સંવેદનશીલ ડેટાની તથા માહિતીની સલામતીની જાળવણી માટે બીપીપીન ત્રણ ટ્રસ્ટીઓ નીતિ વિષયક નિર્ણય લે છે

કેટલાક મહિના પહેલા ટ્રસ્ટી વિરાફ મહેતાએ જામેજમશેદ પરના કહેવાતા ‘પ્રતિબંધ’ વિશે અફવા ફેલાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. વાસ્તવિકતા એ હતી કે ટ્રસ્ટીઓએ બહુમતીથી, માત્ર એટલું જ નકકી કર્યુ હતું કે એ સાપ્તાહિકને જાહેરખબર આપવાનું બંધ કરવું, કેમ કે તેમના એડરેટ બહું ઉંચા હતા. એમાં કોઈ પ્રતિબંધ નહોતો!

એ પ્રમાણે જ, ટ્રસ્ટી વિરાફ મહેતા હવે નવી વાત ફેલાવી રહ્યા છે તે એ કે બહુમતિથી ટ્રસ્ટીઓએ નકકી કર્યું છે કે તેમને કોઈ મિનટ્સ કે ફાઈલો અથવા સંબંધિત માહિતી જોવા-જાણવાની ના પાડી છે. આ હળાહળ જૂંઠ્ઠાણું છે!

આવો, આ વિશેની કેટલીક વાસ્તવિકતાઓને જાણીએ તથા કેટલાક જૂઠાણા અને ખોટી વાતોને જવાબ આપીએ:

૧) બીપીપીની અનેક ફાઈલો ગૂમ થઈ ગઈ છે તથા કેટલાક કિસ્સાઓમાં, કેટલીક ફાઈલોમાના મહત્વના પાના અને અટેચમેન્ટ્સ ગાયબ થઈ ગયા છે. આથી નવા, ટ્રસ્ટી બોર્ડ સુધારાત્મક પગલાં લઈ સિસ્ટમમાંનાં સુરક્ષાને લગતાં છીડાં પૂરવાનું નકકી કર્યુ છે. અમે નીતિ વિષયક નિર્ણય લીધો છે, જે અંતર્ગત એવી નીતિ તય કરાઈ છે કે આ ફાઈલો કોઈપણ ટ્રસ્ટીને (અને માત્ર વિરાફ મહેતા નહીં) નહીં મળે, એ માટે સિસ્ટમ અને પ્રક્રિયા નકકી કરાઈ છે, જેને અનુસર્યા બાદ જ ફાઈલ મળી શકશે. આની પાછળનો હેતુ ડેટા, ખાસ કરીને હાઉસિંગને લગતી જૂની ફાઈલોમાંની માહિતીના સંરક્ષણનો છે.

૨) દરેક ટ્રસ્ટી કોઈ ચોકકસ ફાઈલનો અભ્યાસ કરી શકે છે. જો કે, એ માટે, ટ્રસ્ટીએ બોર્ડ અથવા સીઈઓને ચોકકસ અરજી કરવાની રહેશે, જેમાં કારણ અને ફાઈલ કયારે કયારે જોવી છે તે જણાવવાનું રહેશે અને આ વિશેની નોંધ લોગ બુકમાં કરવાની રહેશે. આ પ્રક્રિયા અમે મગજમાં એક ચોકકસ વાસ્તવિકતા રાખીને કર્યો છે, જેમાં હાલમાં જ વિરાફે એ, ફાઈલ જોવા માગી હતી જેમાં એવા હાઉસિંગ અરજદારની માહિતી હતી જેની અરજી મંજૂર થઈ હતી, પણ આ અરજદારે હાલમાં જ વિરાફના પિતા, દિનશા મહેતા વિ‚ધ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. ટ્રસ્ટી વિરાફ મહેતાને ચોકકસ એવા સમયે એ ફાઈલની જ‚ર શા માટે પડી, જેના અરજદારે તેના પિતા સામે કાનૂની ગુનાનો આરોપ કર્યો છે? અમારે વધુ કંઈ કહેવાની જ‚ર છે!

૩) નજીકના ઈતિહાસમાં, ઓછામાં ઓછા ત્રણ પ્રસંગે, વિરાફ મહેતાએ એવી ફાઈલોની માગણી કરી છે, જે અમારા મતે, તેઓ તેનો (ગેર)ઉપયોગ પોતાના પિતાને બચાવવા માટે, અને પોતે જે ટ્રસ્ટના ટ્રસ્ટી છે એના હિતજ માટે નથી કરવા માગતા.

૪) એક ચોકકસ કિસ્સામાં, વિરાફ, પોતાના પિતાના મિત્રને મદદ કરવાના ઈરાદા સાથે, ટ્રસ્ટ દ્વારા દાખલ કરવામાં આવેલા કેસનો વિરોધ કર્યો હતો! વિરાફે આ ફાઈલની માગણી કરી હતી તથા સ્ટાફને ડરાવતા કહ્યું હતું કે તે આ ફાઈલ બળજબરીપૂર્વક લઈ જશે, જો તેને તે નહીં આપવામાં આવે. આ ફાઈલ જોવા માટેનું ‘કારણ’ કદાચ એ હોઈ શકે તે સંબંધિત તથા મહત્વના દસ્તાવેજો કાઢી લેવા માગતા હશે. જેની જ‚ર ટ્રસ્ટને કોર્ટ કેસમાં પડી શકે છે.

૫) પસાર કરવામાં આવેલા ઠરાવ મુજબ, વિરાફે બોર્ડને એ બાબતની આગોતરી જાણ કરવી પડશે કે તે કઈ ફાઈલ જોવા માગે છે, જેથી વિરાફને એ ફાઈલ પાના ને નંબર અપાયા બાદ તથા આ ફાઈલ તેને અપાઈ છે તેની નોંધણી કરાયા બાદ તેને આપી શકાય અને આ નોંધ એ વાતની પૃષ્ટિ કરે કે તેને ચોકકસ ફાઈલ અપાઈ છે. આ ઠરાવનો હેતુ ટ્રસ્ટના રેકોર્ડઝનું રક્ષણ કરવાનો છે.

૬) મીટિંગ્સની મિનિટ્સનો સવાલ છે ત્યાં સુધી, ટ્રસ્ટે તમામ નાના તથા મોટા ટ્રસ્ટમાં અપનાવવામાં આવેલી સ્ટાન્ડર્ડ પ્રક્રિયાને અનુસરવાનું ઠરાવાયું છે અને તે એટલે છેલ્લી મીટિંગની મિનિટ્સ બોર્ડ મીટિંગમાં વાંચવી અને ક્ધફર્મ કરવી અને પછી સત્તાવાર મિનિટસ બૂકમાં તેની નોંધણી કરવી. વિરાફ મહેતા સહિતના કોઈપણ ટ્રસ્ટી, મિનિટ્સ જોવા માગતા હોય તો તેઓ એવું કરી શકે છે પણ, ફરી એકવાર, ચોકકસ પ્રોસીઝર અને પ્રકિયાનું પાલન કર્યા બાદ જ. કોઈ ટ્રસ્ટીને મિનિટ્સનો ચોકકસ ભાગ જોઈતો હોય તો, તેઓ કારણ સાથેની અરજી કરી મેળવી શકે છે. આ નિયમ બધા જ ટ્રસ્ટીઓને લાગુ પડે છે, એકલા વિરાફ મહેતાને નહીં.

બોર્ડ ગૂડ ગવર્નન્સને અમલમાં લાવવા માગે છે અને આ માટે સુરક્ષિત સિસ્ટમ તથા પ્રક્રિયાને લાગુ કરવા માગે છે. આવું કરવામાં, અમે મહત્વનાં અને સંવેદનશીલ ડેટા તથા માહિતી સાથે ઘાલમેલ ચેડાં થતાં રોકવા માગીએ છીએ.

અમે બધા પારદર્શક છીએ અને સંપૂર્ણપણે જવાબદારીના પક્ષમાં છીએ અને અમે અમારા મતદારોને આપેલા વચનની પડખે ઉભા છીએ. આમ છતાં, અમારા કેટલાક ચોકકસ ટ્રસ્ટીઓ ટ્રસ્ટ કરતાં તેમના પરિવાર અને મિત્રો તરફ વધુ કટિબધ્ધ છે, આથી દુ‚પયોગ અને ઘાલમેલ થવાની શકયતા ધરાવતા ડેટા-માહિતીને સુરક્ષિત કરવાનું જ‚રી બને છે.

બીપીપી ચેરમેન યઝદી દેસાઈ અને ટ્રસ્ટી નોશિર દાદરાવાલા અને કેરસી રાંદેરિયા દ્વારા.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *