|

વધુ સંખ્યામાં લગ્ન: પારસી કોમની આજની જરત

 ‘લગ્ન સફળ ત્યારેજ કહેવાય કે સાંજે પતિ પોતાના કામ પરથી આનંદ સાથે પરત આવે ને પત્ની જ્યારે પતિ કામ પર જાય તે વખતે વ્યથિત હોય કારણ કે તે હવે પતિને માત્ર સાંજે મળી શકશે.’

-માર્થિન લૂથર કીંગ

પારસીઓ જેમની સંખ્યા નોંધપાત્ર રીતે ઘટી રહી છે તે કોમ અજોડ છે. જિંદગી જીવી જાણે છે. આપણું ધ્યાન વર્તમાન પ્રતિ મર્યાદિત છે. સાં જીવીએ છીએ પરંતુ ભવિષ્યની બહુ દરકાર નથી કે પારસી તરીકે અસ્તિત્વ ટકાવી રાખવા આયોજન નથી.

બહુ ઓછા લગ્ન અને ઘટતી જતી જન્મદર. આપણે ભવિષ્યના અસ્તિત્વ માટે બહુ ચિંતીત નથી.

આજે આપણે ત્રિભેટે આવીને ઉભા છીએ કે જ્યાં અસ્તિત્વ અને જાતિ તરીકેની નાબુદી વચ્ચે છીએ આથી પારસી કોમનું ભવિષ્ય ઘણી જ નાની સંખ્યાના લગ્ન માટે વય ધરાવતા યુવાન કે જેઓ નવી પ્રજાને જન્મ આપવા સક્ષમ છે તેમના પર નિર્ભર છે જેવી રીતે તેઓ પોતાની કારકિર્દીનું ઘડતર કરે છે.

આથી એવી અપેક્ષા રાખી શકાય કે તેઓ વહેલા લગ્ન કરે અને બાળકોનો આવિષ્કાર કરે.

સફળ લગ્ન લાંબાગાળાના હોય છે. તે તૂટતા નથી અને વચનબધ્ધતા હોય છે. માત્ર પ્રેમ નહીં પરંતુ અરસપરસ આદર અને એકબીજા પ્રતિ સમજણ હોય છે. લગ્નમાં સફળતા ત્યારે મળે છે કે જ્યારે સમજણથી સખત પરિશ્રમનું તત્વ તેમાં હોય છે.

ગેરસમજણ અને લાગણીને ધકકો પહોંચે તેવી બાબત હમેશા હોય છે. સફળ લગ્નમાં પણ તેવું જ બને છે. પરંતુ તેવી બાબતનું બન્ને નિરાકરણ લાંબુ જીવન પસાર કરે છે અને તેઓ પોતાના માટે જિંદગી જીવે છે. સફળ સંબંધમાં વ્યક્તિ હમેશા સામેનાને આગળ કરે છે. તેનો બદલો પણ તેવોજ હોય છે.

લગ્નજીવનમાં પ્રશ્ર્ન અને ગૂંચવાડા હોય જ છે પરંતુ પરસ્પર આદર અને સમજણથી તેનો ઉકેલ લાવવાનો હોય છે. વાસ્તવિકતા એ છે કે ૨૫ વર્ષની વયે જેનું મહત્વ હોય છે તે બાબત વય વધવા તેમજ પરીપકવતા આવવાથી તેટલી મહત્વની રહેતી નથી. જીવનસાથી અને કુટુંબ જોડે ખૂબ જ સુખી-આનંદી જીવન પસાર કરવું તે એક અદભુત અનુભવ છે. જો સાથે જીવન પસાર કરીએ તો જીવનસાથીને અને આપણા માટે શું મહત્વનું છે તે સમજાતું જાય છે.

લગ્ન એ વૃક્ષ પર આવતા ફળ જેવી બાબત છે. સમય જ મીઠા ફળ આપે છે. જે જીવનસાથી માણે છે. એક સફળ લગ્ન સમય સાથે વધુ સારા પરિણામ આપે છે.

કેટલાક મતભેદ અવશ્ય રહેવાના છે. જુઠાણા પર જે લગ્ન નિર્ભર છે. દલીલ થાય છે તે યોગ્ય નથી જુઠાણા આંતરીક સંવેદનાને ખતમ કરે છે. જે સુખી લગ્ન માટે સૌથી વધુ આવશ્યક બાબત છે. લગ્નમાં પ્રામાણિકતા સૌથી વધુ ડહાપણનો રસ્તો છે.

ભારતીયતા સંદર્ભમાં વાસ્તવિકતા સ્વીકારવી બહુ મહત્વની છે. આશીર્વાદ દંપતિ પર વરસે છે તેવે વખતે ત્રણ કુટુંબ છે. પતિ-પત્ની અને નવા દંપત્તિ એમ ત્રણ બંધનથી સંકળાય છે. જીવે ત્યાં સુધીના આ બંધન છે.

યુવાનોએ એ સમજવાની જ‚ર છે કે આપણી ઓછી સંખ્યા (૫૭,૨૬૪) છતાં ભારતના વિકાસમાં પારસીઓનો ફાળો ખૂબ જ નોંધપાત્ર છે. ભૂતકાળ અને હાલની સફળતા આપણી કોમે મેળવી છે. તેનાથી કોમના ભવિષ્યનું અસ્તિત્વ તેની સામે કોઈ પડકાર નહિં હોવા જોઈએ કે જે આપણને નામશેષ કરી નાખે.

એક કોમ તરીકે આપણે અભિમાન લઈ શકીએ છીએ કે આપણે શિક્ષીત અને પ્રગતિશીલ છીએ અન્ય કોમ આપણને ખાસ દરજ્જો આપીને ઉંચે સ્થાને ગણે છે. આપણા યુવાનો કોર્પોરેટ ક્ષેત્રમાં ઉંચા સ્થાને છે તેઓની સારી કમાણી છે. આપણા સાહસિક વેપારીઓ પણ સા‚ં કાર્ય કરે છે આપણી પાસે સઘળું છે. સિવાય કે ઘટતી જતી સંખ્યા!!

આપણા દેશમાં જનસંખ્યા નિયંત્રણમાં રહે તેવા પ્રયાસ થઈ રહ્યા છે પરંતુ ભારત સરકારે પારસીઓને એક મિલકત ગણીને ‘જીઓ પારસી’ કાર્યક્રમ ડિસેમ્બર ૨૦૧૩માં શ‚ કર્યો છે. જેમાં પારસી દંપત્તિને નાણાકીય મદદ પૂરી પાડીને પારસીઓની સંખ્યા વધે તે માટે પ્રોત્સાહન આપવામાં આવે છે. આ એક નાનો પણ રચનાત્મક પ્રયાસ શેનાઝ કામાના નેતૃત્વ હેઠળની ગતિશીલ ટીમ દ્વારા શ‚ થયો છે. કોમના યુવાનોને એક હૃદયપૂર્વકની પ્રાર્થના અને શુભેચ્છા છે કે તેઓ સુખી લગ્ન જીવન અને કુટુંબના અતુલ્ય આનંદને સમજે અને તે રીતે તેમના માટે અને કોમ માટે કંઈક સારી બાબત નિર્માણ કર્યાની ભૂમિકા તૈયાર કરે.

અથા જમયાદ

યથા આફ્રિનામે!

Similar Posts

  • |

    લવ મેરેજ

    આજે હું ખૂબ જ ખુશ છું. એવું લાગે છે કે જીવન ખુશીનું બીજું નામ છે. રોશનીનાં સપનાઓને સાચાં થતા જોઈ મળતી ખુશી તેની આંખોમાં છલકાતી ચેરાગ જોઈ રહ્યો. નમનગમતા જીવનસાથી જીવનભરને માટે એકબીજાને મળી જાય એનાથી વિશેષ ખુશી બીજી શી હોઈ શકે?થ રોશનીની આંખો ચેરાગની આખોમાં મળેલી હતી. દરિયા કિનારાની ભીની માટી ઘૂઘવતા પાણી લહેરાવતો…

  • તલની ચિકકી

    સામગ્રી: 100, ગ્રામ તલ, 100 ગ્રામ કાચા શીંગદાણા, 200 ગ્રામ ગોળ, 2-3 ચમચી ઘી, અર્ધી ચમચી એલચીનો પાવડર. રીત: પેનમાં તલને સારી રીતે શેકી લો. તેવીજ રીતે શીંગદાણાને પણ સરખી રીતે શેકી તેના છોતરા કાઢી અધકચરા વાટી લો. હવે એક પેનમાં ઘી નાખી તેમાં ગોળ નાખી તેને હલાવો ગોળ થોડો ઘટ્ટ થવા આવે કે તેમાં…

  • શિરીન

    ‘તને કંઈ રાંધતા આવેછ કે, છોકરી?’ ‘જી, ઘણુ…ઘણું સરસ તો નહી જ પણ થોડું ઘણું રાંધી શકું છુ.’ ‘શું, આવી મોટી ઉખરા જેવી થઈ ને હજી બરાબર રાંધતા નથી આવડતું? હવે મીશતરી આગળ રોજ થોડું થોડું શીખી લેજે કે એ જ્યારેબી મહિનાની રજા પર જાય કે તું તેટલો વખત એની જગા લઈ શકે.’ ઝરી જુહાકે…

  • સાચા તારણહાર

    આપણામાંના ઘણા માને છે કે પવિત્ર તારણહાર આવશે અને આપણને બધાને બચાવશે. લગભગ દરેક ધર્મમાં તારણહાર અથવા તારણહારના ભાવિ આગમનને લગતી કેટલીક માન્યતાઓ હોય છે. જ્યારે હિંદુઓ કલાકીના રૂપમાં ભગવાન વિષ્ણુના દસમા અવતારની ઉત્સુકતાપૂર્વક રાહ જુએ છે, ત્યારે ખ્રિસ્તીઓ ખ્રિસ્તના બીજા આગમન માટે પ્રાર્થના કરે છે, મુસ્લિમો ઈમામ મેહદીના આગમનની અપેક્ષા રાખે છે અને યહુદીઓ…

  • કપટ

    કેયૂર શહેરની કોલેજમાં ભણવા ગયો ત્યારે લગભગ આખું ગામ એને ગામના બસસ્ટેન્ડ સુધી વળાવા આવ્યું હતું કેમ કે ગામમાંથી કોલેજ કરવા જનારો એ એકલો જ હતો! બાકીના બધાં કા તો ગામની શાળામાં સાત સુધી ભણેલા કે વેરાવળની હાઈસ્કૂલમાં અગિયાર સુધી ભણેલા પણ સાયન્સ કોલેજમાં જનાર તો કેયૂર જ હતો એ કોલેજમાં ભણવા ગયો એના બીજા…

  • સુરત પારસી પંચાયત વરિષ્ઠ લોકો માટે રસીકરણની વ્યવસ્થા કરે છે

    સમગ્ર ગુજરાતમાં કોરોનાવાયરસના ઉછાળાને ધ્યાનમાં રાખીને, સુરત પારસી પંચાયત (એસપીપી) એ સુરતમાં વસતા વરિષ્ઠ સમુદાયના સભ્યોને ટેકો અને સુરક્ષા આપવાનો નિર્ણય કર્યો છે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓના સમર્થન સાથે, એસપીપીએ 16 માર્ચ, 2020 ના રોજ શાહપોર સ્થિત સુરતની પારસી જનરલ હોસ્પિટલમાં 5 પથારીવશ દર્દીઓ સહિત 90 વરિષ્ઠ પારસી લાભાર્થીઓને નિ:શુલ્ક રસી આપવાની વ્યવસ્થા કરી હતી….