજે સોસાયટીમાં કામવાળીઓ વાતું કરતી હતી, આ મી ટું શુ છે? ત્યાં તો સોસાયટીના સજ્જનોના રૂવાડા ઉભા થઇ ગયા. *** કામ કઢાવવાનું હોય તો સ્વીટું કામ નીકળી ગયા પછી, મી ટું આતો ખોટું…

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    04 March – 10 March 2023

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. 13મી એપ્રિલ સુધી શુક્રની દિનદશા ચાલશે. તમારા મોજશોખ ઘટવાની જગ્યાએ વધતા જશે. ખર્ચ પર કાબુ મુકવામાં સફળ નહીં થાવ. નાની મુસાફરીનો ચાન્સ મળે તો જવા દેતા નહીં. ચાલુ કામની અંદર પ્રમોશન અથવા નાણાકીય ફાયદો થશે. મનગમતી વ્યક્તિને સામેથી મલવા જજો. દરરોજ ‘બહેરામ…

  • ‘સદા સુખી રહેજો’

    ખુશરૂ વલસાડમાં તેની ધણીયાણી શિરીન અને તેની બે ટવીન્સ દીકરીઓ તેના માય-બાવા અને તેની વહાલી બપયજી સાથે રહેતો હતો. તે એક સ્કુલમાં ટીચર હતો. આજે શનિવાર હોવાથી તેની સ્કુલમાં રજા હતી. તે પારસી ટાઈમ્સ લઈ વાચવા બેઠો તેની નજર ફરી પાછી જીયો પારસીની જાહેર ખબર પર પડી. અને તે તેની જૂની યાદોમાં સરી પડયો. હું…

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    05 June – 11 June, 2021

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. 25મી જૂન સુધી ચંદ્રની દિનદશા ચાલશે મગજને શાંત રાખી જે પણ કામ કરશો તેમાં ચંદ્ર તમને સફળતા અપાવશે. બીજાના દિલ જીતી લેવામાં સફળ થશો. જૂની લેતી-દેતી પહેલા પૂરી કરી દેજો. જેને પૈસા ચૂકવવાના હોય તેને પહેલાજ ચૂકવી દેજો. ઘરમાં આનંદનું વાતાવરણ રહેશે….