એરવદ કૈખુશરૂ કાવસજી રાવજીની 18માં મહેરજીરાણાના ગાદીવારસ તરીકે નિમણૂંક કરવામાં આવી

પરંપરા સાથે વડા દસ્તુરજી કૈખુશરૂ નવરોજી દસ્તુરજી 17મા મહેરજી રાણાના ઉઠમણા પછી ગાદીવારસની નિમણૂંક કરવામાં આવી હતી. 74 વર્ષના યોજદાથ્રેગર એરવદ કૈખુશરૂ કાવસજી રાવજી નવસારીના ભાગરસાથ અંજુમન દ્વારા 18માં વારસદાર તરીકે તેમનો અભિષેક કરવામાં આવ્યો હતો. એરવદ મહેરનોશ સોરાબજી માદને એમની વધુ જાણકારી આપતા તેમનો પ્રભાવશાળી બાયોડેટા વાંચ્યો હતો. પ્રથમ શાલ તેમને નવસારીના વડા દેસાઈજી, એરવદ ખુરશેદ હોમી દેસાઈ દ્વારા અર્પણ કરવામાં આવી હતી.
નવસારીના વિવિધ પારસી સંસ્થાઓના નેતાઓ તથા અન્ય મહાનુભાવો તરફથી 29 શાલો નવા વડા દસ્તુરજી સાહેબને અર્પણ કરવામાં આવી હતી. તેઓ ત્રણ દાયકાથી મુંબઈની કામાબાગ અગિયારીમાં પંથકી તરીકે સેવા આપી રહ્યા છે.
8મી ઓક્ટોબર, 1944ના રોજ નવસારીમાં જન્મેલા, વડા દસ્તુરજી કેકી રાવજી નવસારીની વડી દરેમહેર ખાતે નાવર અને મરતાબ તરીકે નિયુક્ત થયા હતા. તેમણે દાદર અથોરનાન મદ્રેસા અને મુંબઈ અંધેરીની એમ. એફ. કામા અથોરનાન ઇન્સ્ટિટ્યુટ ખાતે મોબેદીની તાલીમ લીધી હતી. 15 વર્ષની ઉંમરે તેઓ એક લાયક ધર્મગુરૂ બન્યા તથા 18 વર્ષની ઉંમરે તેઓ તેમના પિતા એરવદ કાવસ રાવજી અને એરવદ એરચશાહ કરકરીયાના માર્ગદર્શન હેઠળ મોબેદીમાં તાલીમ મેળવી હતી. 19 વર્ષ સુધી તેમણે નવસારી અંજુમનમાં બોયવાલા તરીકે તથા મલેસર બેહદીન અંજુમન અગિયારીમાં પણ તેમના પિતા એરવદ કાવસજી રાવજી સાથે સેવા આપી હતી.
વડાદસ્તુરજી રાવજીએ ભાગરસાથ અંજુમનનો અને બધા હમદીનોનો આભાર માન્યો હતો. નવા દસ્તુરજીના નેજા હેઠળ હમબંદગી કરી કાર્યક્રમ સમાપ્ત થયો હતો.

Similar Posts

  • BPP CONNECT

    [otw_shortcode_info_box border_style=”bordered” css_class=”boxed”]Yazdi Desai, Chairman, BPP, updates the community about the ongoings in the BPP, with Parsi Times’ exclusive column, BPP Connect.[/otw_shortcode_info_box] Housing It is a testimony to the humaneness of my colleague Trustees – Kersi, Noshir and Zarir – that community members in desperate need of housing come personally and plead their case before…

  • સોદાગરની ઓરત રીસાણી! જેમ ગધેડાએ ધાર્યુ હતું તેમ તે વાતચીતની અસર બળદ પર થઈ. પેલા સોદાગરે તે વાત સાંભળી તે ખડખડ હસી પડયો. આમ એકાએક તે હસી પડયો તેથી તેણી બાયડીને ઘણો અચંબો લાગ્યો કે તે શાથી બન્યું હશે તેથી તે પોતાના ધણીને પુછવા લાગી કે પ્યારા ખાવિંદ તમને એકાએક ખડખડ હસવું શાપરથી આવ્યું તે…

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    21th September, 2019 – 27th September, 2019

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. 23મી ઓકટોબર સુધી શનિની દિનદશા ચાલશે તેથી તમને નાના કામમાં પણ આળસ આવશે. નાણાકીય બાબતમાં પરેશાન રહેશો. જયાંથી પૈસા મળવાના હશે તે વાયદો આપી ફરી જશે. કોઈની વાત પર વિશ્ર્વાસ મુકતા નહીં. ખર્ચ ડબલ થઈ જશે. ઘરવાળા તમારો સાથ નહીં આપે. ઉતાવળે…

  • Righteousness Paves The Path That Lies Between Me And Thee, Ahura Mazda

    I praise and honour and adore the Fravashis of those men and women of all climes and of all times, who, pure like fire and chaste like snow, have lived for righteousness. Girt with the armour of righteousness, they have fought against wickedness. Their lives have been lives of one long martyrdom. They rose to…

  • મા બાપને ભુલશો નહીં!

    એક વૃધ્ધ માણસ અદાલતમાં દાખલ થયાં જેથી પોતાની શિકાયત જજ સામે રજૂ કરે. જજે પૂછ્યું તમારો કેસ કોની વિરુધ્ધ છે? તેમણે કહ્યું : મારા પુત્ર વિરુધ્ધ. જજ હેરાન થયો અને પુછ્યું : શું ફરિયાદ છે? વૃધ્ધ કહ્યું : હું મારા પુત્ર પાસેથી એની તાકત મુજબ માસિક ખર્ચો માંગી રહ્યો છું. જજે કહ્યું : આ તો…