શિરીન

Shirinતે ત્યારે એક અફસોસની હાય તે ચેરીઝ જેવા હોથોમાંથી સરી પડી ને ઉલટથી તેણીએ એક બીજો પાસો ફેંકી જોયો. ‘મારી…મારી જગ્યા પર નહીં તો કદાચ તમારા કાસલમાં તમો તેણીને કોઈ બીજી નોકરી અપાવી શકો?’

‘તે પણ બનવું મુશ્કેલ છે કારણ કે એક વખતમાં મારા જેવા ભીખારડા સાથ તેણી વાત કરવા શરમાતી હતી, તેવી છોકરીને કદી પણ મારા કાસલમાં દાખલ થઈ ઝરી જુહાકની સામે જઈ ઉભી, કે ઘડિયાળમાં સાડા છની ટકોરી પડતાં સંભળાઈ રહી.

તેણીને એટલી હાંફતી જોતાં તે મોટાં શેઠાણીએ છછણી પડી પૂછી લીધું.

‘જાણે ઘેરને આગ લાગી હોય કે ચોરો તારી પૂંઠે પડેલા હોય તેમ શાની ઉખરા જેવી ધસારાબંધ આવી ઉભી.’

‘જી, તમોએ બરાબર સાડા છમાં આવવા કહેલું હોવાથી હું દોડી આવી.’

ને એ સાંભળી ઝરી જુહાકની છાતી મગ‚રીથી ખીલી ગઈ. તેઓનો માણસો પર કેટલો ધાક હતો ને તે લોક કેવા તેવણનો હુકમ માનતા હતા. એ જાણી તેવો ખુશ ખુશ થઈ ગયા.

‘વા‚ં ચાલ જા, ને કપડાં બદલી પછી આજની ધોબીની આવેલી ખેપ કબાટમાં ગોઠવી નાખજે.’

જો ઝરી જુહાક તે પોરી માટે કંઈબી કામ નહીં શોધી રાખતાં તો તરત તેણીનો મોટો પગાર તેવણને ખૂંચી આવતો.

અને રાત પડતાં આશા નિરાશા વચ્ચે તે દુ:ખી બાળા પોતાના ‚મ પર જઈ પોઢી ગઈ.

બીજી સવારે એક અગત્યનો બનાવ તેણીની ‘ડરબી કાસલ’માં ગુજારેલી જિંદગીમાં બની ગયો.

કોઈ દિવસ નહીં ને આજે ફિરોઝ ફ્રેઝરે તેણીને પોતાની ઓફિસ પર બોલાવી મંગાવી કે તે સુંદરીનું કોમળ જિગર ફીકરથી ફાળ ખાઈ ગયું.

શિરીન વોર્ડન ધ્રુજતી તે જવાનની સામે જઈ ઉભી કે તેની તરફના પહેલા સવાલથી તેણી સજ્જડ ચોંકી ઉઠી.

‘શિરીન, તારો ભાઈ કેરસી હાલમાં કયાં છે?’ ‘મને…મને ખબર નથી.’

પછી પોતાની ડેસ્ક પર મૂકેલી પેન સાથ રમત કરતા તેને મજાકથી કહી સંભળાવ્યું. ‘તારા ભાઈને પકડવાનું વોરન્ટ નીકળ્યું છે, શિરીન.’

એ સાંભળી તે બાળાનો ચહેરો લોહી વિનાનો ફિકકો મારી ગયો, ને તેણીએ પોતાના બન્ને કોમળ ધ્રુજતા કરો વડે ખુરશી પકડી લઈ મુસીબતે પૂછી લીધું.

‘શું…શું વાંક સર?’

‘એક મોટી ચોરીનો આરોપ તેના પર મૂકાયો છે. ગઈ રાતે પોલીસ કમિશનરને ત્યાંના ડીનરમાં મિ. જેકસન મને એ વિગત જણાવી હતી, ને મેં એને પકડાવી આપવા મારી બનતી મદદ કરવાનું વચન આપ્યું છે.’

‘ઓ નહી…નહી ફીલ, એને તમા‚ં શું બગાડયું?’ ને ત્યારે તે ડેસ્ક પર પોતાની બન્ને કોણીઓનો ટેકો લઈ સેજ આગળ પોતાનું ડોકું લાવી, ફિરોઝ ફ્રેઝરે ચેસ્ટા સાથ જણાવી દીધું.

‘કારણ શિરીન, તારા પિતાએ કીધેલાં અપમાનનો બદલો, એક અબળાની આબ‚ ઉઘાડી પાડી હું લઈ શકતો નહીં હોવાથી, તારા ભાઈને એક ચોર તરીકે પકડાવી આપી હું તે મારો કીનો તારા પિતા સામે લઈ લઈશ.’

એ સાંભળી શિરીન વોર્ડન પુકારી ઉઠી. ‘નહીં…નહીં ફિલ, એક વખતનું દયાળું જીગર કયાં ગયું? તમો એટલા બધા ઘાતકી બની શકેજ નહીં.’‘એ મારા એક વખતનાં દયાળુ જીગરને તેંજ એક પથ્થરમાં ફેરવી નાખ્યું, ને તેથી શિરીન તારે ખાતર યા તો તારાં કુટુંબને માટે હવે મારાં અંત:કરણમાં એક અંશ પણ દયા રહી નથી.’

‘તમો…તમો કદી પણ શું તે માફ નહીં કરી શકો?’

‘નહીં શિરીન, કારણ હરેક ઈન્સાનને મન દોલત કરતાં પણ સ્વમાન ઘણું વ્હાલું છે. એક કૂતરા માફક તારા પિતાએ મને પોતાનાં મકાનમાંથી હડધૂત કાઢયો, એ અપમાન હું કદી ભુલવા પામશ નહીં.’

           (ક્રમશ)

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *