આહમદ મા-બાપને ભુલ્યો

આમને આમ આનંદમાં ગાનતાનમાં, સુખચેનમાં છ મહિના વહી ગયા. એક દિવસ શાહજાદા આહમદને તેનાં કુટુંબની યાદ આવી. તે જરા દીલગીર થયો કે તેનાં માતપિતા તેની વાટ જોતાં હશે અને અફસોસમાં પડયા હશે. માટે તેમને જરૂર તેણે એકવાર મળી આવવું જોઈએ. અને તે જીવતો છે તેમજ સુખી છે તેની ખબર જાતે આપી આવી તેમનો આફસોસ ટાળવો જોઈએ.
પણ આહમદ પરીનબાનુના પ્યારમાં એવો લપટાઈ ગયો હતો અને મોજશોખમાં એવો તો ડૂબી ગયો હતો કે ત્યાંથી તેને નિકળવું ગમે નહીં. જેમ બાળકો રમતમાં માબાપને ભૂલી જાય જેમ બાયડીઘેલા ધણીઓ પણ માબાપને વિસરી જાય તેવુંજ આહમદનું બન્યું. માબાપ યાદ આવે પણ પાછો તે ગાનતાનમાં પડે એટલે ફરી તેમને ભૂલી જાય.
પરીનબાનુ સરખી બેહદ ખુબસુરત સ્ત્રીના પ્યારમાં આહમદ એટલો તો દિવાનો થઈ ગયેલો હતો કે તેનાં માબાપને તેની ગેરહાજરીથી શું દુ:ખ થતું હશે તેની કલ્પના બી કરી શકયો નહીં. આમ આહમદ તેના માતપિતા તરફની ફર્ઝ ચૂકયો.
ઈર્ષાળું અમલદારોની દોરવણી તેથી સુલતાનનું મરણ
અને આહમદનું ગાદીએ બેસવું
એક દિવસ શાહજાદા આહમદે પોતાના બાપને મળવા જતા આખર પાકો નિશ્ર્ચિય કીધો. પરીનબાનુએ જ્યારે તે વિચાર જાણ્યો ત્યારે તે બહુ જ દિલગીર થઈ. તે કહેવા લાગી કે આહમદ વગર તે એક દિવસ પણ જીવી શકે નહીં. માટે આહમદને તેના માબાપને મળવા જવા પરીને રજા ન આપી. પાછા મોજમાં મશગુલ થતાં આહમદ ફરી તેનાં માબાપને ભૂલી ગયો.
આ બાજુ સુલતાન તો આહમદની ચોમેર શોધ કરાવવા લાગ્યો પણ તેનો કયાંય પત્તો લાગ્યો નહીં. તેથી તેના અમલદારોના કહેવાથી એક બુઢી જાદુગરણીને બોલાવી તેને આહમદ કયાં છે તેની ભાળ કહાડવા કહ્યું.
તે ડોસી આવી ત્યારે સુલતાને કહ્યું કે ‘તારા જાદુ જોરથી તલાસ કરી કહે કે આહમદ મારો ત્રીજો બેટો, જીવતો છે કે નહીં અને જો જીવતો હોય તો તે કયાં છે?’
પેલી સ્ત્રીએ જવાબ માટે એક દિવસની મહેતલ માગી. બીજે દિવસે તેણે આવી સુલતાનને કહ્યું કે ‘આપનો બેટો જીવે છે ખરો પણ તેે કયાં છે તેનો પત્તો હજી તેને લાગતો નથી.’ આથી સુલતાન આહમદને મલવા બહુ રોજ આતુર રહેતો હતો અને દિલગીરીમાં દહાડા કાઢતો હતો.
આહમદ તો વારંવાર તેની સ્ત્રીને સમજાવતો કે તેને તેના બાપને મલવા જવાની રજા આપે. પણ પરીનબાનુ માનતી હતી નહીં. આખર એક દિવસ, આહમદે પરીન બાનુને બહુ સમજાવી જેમ તેમ તેની રજા લીધી અને ઝટ પાછા ફરવાનું વચન પણ આપ્યું. ત્યારે બહુજ દિલગીરી અને આનાકાની સાથે આહમદને જવાની રજા પરીને આપી.
પરીનબાનુએ આહમદને કહ્યું કે સુલતાન પૂછે તો માત્ર તેણે એટલુંજ કહેવું કે તે બહુ સુખી છે અને હવે તેની કાળજી તેણે જરાય કરવી નહીં.
આમ જ્યારે આહમદને થોડા દિવસ પોતાના માબાપને મળી આવવાની રજા મળી ત્યારે આહમદ પુરા ઠાઠમાઠથી તેને ગામ જવા નીકળ્યો. સુલતાન પોતાના નાના પ્યારા બેટાને જોઈ બહુ જ ખુશી થયો.
આહમદે તેના પેદરને કહ્યું કે તે તીરની શોધમાં ગયો અને તેણે ગુમાયેલા તીરનો પત્તો મેળવ્યો. પછી તે બહુજ સુખી થયો છે પણ એ બધી બાબત બહુ જાણવા જોગ છતાં તે કહી શકે તેમ નથી.
સુલતાને પોતાના દીકરાને જીવતો, તંદુરસ્ત અને સુખી જોઈ બીજી બાબતોની ઝાઝી પૂછપરછ કરી નહીં ત્રણ દિવસ સુધી દરબાર અને રાજમહેલ, આહમદના આવવાથી ખુશાલ રહ્યા.

Similar Posts

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    7th November – 13th November, 2020

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. ગુરૂની દિનદશા ચાલુ હોવાથી મિત્રો તરફથી માન-સન્માન મળતું રહેશે. તમારા મિત્રો કે સગાવહાલાઓને સાચી સલાહ આપી તેમનું દિલ જીતી લેશો. મુશ્કેલીભર્યા કામને સહેલા બનાવી કરી શકશો. તમારા અટકેલા કામ પૂરા કરવા માટે કોઈની ઈનવીઝીબલ હેલ્પ મળી જશે. ધન બચાવવાની કોશિશ અવશ્ય કરજો….

  • Freemasons’ Project at Sir J J Hospital

    On 26th December, 2022, the Scottish Freemasons presented medical equipment to the Geriatric and Paediatric Wards of Sir J J Hospital through its Benevolent Committee and Ladies Wing. On the occasion, the Dean of the Hospital, Dr. Pallavi Saple expressed gratitude for the donation and hoped this kind assistance would continue in the future too….

  • Gamadia School Girl Guides Visit Old Age Home

    As a part of their Guides curriculum, Std VIII students of Bai MN Gamadia Girls’ High School visited the Lady Hirabai Jehangir Health Unit, Tardeo, on 24th August, 2018. The students spent time with the residents, who shared their stories, experiences and imparted insightful life lessons. The visit concluded with the students entertaining the residents,…

  • શિયાળામાં સૂંઠનું સેવન

    સૂંઠ એટલે દેશી ભાષામાં સૂકવેલું આદું! સૂંઠ દ્વારા જે જે રોગોની સફળ સારવાર થઈ શકે છે તે રોગોની યાદી નાની સૂની નથી. ભારતીય નિસર્ગોપચારમાં સૂંઠ મહાન ઓષધ ગણાય છે. શિયાળામાં ખાસ સૂંઠના સેવનનો મહિમા છે. કેમ કે, શિયાળાની ઠંડીમાં સામાન્ય રીતે રૂધિરમાં રહેલા શ્ર્વેતકણો ઠરી જાય છે અને લોહીની ચરબી (કોલેસ્ટ્રોલ) તથા બ્લડપ્રેશર વિષયક ફરિયાદોની…

  • શાહનામાની સુંદરીઓ

    જાલેજરની બાનુ રોદાબે જાલે પોતાની કમન્દ લઈ તે મહેલના કંગ્રા ઉપર નાખી અને તેની મદદથી તે ઉપર ચઢી ગયો. રોદાબે બેઉ એકમેકનો ચહેરો જોઈ ખુશી થયાં અને બેઉએ એકમેક સાથે શાદીના ગાંઠમાં જોડાવાને કબૂલ કીધું. જાલેજરે રોદાબેને કહ્યું કે, ‘એ રૂપેરી છાતીની અને કસ્તુરીની ખુશબુની સર્વ જેવી સિધ્ધીબાનુ! જ્યારે મીનોચહેર આ બાબત જાણશે ત્યારે તે…