શિરીન

પોતાનાં બચ્ચાને એમ રડતું જોઈ ઝરી જુહાકનું પણ દીલ પીગળી ગયું ને તેવણ ધીમે ધીમે શાંત પડી અંતે તે ઈન્જેકશનની અસરથી થોડાવારમાં ઉંઘમાં પડી ગયા.

ને ત્યારે ફિરોઝ ફ્રેઝરે પણ ઉઠી પોતાનો ચહેરો રૂમાલ વડે નુછતાં શિરીન વોર્ડનને કહી સંભળાવ્યું.

‘શિરીન, જરા દિલ્લા, હિલ્લાને જણાવી દે જે કે હું આજે બપોરનાં જમનાર નહીં હોવાથી મારી વાર નહીં જોય.’

એમ કહી તે ત્યાંથી વિદાય થઈ ગયો કે શિરીન વોર્ડને ફરી અફસોસની એક બીજી હાય ભરી લીધી.

ઘણીકવાર તે ખાતો નહીં, ને મોડી રાત વેર પોતાનાં રૂમની બહાર કોરીડોરમાં ફેરા આટા ખાયા કરી કંઈક વિચારનાં વમળમાં વીંટળાઈ જતો, અને અંતે તે બધાની અસર તેની તબિયત પર થવા લાગી.

તે રૂબાબદાર પીલતન જેવું શરીર ગરાવા લાગ્યું ને તે સંદર બ્રાઉન આખોમાં ખાડા પડી જતા માલમ પડયા.

તેનો સ્વભાવ પણ ચીડાઉ ને જરા જરામાં એકસાઈટ થઈ જતો બની ગયો, ને મોલી કામા તેને ઉશ્કેરી મુકતી હોવાથી હવે તે જવાન પોતાની બહેનો સાથ પણ મરઈ પડતો.

ને એક દિવસ ઘણું જ મોટું હલકું તે નણંદો ભોજાઈ વચ્ચે જાગી ઉઠયું. પહેલા તો અલબત્ત ઘણું જ સારૂં તે બન્ને બહેનોને પોતાની નવી ભાભી સાથ હતું, પણ જે દિવસથી મોલી કામાએ તે મોટી રીત જાંગુ દલાલને આપવા ફિરોઝ ફ્રેઝરને ના પાડી ઉશ્કેરી મુકયો કે દિલ્લા ફ્રેઝર એક વાઘણ મિસાલ મોલી સામે જઈ છેડાઈ પડી.

‘મોલી કામા, તે જ મારા ભાઈને ઉશ્કેરી મૂકી મારા લગ્નની રીત આપવા ના કહ્યું, ખરૂંની?’

મેં કંઈ તદ્દન જ નહીં આપવા નથી કહ્યું દિલ્લા, પણ તારો જાંગુ દલાલ પચીસ હજાર માંગેછ, ને હું પંદર સુધી આપવા કબુલ છું, એથી વધુ એક પાઈ નહીં.’

‘તારા પૈસા નથી કે તું આપવા કબુલ થાય.’

‘વેલ, મારા ફિરોઝના તે હવે મારાજ કહેવાય ને તે પર મારો હક વધુ છે.’

‘હકવાલી, તારૂં શું જાએ છ મારો ભાઈ ગમે એટલી રીત આપે તેમાં?’

દિલ્લા ફ્રેઝર ચીચવાઈને બોલી પડી કે મોલી કામાએ ઠંડે કલેજે તેનો જવાબ આપી દીધો.

‘અલબત્ત મારૂં જાયછ, દિલ્લા શાને માટે દસ હજાર વધુ હું તારા જાંગુ દલાલને અપાવું? એ જો તુંને ખરેખરો લવ કરતો હોય તો તુંનેજ પરણે નહીં કે તારી રીતને? એમ તો મારો ફિરોઝ એક પૈઈબી રીત વગર મને પરણેછની? એજ ખરો લવ કહેવાય.’

‘ઉંહ મનમાં ખાંડ ખાય તે જ તો કે ફિરોઝ તું ને લવ કરેછ.’

‘ત્યારે કોણને કરેછ?’

‘અલબત્ત, શિરીન વોર્ડનને, પણ ફકત પોતાનું પોઝીશન રાખવા એ તુંને પરણેછ સમજી?’

તે ઘડીએ શિરીન વોર્ડન પોતાનાં રૂમની ગેલેરી પર જ ઉભી ઉભી તે બન્ને વચ્ચે થતી તકરાર સાંભળતી હતી, કે દિલ્લા ફ્રેઝર તરફથી તે છેલ્લો વાકયો સાંભળી તેણીનું જીગર ધપકી ઉઠયુું.

પછી મોલી કામા એકદમ ઉશ્કેરાઈ ગઈ.

પોતાનાં બચ્ચાને એમ રડતું જોઈ ઝરી જુહાકનું પણ દીલ પીગળી ગયું ને તેવણ ધીમે ધીમે શાંત પડી અંતે તે ઈન્જેકશનની અસરથી થોડાવારમાં ઉંઘમાં પડી ગયા.

ને ત્યારે ફિરોઝ ફ્રેઝરે પણ ઉઠી પોતાનો ચહેરો રૂમાલ વડે નુછતાં શિરીન વોર્ડનને કહી સંભળાવ્યું.

‘શિરીન, જરા દિલ્લા, હિલ્લાને જણાવી દે જે કે હું આજે બપોરનાં જમનાર નહીં હોવાથી મારી વાર નહીં જોય.’

એમ કહી તે ત્યાંથી વિદાય થઈ ગયો કે શિરીન વોર્ડને ફરી અફસોસની એક બીજી હાય ભરી લીધી.

(વધુ આવતા અંકે)

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *