કર્મના નિયમો

શ્રીમોટા આ યુગના એક મહાન સંત થઇ ગયા. શ્રીમોટા કોઈને જાણ ન થાય એ રીતે પોતાની સાધના કરતાં હતા.

તે આમ તો હરિજન સેવાનું કામ પણ કરતાં હતા. એમાં જરાયે કચાશ આવવા દેતા ન હતા. દર વરસે એક મહિનો શ્રીમોટા રજા લેતા.  શ્રીમોટા કોઈ એકાંત સ્થળે એકલા જતા. ત્યાં ગુરુ મહારાજના આદેશ પ્રમાણે સાધના કરતાં. મોટાનો પુરુષાર્થ ભારે. અગવડભર્યા નિર્જન સ્થળે સાધના કરવાનું તેમણે ખૂબ ગમતું. જબલપુર પાસે નર્મદા નદી પર ધૂંવાધાર નામની જગ્યા છે. એક વાર શ્રીમોટા ત્યાં સાધના કરવા જવા નીકળ્યા. ગાડીમાં તેમનું ખીસું કપાયું! સાથેની બધી રકમ જતી રહી! હવે શું થાય?  મોટાને મારગ સૂઝી આવ્યો. તે જબલપુરના ગુજરાતી વેપારીને ત્યાં ગયા. ખીસું કપાયાની વાત કરી. પછી મોટાએ વિનયપૂર્વક વિનંતી કરી કે શેઠજી, મારે આટલી રકમ મેળવવા થોડા દિવસ નોકરી કરવી પડશે. કંઈ કામકાજ હોય તો આપવા કૃપા કરો. હું મહેનત-મજૂરીનું કામ પણ કરવા તૈયાર છું.

વેપારીએ કહ્યું: મારી પાસે એવું કામ હાલ તુરતમાં નથી. પણ હા, તમે ઘરકામ કરવા તૈયાર છો? વાસણ માંજવાં પડશે, કપડાં ધોવા પડશે.બોલો, આવું બધું ઘરકામ તમને ફાવશે? તૈયારી હોય, તો કહો.

મોટા તરત ઉત્સાહથી બોલ્યા: આવું બધું કામ કરવું મને ગમે, હું ખુશીથી કરીશ.

શેઠે રાજી થઇ ઘેર ખબર આપી: આપણને નવો નોકર મળી ગયો છે. હું એને ઘેર મોકલાવું છું. એને કામ સોંપજો. કેવું કામ કરે છે એ જોજો. ઠીક લાગે તો રાખીશું.

મોટાને શેઠે ઘેર મોકલ્યા. શેઠાણીએ ઢગલો વાસણ માંજવાં આપી દીધાં. નાનપણમાં શ્રીમોટાએ આવું કામ કરેલું હતું. એટલે વાસણ કેમ સારા માંજીને સાફ કરવાં, એ તેમને આવડતું હતું. મોટાએ ઝડપભેર વાસણો માંજી નાખ્યાં.  ધોઈને સૂરજના તાપમાં સૂકવવા મૂકી દીધાં.  ચોકડી બરોબર સાફ કરી નાખી. વાસણ સરસ મંજાયાં હતાં. તાપમાં ચમકી રહ્યાં હતાં.  શેઠાણીએ દૂરથી વાસણ જોયાં.  એ જોઈને તે રાજી રાજી થઇ ગયાં.

શેઠાણી બોલી ઊઠ્યાં: વાહ, સરસ નોકર મળી ગયો! પછી મોટાને ગાંસડો ભરીને કપડાં ધોવા શેઠાણીએ આપ્યાં.

મોટાને કપડાં ધોતા પણ સરસ આવડતું હતું. મોટાએ કપડાંને ત્રણ વિભાગમાં છૂટાં પાડ્યાં. સૌથી ઓછા મેલાં, જરા વધારે મેલાં અને સૌથી વધારે મેલાં. સાબુના પાણીમાં એ બધાં જુદાં જુદાં બાફ્યાં. પછી સૌથી ઓછા મેલાં કપડાં પહેલાં ધોયાં. ત્યાર પછી જરા વધારે મેલાં કપડાં ધોયાં. છેવટ ખૂબ જ મેલાં કપડાં ઘસી ચોળીને બરાબર ધોયાં. બધા કપડાં સરસ ધોઈ-નિચોવીને તડકામાં સૂકવવા નાખ્યાં. બગલાની પાંખ જેવાં ચોખ્ખાં કપડાં જોઈને શેઠાણી બહુ રાજી થયાં.

શેઠ બપોરે ઘેર જમવા આવ્યા. શેઠાણીએ નોકરનાં ખૂબ વખાણ કરતાં કહ્યું: આવો હાથનો ચોખ્ખો નોકર જિંદગીમાં પહેલી વાર જ જોયો!  શું એનું કામ છે! રાતે જમી-પરવારીને, વાસણ માંજીને, ચોકડી ધોઈને મોટા પરવાર્યા. એટલે પથારી કરવાનો વખત થયો. દરેક પથારી એવી સરસ રીતે પાથરી કે જોનાર રાજી રાજી થઇ જાય. પથારી પરની ચાદર બરાબર ખેંચીને પાથરી.  ક્યાંય જરાય કરચલી ન દેખાય. રાતે થોડો સમય મળે. તે વખતે મોટા ઘરના બાળકોને ભેગાં કરે. રામાયણ, મહાભારતની વાતો કહે. બાળકો પણ આનંદ પામે.

રાતે બધા સૂઈ જતાં. એટલે મોટા પથારીમાં નામ-સ્મરણ કરવા મંડી પડે. હરિનું સ્મરણ કરતા કરતા મોટા ઊંઘી જતાં. આખો દિવસ દિલ દઈને કામ કર્યું હતું. એટલે એક જ ઊંઘમાં સવાર પડી જાય. પાછા મોટા ઘરકામમાં જોડાઈ જાય. થોડા દિવસમાં મોટાને જોઈતી રકમ થઇ ગઈ. મોટા શેઠની રજા લેવા ગયા. મોટાનું આવું સુઘડ અને ચોખ્ખું કામ જોઈને શેઠને થતું હતું. આ માણસ સામાન્ય ગરીબ મજૂર લાગતો નથી. પૈસાની ભીડને લીધે જ આવું કામ ખુશીથી કરવા તૈયાર થયો હશે. એ પુરુષાર્થી જીવ લાગે છે. કોઈની આગળ લાચારીથી હાથ ધરવા તૈયાર નથી. એટલે શેઠે મોટાને કહ્યું, ભાઈ, તમે નોકર માણસ લાગતા નથી. તમે આવ્યા ત્યારથી તમારૂં કામ અમે જોતાં આવ્યાં છીએ. નોકર માણસને આટલી બધી સૂઝ-સમજ સામાન્ય રીતે ન હોય. તમે મને પેટ છૂટી વાત કરો. જેથી મને સમજ પડે. મોટાએ નમ્ર ભાવે બધી વાત કરી. એ સાંભળીને શેઠને થયું, અરેરે, આવા ભગત માણસ પાસે બધું ઘરકામ કરાવ્યું!

પ્રભુભજનના થોડા દિવસ બગાડ્યા! પછી શ્રીમોટા શેઠશેઠાણીની રજા લઇ ધૂંવાધાર જવા નીકળી પડ્યા.

Similar Posts

  • Forever Young

    No matter what you’ve achieved in your life so far, chances are, you’ve much more to offer and your best is yet to be revealed. Life is a gratifying journey and ageing is a natural process. However, there is a science beyond the physical body – a deeper concurrent science of the soul, that can…

  • ZWAS Rings In New Year With New President And Surat’s 6th Parsi Directory

    ZWAS (Zoroastrian Women’s Assembly Of Surat) has been keeping all our Surtis all charged up with its delightful sequence of events lined up. In August 2019, a Prayer Competition was organised at Pak Kadim Atashbehram, where the children exhibited their religious fervour with great devotion and dedication. The Prayer competition was judged by Er. Navroz…

  • Why Physical Board Meetings At BPP Should Be Resumed

    On Tuesday, 15th December, 2020, from 3:30 pm to 7:30 pm, BPP Trustees – Kersi Randeria and Noshir Dadrawala, once again made themselves available to BPP beneficiaries. Requests by this duo, since August 2020, to consider at least one if not two Board Meetings a month in the Board Room, seem to have fallen on…

  • હસો મારી સાથે

    ઘરવાળી એ એક દિવસ થાકેલા અવાજે પતિદેવને કહ્યું કે.. તમારે દરવર્ષે મને 15 દિવસ પીયર જવા દેવી જ જોઈએ.. એ મારો અધિકાર છે.. પતિદેવ બિચારા સરકારી નોકરીયાત.. એ કહે કે વ્હાલી.. એમ નહીં.. તું એક અરજી લખીને આપ.. પછી વિચારીશુ.. પત્ની કે કાંઈ વાંધો નહીં.. તેણે રજાની અરજી લખીને આપી.. ત્રીજા દિવસે પતિએ અરજી ઉપર…

  • હસો મારી સાથે

    બંટીએ તેના મિત્રને કહ્યું દોસ્ત, આ સ્ત્રીઓ હમેશા ભગવાનને એવી પ્રાર્થના શા માટે કરતી હશે કે મારી આવરદા મારા પતિને આપીદો? મિત્ર બોલ્યો: તેમની પતિ તરફની નિષ્ઠા બંટીએ કહ્યું: નિષ્ઠા શું રાખ ને ધૂળ? તે તો ઈચ્છતી હોય છે કે તેમની વધતી આવરદા પતિને વળગે અને પોતે હમેશા જુવાનને જુવાન રહે. *** એક પાપાજીએ ઈલેકટ્રોનિકની…

  • Re-checking The Charities

    Law-making in India has been taking a dangerous direction. Every scam, every fraud, every wrongdoing results in the enactment of new laws! Our law-makers believe that every wrongdoing can be prevented by bringing in new laws. They do not accept that scams can be prevented by effective implementation of existing laws. The ‘Satyam Scam’ (2009)…