આપવાવાળો કોઈ બીજો છે

આપણે બધા એમજ ચાહતા હોઈએ કે આપણા માટે કોઈ કંઈ કરે. અગર આપણે કોઈને મદદ કરી હોય કે કંઈ વસ્તુ ભેટ આપી હોય તો આપણે ચોકકસ ચાહીયે છીએ કે ભવિષ્યમાં એ મારસ આપણી મદદ જ‚ર કરે.

આપણે બધા જાણીયે છીએ કે ભગવાન છે પણ કેટલા લોકો તેના પર ભરોસે કરે છે. જો ભરોસો કરતા હોત તો એમ ભાઈ બીજા ભાઈ સાથે બાપની મિલ્કત પર ઝગડો નહીં કરતે. બધા લોકોને લેવાનું ગમે છે પણ આપવાનું કોઈને નહીં.

આપણે ગાય કે કુતરાને જ્યારે રોટલી ખવાવીયે છીેએ કે કોઈ ભિખારીને મદદ કરીએ છીએ તો શું આપણે એમની પાસેથી બદલમાં પાછું કંઈ માંગીએ છીએ? નહીં ને? કારણકે આપણે માનીયે છીએ કે ભગવાન આનો બદલો આપણને જ‚ર આપશે. આપણે હમેશા ભગવાનનો આભાર મનાવો જોઈએ. માંગવાવાળાની લાઈનો લાંબી હોય છે પણ આપવાવાળા ઘણા જ ઓછા હોય છે. તો શા માટે આપણે નિસ્વાર્થ ભાવે કોઈ માટે કંઈ કરી નથી શકતા.

એકવાર એક વ્યક્તિ ગાડી સાફ કરી રહ્યો હતો. બીજી વ્યક્તિ ત્યાંથી પસાર થતા પૂછયું ‘આ ગાડી કોની છે’ તે વ્યક્તિએ જવાબ આપ્યો ‘આ ગાડી મારા ભાઈને છે અને એણે મને ભેટ આપી છે.’ તે વ્યક્તિ એ કહ્યું કે ‘કાશ મારો પણ ભાઈ મને ગાડી ભેટમાં આપતે.’

થોડીવાર પછી બીજો વ્યક્તિ ત્યાંથી પસાર થયો એણે પણ એજ સવાલ પૂછયો. તે વ્યક્તિ ફરી તે જ જવાબ આપ્યો, ‘મારા ભાઈએ મને ભેટ આપી છે.’

ત્યારે તે વ્યક્તિ બોલ્યો ‘કાશ મારો પણ કોઈ ભાઈ હતે અને હું પણ તેને ભેટમાં કાર આપતે જરા વિચાર કરો તમે કયાં વ્યક્તિ બનવા માંગો છો

Similar Posts

  • ઈશ્ર્વર જે કરે છે તે આપણા ભલા માટે જ કરે છે

    એક મંદિરમાં એક સેવક દરરોજ વહેલી સવારે મંદિરની સાફ-સફાઇ કરે, ઇશ્ર્વરનું ભજન કરે, ઇશ્વરમય રહે. એક દિવસ તેની અનન્ય સેવાથી રાજી થઇ મંદિરમાં રહેલી મૂર્તિમાં વસેલા ઇશ્ર્વરે સેવકને કહ્યું, હું તારી નિષ્ઠાભરી ભક્તિથી રાજી છું. તને કશુંક વરદાન આપવા માગુ છું. પેલા ભક્તએ કહ્યું, પ્રભુ એક દિવસ મને તમારી ભૂમિકા ભજવવા દો. પ્રભુએ કહ્યું, આમ…

  • આજની વાનગી

    ખીમા સમોસા સામગ્રી: 250 મટન/ચીકન ખીમો, 6-7 ઝીણા સમારેલા કાંદા, 5 થી 6 લીલાં મરચાં પીસેલા, 1 ચમચી આદુ લસણની પેસ્ટ, 1 ચમચી ગરમ મસાલો 1 ચમચી ચીકન મસાલો, મીઠું સ્વાદ પ્રમાણે, 1 ચમચી હળદર, ઝીણા સમારેલી કોથમીર અને ફુદીનો. સમોસાની પટ્ટીનું પેકેટ રીત: ખીમા ને સાફ કરી બાફી લો. એક વાસણમાં થોડું તેલ મૂકી…

  • The WZO Trust Funds આયોજિત 17મો ઈનામ વિતરણ સમારંભ

    પા2સી સમાજના ભવિષ્યની ધ2ોહ2ને ઝળહળતી 2ાખવા અને તેને પ્રોત્સાહન પુરૂં પાડવાના શુભ આશયથી The WZO Trust Funds નવસા2ી એ તા.પ-1-2020ને 2વિવા2ના 2ોજ બાઈ ડોસીબાઈ કોટવાલ પા2સી બોયઝ ઓ2ફનેજ, સી2વઈ પાર્ટી પ્લોટ, નવસા2ી મુકામે નવસા2ીના પા2સી બાળકો માટે ઈનામ વિત2ણ કાર્યક્રમનું આયોજન ક2વામાં આવ્યું હતું. જેમાં સ્ટેજ પ2 ઉપસ્થિત કાર્યક્રમના મુખ્ય મહેમાન ત2ીકે શ્રી બોમી ટી….

  • ભગવાનની કાબેલિયત

    એક ચર્ચની પાછળ આવેલ આસોપાલવ જેવા એક પાતળા ઊંચા ઝાડ પર બિલાડીનું સાવ નાનકડું બચ્ચું ચડી ગયું હતું. ચર્ચના પાદરી તેમ જ એમનો મદદનીશ માણસ એને ઉતારવાની કોશિશ કરી રહ્યા હતા, પરંતુ એમની કોશિશથી ગભરાઈ ગયેલું બચ્ચું વધારે ઊંચે ચડી જતું હતું. અચાનક પાદરીને એક વિચાર આવ્યો. ઝાડની સહેજ ઊંચેની ડાળી સાથે એક દોરી બાંધીને…

  • હસો મારી સાથે

    પ્રિય યમરાજ, શશી કપૂર, વિનોદ ખન્ના, ઓમ પુરી, રીમા લાગુ અને હવે શ્રીદેવી … અમે ભારતીય ફિલ્મ્સમાં તમારી ઊંડી રુચિને સમજીએ છીએ ..કૃપા કરીને ભારતીય રાજકારણમાં પણ રસ દર્શાવો. અમારી પાસે ઘણા બધા પાત્રો છે અને તેઓ ખરેખર મોટા કલાકાર પણ છે….. આશા છે કે તમે તાત્કાલિક કાર્યવાહી કરશો .. જો આમા રસ દાખવો તો…

  • ગુજરાત હાઇકોર્ટે પારસીઓના અંતિમ વિધિ કેસમાં ઓર્ડર અનામત રાખ્યો છે

    3જી જુલાઇ, 2021 ના રોજ, ગુજરાત હાઇકોર્ટે સુરત પારસી પંચાયત (એસપીપી) બોર્ડ અને ડો. હોમી દુધવાલા દ્વારા દાખલ કરેલી અરજીની સુનાવણી કરી, અને પારસી મુજબ, કોવિડ પીડિતોના મૃતદેહોનો નિકાલ કરવાની મંજૂરી આપવાની માંગ પર પોતાનો હુકમ અનામત રાખ્યો. ધાર્મિક પરંપરાઓ, અને શરીરના અંતિમ સંસ્કાર માટે દબાણ ન કરવું. તેઓએ આ મુદ્દો ઉઠાવ્યો કે સત્તાધિકારીઓ પારસી…