હૈદ્રાબાદના 112 વર્ષ જૂના બાઈ માણેકબાઈ દરેમહેરનું નવીનીકરણ

હૈદ્રાબાદના 112 વર્ષ જૂના બાઈ માણેકબાઈ દરેમહેરનું નવીનીકરણ કરી દરેમહેરનું ઉદઘાટન થયું ‘યઝશ્ને અને વંદીદાદની ક્રિયાઓ મરહુમ પેરિન કેરસાસ્પ દસ્તુરની યાદમાં તેમની દીકરીઓ મહેર કેરસાસ્પ દસ્તુર અને ફરિદા કેરફેગર આંટિયા અને તેમના ગ્રાન્ડ ચિલ્ડ્રન સનાયા ફરહાદ ચીચગર, ખુશરો કેરફેગર આંટિયા તરફથી એરવદ આદિલ ભેસાનિયા અને એરવદ માહિયાર પંથકી તથા મુંબઈના યોઝદાથ્રેગર મોબેદો દ્વારા કરવામાં આવી હતી. યઝશ્નેનો સમારોહ 26મી જૂન 2017એ સવારે સ્ટે. ટા. 6.30 કલાકે શરૂ થયો હતો. ત્યારબાદ 27મી જૂન 2017ને દિને વંદીદાદની ક્રિયા રાત્રે સ્ટે. ટા. 12.30 કલાકથી સવારે સ્ટે. ટા. 6.30 કલાક સુધી ચાલી હતી. બધી ક્રિયાઓના સમાપન પછી સવારે સ્ટે. ટા. 7.00 કલાકે આતશ પાદશાહ સાહેબને નવીનીકરણ કરેલા કેબલાના સિંહાસન પર બિરાજમાન કરવામાં આવ્યા હતા.

હૈદ્રાબાદ અગિયારી અને સિક્ધદરાબાદની વિકાજી મહેરજી અગિયારીની આઠ મોબેદો તથા એરવદ અસ્પંદિયાર દાદાચાનજી અને મુંબઈના બે યોઝદાથ્રેગર મોબેદો દ્વારા હાવનગેહની માચી અને આભારનું જશન કરવામાં આવ્યું હતું. એરવદ અસ્પંદિયાર દાદાચાનજી દ્વારા ‘આતશ બાદશાહની બંદગી અને તેના ફાયદા’ પર સરસ ભાષણ આપવામાં આવ્યું હતું. દરેમહેરના પંથકી સાહેબ એરવદ મહેરનોશ ભરૂચાએ ટ્રસ્ટીઓ, એરવદ અસ્પંદિયાર દાદાચાનજી અને મુંબઈથી આવેલા યોઝદાથ્રેગર મોબેદોને સમારંભને સફળતાપૂર્વક પાર પાડવા માટે આભાર માનવામાં આવ્યો હતો.

ટ્રસ્ટના સેક્રેટરી અને ખજાનચી રૂસી કે. ડોકટર દ્વારા બે દિવસના સમારંભનુું આયોજન સરસ રીતે કરવામાં આવ્યું હતું. હૈદ્રાબાદ અને સિક્ધદરાબાદ એ બે શહેરોમાંથી મોટી સંખ્યામાં જરથોસ્તીઓએ હાજરી આપી હતી.

Similar Posts

  • New Hope For The New Year!

    Canada’s Dastur Family Leads The Way For The Community Facilitating 11-year-old Faredoon’s Navar Ceremony . [otw_shortcode_info_box border_style=”bordered” background_color=”#deca81″ css_class=”boxed”]The increasing need for Parsi priests in our Community has been a growing concern. Unfortunately, a very small number of young lads from priestly Parsi families show interest or enthusiasm in pursuing their Navar-Martab ordainment. Faredoon Dastur’s…

  • Flying Ranee Train To Halt At Udvada Station

    As per the request put forth by Vada Dasturji of Iranshah Udvada, Khurshed Dastoor, for having the Flying Ranee Train take a halt at Udvada station, the Indian Railway Authority has agreed for the superfast express train to stop at Udvada station, for the convenience of Irani/Parsi Zoroastrians, who regularly visit Udvada, from across India…

  • સુખી જીવન જીવવા પંખીઓ જેવા બનો!

    એક ચિંતક પોતાના શિષ્યો સાથે સાંજના પ્રવચન બાદ વાતો કરી રહ્યા હતા. વાતમાંથી વાત નીકળતા ચિંતકે એક પ્રશ્ર્ન પૂછયો કે તમને કોના જેવું બનવું ગમે? સવાલ સાધારણ રીતે પૂછાયો હતો. બધા શિષ્યોએ પણ વધુ વિચાર્યા વિના ધડાધડ જવાબ આપ્યા કોઈકે કહ્યું, રાજા જેવા, કોઈ બોલ્યું શક્તિશાળી, કોઈએ કહ્યું સૌથી સુંદર, કોઈએ કહ્યું જ્ઞાની, કોઈએ કહ્યું…

  • હસો મારી સાથે

    શાકભાજીવાળો કયારનો ભીંડા માથે પાણી છાટતો હતો, ઘરાક ઉભો ઉભો કંટાળી ગયો. 10મીનીટ પછી શાકભાજીવાળો બોલ્યો, બોલો સાહેબ શું આપુ? ઘરાક બોલ્યો ભીંડો ભાનમાં આવી ગયો હોય તો 1 કીલો આપી દે.. *** ભૂરો: પોલીસ સ્ટેશન ગયો અને કહે સાહેબ મારી નાખવાની ધમકીઓ આપે છે. પોલીસ: કયાંથી ભૂરો: ઈલેકટ્રીક કંપનીમાંથી પોલીસ: શું કહે છે? ભૂરો:…