શિરીન

સાંભળી શિરીન વોર્ડનને અજાયબી લાગી આવી, ને તેણીએ ઉલટથી પૂછી લીધું.

‘શું …શું ફિલ, તમોએ બધાને એમ નહીં જાણવા દીધું કે તમોએ મને ફોર્સ કરીને રખાવી?’

‘અલબત્ત નહી, ને શિરીન તે દિવસે જ્યારે તું મારી ગાડી ધોતી હતી, ને બધાં મશ્કરી કરવા લાગા ત્યારે હું છેડાઈને તે લોક આગળ બોલ્યો કે મંમાને એક કમપેન્યન તરીકેનું શું કામ સોંપવું તેની મુદલ સમજ છે જ નહીં.’

તે બોલો સાંભળી તેણી ખુશીમાં આવી ગઈ. તેણીની નિર્દોષ આંખો સુખથી મીચાઈ ગઈ, તે સોનેરી ઝુલફાવાલું શીર ફરી પોતાનાં વહાલાના ખભાં પર ઢળી પડયું ને પછી તેણી દુ:ખથી પુકારી ઉઠી.

‘ફિલ, ઓ ફિલ, તમો કેટલા ઘાતકી રીતે મારી સાથ સખત થયા? કોઈક વખત તમારાં ઈન્સલ્ટર્સ સાંભળી હું ઈચ્છતી કે ખુદા મને મોત આપે તો બેટર થાય ને કોઈક વખત મને એમ લાગતું કે દુ:ખે હું જ‚ર દીવાની બની જઈશ.’

ને પછી તેણી રડી પડી કે તે જવાને તેણીનાં સોનેરી ઝુલફાંઓ પર એક કિસ આપી રમૂજથી કહી દીધું. ‘શિરીન, મારો કોટ ખરાબ થાયછ.’ અને અસલનાં તઓનાં લવર્સ તરીકેનાં દિવસોમાં પણ કોઈક વાર જ્યારે શિરીન તેઓનાં ભવિષ્ય માટે ફીકર કરી રડતી ત્યારે તેણીનું દુ:ખ ભુલાવવા તે જવાન એમજ તેણીને સતાવી રમૂજથી કહી સંભળાવતો.

‘શિરીન, એક તો ધોબી નથી આયો ને તું એમ રડીને મારો કોટ ભીંજવી ચુંથી નાખશે તો પછી હું બીજો પહેરવા કયાંથી લાવશ?’

અને આજે એજ ફિરોઝ ફ્રેઝર આગળ પોતાની કબાટમાં ઘણાંક કીમતી ને ઢગલાબંધ સુટો પડયા હતા.

ખરેજ, શું નસીબના નખરાં હશે!

પછી તે મીઠો મુખડો પોતાના મઘમઘતા સેન્ટના ‚માલ વડે નુંછી તે જવાને તેણીને માયાથી જણાવી દીધું.

‘ચાલ શિરીન, આપણે ડાન્સ કર્યે.’

‘નહીં…નહીં, ફિલ મને મહેરબાની કરીને અંદર ના લઈ જતા.’‘પણ કાય નહીં?’

પછી તેણીએ ઓશકથી જણાવી દીધું.

‘મારા…મારા કપડા બોલ ‚મને લાયકનાં નથી, ને મારી આગળ બીજા સોજ્જા હતા જ નહીં કે પહેરી શકું.’

ફિરોઝ ફ્રેઝરે ત્યારે તેની ભૂરી આંખો તેણીનાં બદન તરફ નમાવી પછી મકકમતાથી કહી સંભળાવ્યું.

‘જો કે તારો ડ્રેસ સિમ્પલ છે, પણ તેમાં ખામી તો હું કંઈ જ જોઈ શકતો નથી, શિરીન.’

‘ને ફિલ, મારા એવા રડેલા ફિકકા ચહેરા સાથ હું કેમ ત્યાં બધાંઓની સામે જઈ શકું, તેથી પ્લીઝ, તમો એકલા જાવ, કારણ તમારા પાર્ટનર્સ પણ ખોટી થતા હશે.’

‘તો તું ને ખુશ કરવા એક સાચી વાત કહું?’

શિરીન વોર્ડન ચમકી ઉઠી. યા ખુદા, તેણીનો વહાલો હમેશ તેણીને દુ:ખી કરવા જ બધું બોલતો હતો જ્યારે આજે એજ જવાન તેણીને સુખી કરવા કંઈક કહેવા માંગતો હતો. તો તે એકાએક કેમ આજે બદલાઈ ગયો હશે?

ઝરી જુહાક માટેનો એક ઝાંખો ખ્યાલ પણ તે બાળાને જવા પામ્યો નહીં કે તેણીએ ઉલટથી પૂછી લીધું.

‘શું વાત છે ફિલ?’

‘આજે રાતનો એક પણ ડાન્સ મેં કોઈ પણ છોકરીને આપ્યો જ નથી, ને તેથી શિરીન તુંને મારી સાથ કરવોજ પડશે.

તેણી આગળ બીજો ઉપાયજ નહીં હોવાથી અંતે તેણીએ હા કહેવું જ પડયું ને પછી પોતાની બેગમાંથી એક નાની આરસી કાઢી તે બાળા બોલી પડી.

‘ફીલ થોડો વાર પ્લીઝ તમો ખોટી થાવ તો સહેજ પાવડર લગાડી ફ્રેશ થાઉં ને હું કેવું ઈચ્છું જ કે મારી પર્સમાં ‚ઝની એક ડબ્બી પણ સાથે હતો.’

દૂરથી આવતા તે બત્તીના ઝાંખા ઉજાસમાં શિરીન વોર્ડન એક હાથમાં તે નાની આરસી પકડી, બીજા હાથે તે ફિકકા ચહેરા પર પાવડર લગાડતાં અફસોસથી કહી રહી કે ફિરોઝ ફ્રેઝરે મજાકથી બોલી સંભળાવ્યું.‘તું કહેતી હોય તો તારા ફિકકા ચહેરાને હું સપાટામાં ગુલાબી બનાવી આપું ને તેબી કશા ‚ઝ વગર શિરીન.’

તે નિર્દોષ બાળા કશું જ સમજી શકી નહીં ને પોતાની બેગમાં તે નાની આરસીને પાવડર બોકસ પાછી મૂકી દેતાં તેણીએ અચરતીથી પૂછી દીધું.

‘પણ તે કેવી રીતે ફિલ.’

(ક્રમશ)

Similar Posts

  • |

    સુખી સંસાર!

    રળીયામણી તે સવારે મરીનડ્રાઈવરના પોશ રસ્તા પર આવેલા મોદી મેનોરમાં આજે સવારથી ખુબ જ ધમાલ હતી આજે મોદી મેનોર ગાજીવાજી રહ્યો હતો. હા વાંચનાર આપણી વાર્તા નાયક દીનશાજી દારૂવાલા અને તેમની સમજદાર અને સેવાભાવી પત્ની શીરીન દારૂવાલાની જીંદગીમાં કેટલા વરસ પછી ખુશાલીએ લોકોના ઘેરમાં દસ્તક દીધી હતી. ને એમની ખુશીનું કારણ એ હતું કે આજે…

  • ગામડિયા કોલોનીએ ઉજવેલું દએ મહિનાનું જશન

    ગામડિયા કોલોની રિક્રિએશન સેન્ટરે જૂન 10, 2017ને જમિયાદ રોજને દિને દએ મહિનાના જશનની ઉજવણી કરી હતી. જશનની પવિત્ર ક્રિયા એરવદ વિરાફ ભેસાનિયા અને એરવદ પાશાન અંકલેસરિયાદ્વારા કરવામાં આવી હતી. જશનની ક્રિયા પછી દસ્તુરજી અને ત્યા હાજર રહેલા લોકોએ હમબંદગી કરી ત્યારબાદ ચાશ્ની પીરસવામાં આવી હતી. કમિટી મેમ્બરોએ જશનમાં આવેલા લોકોનો આભાર માન્યો હતો. ગામડિયા કોલોની…

  • ખોરદદ સાલ અને નવા વર્ષની ઉજવણી માટે સ્વિટરલેન્ડનો પારસી સમુદાય પ્રથમ વખત ભેગા થયો

    22મી ઓગસ્ટ, 2021 ના રોજ, આપણા પારસી નવા વર્ષ અને ખોરદાદ સાલની ઉજવણી કરવા માટે, લ્યુસર્ન જેવા મનોહર શહેરના, રેસ્ટોરન્ટ – ગૌર્મઇન્ડિયામાં, સ્વિટરલેન્ડના પારસી જરથોસ્તી સમુદાય બપોરના ક્ધટ્રીબ્યુટરી જમણ માટે ભેગા થયા. સ્વાદિષ્ટ પારસી ભોણા માટે તેઓ બે કલાકથી વધુ ડ્રાઈવર કરી તેઓ સારી સંખ્યામાં જમા થયા. લૌઝેન, સેન્ટ ગેલેન, બેસેલ, ન્યુચેટેલ, એન્જેલબર્ગ અને ઝુરિચના…

  • સફળ થવાનું રહસ્ય!

    રોહનની ઉંમર આશરે 10 થી 12 વર્ષ જેવી ઉંમર હતી, તેને સ્કૂલમાં વેકેશન પડ્યું હોવાથી તેને તેના મમ્મી-પપ્પા પાસે નવસારી જવાની ઈચ્છા વ્યક્ત કરી કે જ્યાં તેના બપય રહેતા હતા. મમ્મી-પપ્પાએ કહ્યું કે આપણે નવસારી જઈ આવીએ પરંતુ બે દિવસમાં પાછા આવી જઈશું, અને તે લોકો નવસારી જવા નીકળી ગયા નવસારી પહોંચીને બપાવાજીને બધા મળ્યા…

  • રાયાન અને શાહયન રઝમી ઝળક્યા!

    મુંબઈ સ્થિત રઝમી ભાઈઓ – 19 વર્ષીય રાયાન અને 16 વર્ષીય શાહયન તેમના ઉત્કૃષ્ટ પ્રદર્શન અને જીત સાથે સ્નૂકર અને બિલિયર્ડ્સમાં અવ્વલ રહ્યા છે. તેઓ માટે સમુદાયને ખૂબ જ ગર્વ છે. રાયાને તાજેતરમાં જ (સેજ યુનિવર્સિટી, ભોપાલ) ખાતે આયોજિત 2021 નેશનલ ચેમ્પિયનશિપમાં ડબલ ક્રાઉન ટાઇટલ જીતીને અને જુનિયર સ્નૂકર અને જુનિયર બિલિયર્ડ્સ ચેમ્પિયનશિપમાં ઉત્તમ કૌશલ્ય…

  • અનંતની સફરે…

    હલ્લો રશ્મી બેટા, જીતેન્દ્રનો આંખનો રિપોર્ટ આવ્યો કે?’ ‘હા મા, આવી ગયો’ ‘અરે તે એ વિશે અમને ફોન પણ ન કર્યો અમને કેટલી ફીકર થાય છે બેટા.’ રિપોર્ટ જાણીને પણ તમે ફીકરજ કરવાના’ ‘એટલે? બોલ બેટા શું લખ્યું છે રિપોર્ટમાં?’ ‘મા, જીતુની આંખોનો રેટીના ખૂબ ડેમેજ થઈ ગયો છે હવે સુધરી નહીં શકે.’ ‘એટલે શું?…