શિરીન

‘જા ત્યારે, ને મેં કહ્યું છેતે યાદ રાખી હમણાંથી જ ફિરોઝને જણાવી દેજે.’

 

પછી વીજળી પેઠે શિરીન વોર્ડન ત્યાંથી વિદાય થઈ, પોતાનાં વહાલાની શોધમાં ગઈ. તેના એન્ગેજમેન્ટ તે જવાન તેણીને કહી મૂકતો હોવાથી તેણીને યાદ આવ્યું કે આજે તે સેનજરી કલ્બની મીટિંગ તથા ડીનરમાં જનાર હોવાથી હજી તે ઘરમાં જ હોવો જોઈએ.

 

બધે પૂછપરછ કરી અંતે તેણી પોતાના વહાલાને લાઈબ્રેરી ‚મમાં ડીનર માટેનાં ફૂલ ડ્રેસ-સુટમાં તૈયાર થયલો બેટેલો જોઈ, તેણીએ તે વાત કરવા ઈચ્છી.

 

‘ફિલ, આંય રવિવારે તમા‚ં કંઈ રાતનું એન્ગેજમેન્ટ છે, પ્લીઝ?’

 

‘કંઈ ખાસ પૂછવાનું કારણ, ડાર્લિંગ?’

 

પોતાની પાસે જ એક ખુરશી ખેંચી તે પર તેણીને બેસાડતાં તે જવાને અચરજ પામી પૂછી લીધું કે તે બાળાએ દુ:ખી જિગરે ફરી તે વિગત જણાવી નાખી.

 

એ સાંભળી ફિરોઝ ફ્રેઝર ચમકી ઉઠયો, પછી તેને ગંભીરાઈથી કહી સંભળાવ્યું.

 

‘તારાં ઘેરનાંને હું કદી પણ સ્ટેશન પર મુકવા આવી શકું ખરો શિરીન?’

 

‘પણ…પણ કાં નહીં, ફિલ?’

 

તેણીએ પોતાની નિર્દોષ ફરગેટ મી નોટ જેવી બ્લુ આંખો ઉઠાવી તે જવાન સામે જોઈ અચરતીથી પૂછી લીધું કે ફિરોઝ ફ્રેઝરે પોતાની નજર ટેબલ પર પડેલી ચોપડી તરફ ફેરવી નાંખી પછી તેને ઉંચા દમે કહી સંભળાવ્યું.

 

‘મેં તુંને માફ કીધીછ શિરીન, પણ તારા ઘેરના બીજા એકબી મેમ્બરને તેમ નહીં કરી શકતો હોવાથી મને તેઓ સાથ કશો જ સંબંધ રહ્યો નથી.

 

એ સાંભળી તેણીનો મુખડું કરમાઈ ગયું પછી તેણીએ એક નિસાસો નાખી બોલી દીધું.

 

‘ને…ને મને તો આશા હતી કે તમોને ખરબ પડતે તો તમો જ‚ર તે કોટેજ ખરીદી લેતે.’

 

‘કદી પણ હું તે ખરીદ કરી શકતે નહીં, શિરીન.’

 

આહ! શિરીન વોર્ડનને ખબર જ કયાં હતી જે પોતાનાં માનીતા ‘વોર્ડન વિલા’ પર કેવા તે જવાનના શ્રાપ પડયા હતા! તો પછી મફતમાંબી કોઈ તેને ઓફર કરે તો તે છતાં ફિરોઝ ફ્રેઝર તે કદી પણ સ્વિકારી શકે જ નહીં.

 

પછી તેણી કાકલુદીભર્યા અવાજ સાથ બોલી પડી.

 

‘ફિલ, ઓ ફિલ, એટલા મારે ખાતર સ્ટેશન પર નહીં આવો?’

 

તે આશકને દયા આવી ગઈ ને ત્યારે તેણીને પોતાના હાથમાં ખેંચી લઈ તે ચેરિઝ જેવા હોઠો પર એક મીઠી કિસ અર્પણ કરતાં તેને જણાવી દીધું.

 

‘ફકત તારે ખાતર હું સ્ટેશન પર આવશ ડાર્લિંગ, પણ હું મોટરમાં જ બેસી રહેવશ.’

 

એટલું પણ તે ગરીબ બાળાને ગનીમત કરી લીધું ને પછી તે વહાલાની ભૂરી આંખોમાં નિહાળી તેણી ઓશકથી બોલી પડી.

 

‘કેવું ઈચ્છું જ કે તમો મને પણ સાથે લઈ જઈ શકતાં હતે, ફિલ.’

 

‘ઘણાં જ ટૂંક વખતમાં હું તેમ કરી શકશ. મારી સ્વીટહાર્ટ.’

 

‘હા, પણ…પણ હંમેશ તમારી ગેસ્ટ તરીકે જતા મને શરમ પણ લાગી આવેછ ને…ને કલ્બોની મેમ્બર થવા તો મુદલ મને ગમતું જ નથી.’

 

(ક્રમશ)

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *