હસો મારી સાથે

એક વખત એક ગામમાં શરત લાગી કે મગરોથી ભરેલા આ તળાવમાં જો કોઈ એક કાઠેથી તરીને બીજે કાઠે જશે તેને પચાસ લાખ ઈનામ મળશે અને જો વચ્ચે મગર ખાઈ જશે તો વારસદારને વીસ લાખ વળતર મળશે. કોઈપણ માણસ હીંમત કરવા તૈયાર ન હતો. અચાનક થોડા સમય પછી તળાવમાં ધબાંગ ધબાકો થયો પડનાર માણસ જીવ સટોસટની બાજી લગાવી બીજે કીનારે પહોચી ગયો. બધાએ તાળીઓના ગડગડાટ થઈ વધાવ્યો તે મંત્રમુગ્ધ થઈ કિનારા ઉપર બેસી ગયો. અને પછી ગુસ્સાથી બરાડા પાડતો બોલ્યો ‘મને પાછળથી તળાવમા કોણે ધકેલી દીધો?’ પછી તેને ખબર પડી કે તેને ધકેલનાર બીજુ કોઈ નહીં પણ તેની પત્ની જ હતી. જીતે તો પચાસ લાખ મરે તો વીસ લાખ. બસ એ જ દિવસથી કહેવત બની દરેક સફળ માણસ પાછળ પત્નીનો હાથ હોય છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *