વડા દસ્તુરજી કૈખુશરૂ નવરોજી દસ્તુરજી મહેરજીરાણાનું દુ:ખદ નિધન

4થી જૂન 2019ને દિને ધર્મનિષ્ઠ, વહાલા, જ્ઞાની ભાગરસાથ અંજુમનના 17માં મહેરજીરાણાના દુ:ખદ નિધનથી સમગ્ર પારસી સમુદાય શોકમાં છે. 16મી જાન્યુઆરી 1927ને દિને જન્મેલા વડા દસ્તુરજી કૈખુશરૂ નવરોજી દસ્તુરજી મહેરજીરાણા નવસારીની ડી.એન. મહેતા હોસ્પિટલમાં 92 વર્ષની ઉંમરે નિધન પામ્યા હતા. છેલ્લા પાંચ વર્ષથી તેઓ નવસારીના ડબલ્યુઝેડઓ સિનિયર સિટીઝન સેન્ટરમાં રહેતા હતા.
નવસારીમાં વડી દરેમહેરમાં નાવર અને મરતાબની તાલિમ પૂર્ણ કર્યા બાદ વડા દસ્તુરજી મહેરજીરાણા વિજ્ઞાન અને કાયદામાં ગ્રેજ્યુએટ હતા. ઐતિહાસિક દસ્તુરજી ગાદીના 17માં વારસદાર, તેઓ સોલિસિટર અને બેન્ક ઓફ ઈન્ડિયાના જનરલ મેનેજર લીગલ હતા. જાન્યુઆરી 2010 માં, 83 વર્ષની ઉંમરે, નવસારીમાં 17મા દસ્તુર મહેરજીરાણા તરીકે તેમનો અભિષેક કરવામાં આવ્યો હતો. જ્યાં તેઓએ તેમનું પવિત્ર જીવન જીવ્યું હતું. 4થી જૂને નવસારીની ડુંગરવાડીમાં તેમની પાયદસ્ત થઈ હતી અને ઉઠમણાની ક્રિયા નવસારી આતશબહેરામ તથા મુંબઈની મીઠાઈવાલા અગિયારીમાં તા. 5મી જૂને કરવામાં આવી હતી.

Similar Posts

  • From the Editors Desk

    Dear Readers, Despite the week going down as one of the most unpredictable-yet-highly-amusing events in the history of Maha(hahaha!)rashtra Politics, it’s been an admirable week for the community – brimming with fabulous achievements, by some of our vibrant and self-motivated community members, as they further the proud Parsi legacy of greatness… deservedly recognized across multi-arenas…

  • સ્ટીલ સિટી જમશેદપુર 183મો ફાઉન્ડર ડે ઉજવ્યો

    3 માર્ચ, 2022 ના રોજ, સ્ટીલ સિટી તરીકે ઓળખાતા જમશેદપુરે તેનો ભવ્ય 183મો સ્થાપક દિવસ ઉજવ્યો હતો. ટાટા જૂથના સ્થાપક જમશેદજી નસરવાનજી ટાટાની જન્મજયંતિ નિમિત્તે એક ચમકદાર શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આ ઉજવણી સ્થાપકના વિઝનને યાદ કરે છે, જેમના નામ પરથી સ્ટીલ સિટીનું નામ રાખવામાં આવ્યું હતું, લગભગ એક સદી પહેલા. આ વર્ષની ઉજવણીની થીમ…

  • Caption This – 30th January

    Calling all our readers to caption this picture! Winning Caption and Winner’s Name Will Be Published Next Week. Send in your captions at editor@parsi-times.com by 3rd February 2021. [otw_shortcode_info_box border_style=”bordered” css_class=”boxed”] Disclaimer: Some of our ‘Caption This’ Contest photos are taken from freely available, public online resources and are published in a light and humorous…

  • પાક પયગમ્બર અશો જરથુસ્ત્ર

    ઈરાનના ઈતિહાસમાં આપણા પવિત્ર પુર્વજોમાં કેટલાક દિવ્ય પુરૂષો હતા જેમના માથાની આસપાસ દિવ્ય તેજ હતું પરંતુ અશો જરથુષ્ટ તેમાં સર્વશ્રેષ્ઠ હતા. દરેક પવિત્ર કાર્ય કરતા પહેલા તેમને યાદ કરાય છે. આજે ખોરદાદ સાલ નિમિત્તે તેમના જીવનની બાબતો રજૂ કરી રહ્યા છે જે વાંચતા આપણે કયારેય કંટાળતા નથી. કયાની વંશના નેકદીલ અશો પાદશાહ લોહરાસ્પના રાજ્યઅમલ દરમિયાન…

  • રિધ્ધી સિધ્ધીને પરણતા ગણેશ

    હિંદુ પુરાણોમાં વર્ણન કર્યુ છે ભગવન ગણેશને બે પત્નીઓ છે રિધ્ધી-સિધ્ધી. એમની સાથેના લગ્નની કથા તો વધુ જ રૂચી અપાવે તેવી છે. ભગવાન શિવ અને માતા પાર્વતી બન્ને ગણેશની સેવાથી ખુશ હતા. તારકાસુરના વધ પછી પુત્ર કાર્તિકનો જન્મ થયો. જેમને આપણે સુબ્રહ્મણ્યના નામથી પણ ઓળખીયે છીએ. જ્યારે બન્ને બાળકો મોટા થઈ ગયા તો શિવ-પાર્વતની તેમના…

  • દરેક ગેહ માંડવાનો વખત

    ગયા અંકથી ચાલુ સૌથી સરસ બંદગી કરવાનો વખત તો પાછલી રાતના લોકલ ટાઈમ 3 વાગાથી તે બામદાદ યાને સુરજ ઉગવાની આગળની 36મીનીટ સુધીનો ઉશહિન ગેહમાં, તેમજ સુરજ ઉગવાની આગલની 36મીનીટ જે હાવનની હોશબામ યાને મહેર ગણાય છે તેમાં માંથ્રવાણી ભણવાનો ઘણોજ ઉત્તમ ગણાયેલો છે, કારણ કે એ વખતે આખા દિવસની ધાંધલ ધરપચની હવામાં થતી ધ્વનીઓની…