સુરતે નવરોઝની ઉજવણી પુલવામાના શહીદોને શ્રધ્ધાંજલિ આપી કરી

તા. 21મી માર્ચ, 2019ને દિને સુરતના ધ જમશેદી નવરોઝ ફંડ કમીટી, પારસી પ્રગતી મંડળ અને ઝોરાસ્ટ્રિયન વુમન્સ એસોસીએશન સુરતના પારસી સમુદાયને સાથે લાવી જમશેદી નવરોઝની ઉજવણી સાથે પુલવામાના (17મી માર્ચ, 2019) શહીદોને શ્રધ્ધાંજલિ પણ આપી હતી. ત્રીસ વર્ષ સુધીના સહભાગીઓ મળીને દેશભક્તિના થીમ સાથે પ્રતિભા સ્પર્ધા યોજવામાં આવી હતી.
કાર્યક્રમની શરૂઆત હમબંદગી સાથે કરવામાં આવી હતી. પુલવામાંના શહીદોને યાદ કરતા પ્રેક્ષકો મીણબત્તી લઈ ઉભા થઈ ગયા હતા. દિલનાઝ બેસાનીયા અને શાહઝાદ કરંજીયાએ હૃદયસ્પર્શી દેશભક્તિનું ગીત ગાયુ હતું. વિરા કરંજિયાએ દેશભક્તિ પર એક કવિતા વાંચી હતી અને આનોશ ચિચગરે દેશભક્તિની ભાવનાને મજબૂત બનાવવા શાયરીઓ કરી હતી. પ્રોગ્રામ કમિટી અધ્યક્ષ, જીમી ખરાડીએ પારસીઓના ભારત માટેના બલિદાન અને સેવાઓને યાદ કરી, યુવાનો આ વારસાને આગળ વધારે તેવું પ્રોત્સાહન આપ્યું હતું.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *