શિરીન

મોલી કામા ઘણીક વેળા ત્યાં આવી ધામો નાખી દેતી, ને કોઈક વાર તો રાતનાં મોડું થતાં ત્યાજ તે રાત પસાર કરી નાખતી.

એ જોઈ એક દિવસ ઝરી જુહાક પોતાનાં દીકરા આગળ ઘણાં બખાળી ઉઠયા.

‘પેલી તારી મોલીએ શું નવા ઢંગ માંડયાછ? હમણાંથી શાંની રાતનાં અત્રે રહી પડેછ? નોકરો વચ્ચે સારૂં લાગેછ કે?’

કે તેનાં જવાબમાં ગમતથી તે બેટો હસી પડયો.

‘હવે ટૂંક વખતમાં મોલી હમેશની ડરબી કાસલની શેઠાણી બનનાર હોવાથી, હમણાંથી પણ રહેે તો વાંધો શું આવી શકે?’

‘હમણાંથી રહે એટલે? કંઈ તારૂં ભેજું ઠેકાણે છે કે નહી દુકતા? એમજ જો રહેવા માંગતો હોય તો પછી પૈસાનો ધુમાડો કરીને પરણેછબી શું કરવા?’

ઝરી જુહાકે ઉશ્કેરાઈ જઈ રોકડું પરખાવી દીધું કે તે બેટાએ ઓશકથી લાલ થતાં કહી સંભળાવ્યું.

‘મમા, હું કંઈ એમ મીન કરતોજ નથી, ને તમોને તમારા દીકરા પર વિશ્ર્વાસ તો છેની?’

ને એમ નાની નાની ચકમકો મોલી કામાને ખાતર તે બન્ને મા દીકરા વચ્ચે થયાજ કરતી, પણ એક દિવસ તે ચકમકે મોટો ભડકો લઈ લીધો.

મોલી કામા જાણે હમણાંથી જ તે મકાનની શેઠાણી બની ગઈ હોય તેમ રોજના કંઈ કંઈ ફેરફારો તેણીનાં ખવાસ મુજબ કરાવ્યા કરતી કે અંતે તે કાસલમાના નોકરો પણ કંટાળી જઈને ફફડી ચટકી ઉંઠતાં.

તેજ મુજબ એક દિવસ તેણીએ ‘ડરબી કાસલ’ના ડ્રોઈગ રૂમની દિવાલ પરથી બધી છબીઓ નીચે ઉતરાવી નાખી કે તે વાત ઝરી જુહાકનાં કાન પર આવતાં તેવણે એકદમ તે નવાં વહુમાયને બોલાવી મંગાવી ખખરાવી નાખ્યા.

‘કોણના હુકમથી તે બધી છબીઓ નીચે ઉતરાવી નાખી, પોરી?’

કે તેનાં જવાબમાં મોલી કામાએ તુચ્છકારથી પોતાના ભવિષ્યનાં સાસુને બોલી સંભળાવ્યું.

‘ડરબી કાસલની શેઠાણી અત્રે કોઈનાં હોકમો લેવા બંધાઈ નથી.’

‘ચાલ, ચાલ, મોટી શેઠાણી નહીં જોઈ હોય તો. ખબરદાર જો મારા ધણીની છબીને ત્યાંથી ખસેડી તો તારી વાત તું જાણે.’

‘તો એજ છબીને સૌથી પહેલાં હું ગોડાઉનમાં મુકાવી દેવશ, કારણ મને એવી ઓલ્ડ ફેશનની ચીજો કાસલનાં સીટીંગ રૂમમાં નથી મુકવી ને તેની જગા પર મોટા મોટા આર્ટિસ્ટને હાથનાં પેઈન્ટિંગઝ ત્યાં મુકઈ શકશે.’

મોલી કામાએ જીદ કરી રોકડું પરખાવી દઈ ત્યાંથી એક સ્કુલ ગર્લ માફક જ ફત્તેહ પામી મલકાતાં વિદાય થઈ ગઈ, કે ઝરી જુહાકે એકદમ ઉશ્કેરાટમાં આવી જઈ પોતાની દીકરાને બોલાવી મંગાવ્યો.

ને ત્યારે ફિરોઝ ફ્રેઝર કંટાળેલો તે સાસુ વહુનો ઝગડો વરી પાછો છોડવવા ત્યાં આવી ઉભો કે તે માતા એકદમ પુકારી ઉઠી.

‘જો દુકતા, પેલીને કહી રાખજે કે મારા ધણીની છબી જયાં હતી ત્યાં પાછી મુકાવી દે, નહી તો પછી હું બી જોઈ લેવશ.’

મંમા, તમો ના એટલા ગુસ્સે થાવ, મોલી મોર્ડન હોવાથી એને એ બધી છબીઓ ત્યાં ગમતી નથી.’

‘ગમતી નથી, તો એ કોણ મોટી આવી કે એને ગમતું જ બધું હમેશ થાય.’

‘એ હવે ડરબી કાસલની નવી શેઠાણી થવાની છે, મંમા.’

‘નવી જો એ થવાની હોય તો જૂની હું બેઠેલી અત્રે મોજૂદ છું.’

‘પણ મંમા, જેમ એક મ્યાનમાં બે તલવાર સમાઈ શકતી નથી, તેમ એક મકાનની બે શેઠાણીઓ પણ કદી બની શકેજ નહીં, ખરૂંની?’

‘તો પછી દુકતા, તું તેણીનેજ જો શેઠાણી બનાવવા માગતો હોય તો પછી મને આ મકાનમાં રહેવું નથી.’

તે માતાએ રોકડું પરખાવી દીધું કે તે બેટો પણ કંટાળીને બોલી પડયો.

‘મંમા તમોને જેમ ઠીક લાગે તેમ કરો, કારણ બેઉને હું કેમ ખુશ રાખી શકું?’

ઝરી જુહાકે કદી પણ આવા બોલોની આશા રાખી હતીજ નહીં કે તેવણે ઉશ્કેરાઈ જઈને કહી સંભળાવ્યું.

‘એ તારી નવી શેઠાણીના હાથ નીચે હું એક ઘડી પણ રહી શકું નહીં. હું કાલ ને કાલ મારી બહેનને ઘેર ગામ ચાલી જવશ. જ્યાં માન નહીં મળે ત્યાં વધુ વાર રહેવામાં શોભા નથી.’

(વધુ આવતા અંકે)

 

Similar Posts

  • પ્રોફેસર ડો. મહેર માસ્તર મુસ

    આપણે પ્રોફેસર ડો. મહેર માસ્તર મુસને સંજાણમાં ઝોરાસ્ટ્રિયન કોલેજની સ્થાપના કરનાર તરીકે ઓળખીયે છીએ સાથે તેઓ તેમની કેપમાં વિવિધ પીછાઓ ધારણ કરે છે. તેમણે સમુદાય અને આપણા દેશને ગર્વ થાય તેવા કાર્યો કર્યા છે. તેઓ પહેલા પારસી સ્ત્રી હતા જેમણે ઓકસફર્ડ યુનિવર્સિટીમાં લો સાથે ગ્રેજયુએશન પૂરૂં કર્યુ હતું. ડો. મહેરે તેમના ત્રીસ વરસ ઈન્ટરનેશનલ એકેડેમિક…

  • અરદીબહેસ્ત યશ્ત – 1

    અરદીબહેસ્ત અમેશાસ્પંદ સ્વર્ગ ઉપર રાજ કરે છે અને તે દુષ્ટ જાદુગરો અને દુષ્ટ કરનારાઓથી બચાવનાર છે. અરદીબહેસ્ત અમેશાસ્પંદ વ્યક્તિગત કુંડળીમાં મંગલ (મંગળ)ની અસરને તોડે છે. (મંગળ એક શુષ્ક, લાલ અને જ્વલંત ગ્રહ છે. પ્રકૃતિ દ્વારા તેને પુરૂષદર્શી, ઉર્જા દશાર્વનાર – રચનાત્મક અને વિનાશક બંને છે.) અરદીબહેસ્તનો અર્થ આતશ છે અને નીચે મુજબ આતશના 6 વિવિધ…

  • પૈસો અને સ્વાર્થ

    માણસનો સ્વભાવ પહેલેથી જ લોભી છે. ‘લોભને થોભ નહીં’. લોભની સાથે સ્વાર્થ વધે છે, અને આ લોભ અને  વાર્થ મોટા ભાગે પૈસા માટે વધુ હોય છે. ‘પૈસા જોઈને મુનિવર ચળે’. તેમ દરેક માણસ પૈસાને માટે સ્વાર્થી બની ગયો છે. પૈસાને ખાતર સગા પણ પારકા થાય છે. ‘મા જુએ આવતો અને બૈરી જુએ લાવતો’ એ કહેવતમાં…

  • ગવ-પત-શાહ (ગોપતશાહ)

    આપણા બુઝોર્ગો એટલા દીનદાર હતા કે જો કોઈ તદદન નાચાર હાલતમાં ગુજર પામે અને તદદન નાવારેસ હોય, તો પારસી પંચાએતના ફંડોમાંથી દરેક બસ્તેકુસ્તીઆનની ચાર દહાડાની ક્રીયા થાય તે માટે ખાસ ફંડો શેહરો અને ગામેગામ સ્થાપી ગયા છે. કોઈ પણ પારસી રૂવાન ભુત થતું નથી કે રખડાતમાં પડતું નથી તેનું કારણજ ચાર દહાડાની રુવાનની ક્રીયાઓ છે….

  • નબી જરથોસ્તે દાખવેલા ચમત્કાર

    ઈરાનવેજમાં રએ શહેરના હાકેમ દોરાંસરૂ જરથોસ્ત સાહેબના કટ્ટર વિરોધી હતા ને બાળ-જરથોસ્તનો નાશ કરવા તૈયાર રહેતા તેમને મારી નાખવા પોતાની તલવાર ઉગામી ત્યારે તેનો હાથ હવામાં અધ્ધર જ રહી ગયો. ત્યાર પછી તેનો હાથ તદ્દન સુકાઈ ગયો. આવા અલૌકિક ચમત્કારથી ગભરાઈ હાકેમે તેમને જંગલમાં લઈ જઈ ચેહ સળગાવીને તેમને ચેહમાં નાખી બાળકને ભસ્મ કરવાનો અખતરો…

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    02 February, 2019 – 08 February, 2019

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. આજનો દિવસ રાહુની દિનદશામાં પસાર કરવાનો બાકી છે. ઉતરતા રાહુમાં બેદરકાર રહેતા આખુ અઠવાડિયું ખરાબ જશે. આખો દિવસ શાંત રહેજો. કાલથી 70 દિવસ માટે શુક્રની દિનદશા તમારા દરેક દુ:ખોનું નિવારણ કરશે. નાણાકીય બાબતમાં સારા સારી આવશે. નવા કામ કરી શકશો. આજે ‘મહાબોખ્તાર…