વાપીઝે મરહુમ દસ્તુરજી જાસ્પઆસાના સન્માનમાં શોક સભાનું આયોજન કર્યુ હતું

30મી મે, 2019ના દિને મરહુમ દસ્તુર ડો. કૈખુશરૂ દસ્તુર મીનોચહેર જામાસ્પઆસાના સન્માનમાં વાપીઝે સમુદાય માટે સ્ટે.ટા. 6.30 કલાકે બનાજી આતશ બહેરામના એનેકસ હોલમાં શોકસભાનું આયોજન કર્યુ હતું. શોકસભામાં મરહુમ દસ્તુરજી ડો. કૈખુશરૂ એમ. જામાસ્પઆસાને શ્રધ્ધાંજલિ આપવામાં આવી હતી. જેઓ 87વર્ષનું લાંબુ તથા પરિપૂર્ણ જીવન જીવ્યા બાદ 19મી મે, 2019ને દિને લંડનમાં પોતાના કુટુંબ અને સમુદાયને પાછળ મૂકી અચાનક મૃત્યુ પામ્યા હતા.
આ સભામાં મરહુમ દસ્તુરજીના પત્ની બખ્તાવર તથા દીકરી શિરીન અને કુટુંબના બીજા લોકોએ હાજરી આપી હતી.
દસ્તુરજી ડો. ફિરોઝ એમ. કોટવાલ, દસ્તુરજી સાયરસ એન. દસ્તુર, નાયબ દસ્તુર એરવદ જામાસ્પ-દસ્તુરજી જામસ્પઆસાના પુત્ર, એરવદ અસ્પંદીયાર દાદાચાનજી, એરવદ ડો. પરવેઝ એમ. બજા, એરવદ કેકી રાવજી, એરવદ ડો. રામિયાર કરંજિયા, એરવદ બરજોર એચ. આંટીયા અને ફરાહ દુબાશ ખંબાતા (મરહુમ દસ્તુરજીની ગ્રેન્ડ નીસ)પ્રેક્ષકોને સંબોધ્યા હતા અને દરેકે તેમની ધાર્મિક શિષ્યવૃત્તિ અને શૈક્ષણિક તેજસ્વીતા, તેમના ધર્મ પ્રત્યેનો પ્રેમ વિશે જણાવ્યું હતું.
કર્ટસી હનોઝ એમ. મીસ્ત્રી

Similar Posts

  • જવ કેટલા ઉપયોગી છે?

    જવ એક પ્રકારનું ધાન્ય છે જેનો ઉપયોગ  રોજિંદા આહારમાં હવે લગભગ નામશેષ થઈ રહ્યો છે. ભાગ્યે જ કોઈ વ્યક્તિ જવનો ઉપયોગ કરતી હશે! જવ આજના જમાનામાં બિયર બનાવવા માટે કે પશુઓના ખોરાક બનાવવા માટે વપરાય છે. કદાચ, કોઈ વિરલ વ્યક્તિ ઔષધના દ્રષ્ટિકોણથી કવચિત જવનો ઉપયોગ કરતી હશે. બાકી ઘઉં કરતા જવ પચવામાં સરળ હોવાથી માંદી…

  • સેન ડિએગો પાસે નવી દરે મહેર

    કેલિફોર્નિયા ઝોરાસ્ટ્રિયન સેન્ટર (સીઝેડસી), જે એફઈઝેડએએનએ મેમ્બર એસોસિએશન છે, તાજેતરમાં સેન ડિએગો, યુએસએમાં તેમની ત્રીજી દરે મહેરનું અનાવરણ કર્યું, અને તેમણે ઉત્તર અમેરિકામાં ચૌદમું દરે મહેર બનાવ્યું. દરે મહેર માટે તાજેતરમાં પ્રોપર્ટી ખરીદવામાં આવી હતી અને 7મી નવેમ્બર, 2022ના રોજ એક ભવ્ય ઉદઘાટન સમારોહ યોજાયો હતો. કેન્દ્ર 1721 હોર્નબ્લેન્ડ સેન્ટ, સાન ડિએગો, સીએ 92109 ખાતે…

  • કુમી ઇલાવિયાને 105માં જન્મદિવસની શુભેચ્છાઓ!

    સમુદાય વતી, પારસી ટાઇમ્સ, કુમી અદી ઇલાવિયાને જન્મદિવસની શુભેચ્છા પાઠવવામાં આનંદ અનુભવે છે, જેમણે હાલમાં 105માં વર્ષનો જન્મદિન ઉજવ્યો! કોલકાતામાં 8મી જુલાઈ, 1917ના રોજ જન્મેલા, શતાબ્દીના વતની મધ્ય પ્રદેશમાં રહેતા કુમીના લગ્ન મરહુમ અદી ઇલાવીયા સાથે થયા હતા અને બરોડામાં સ્થાયી થવા પહેલા તેઓ તેમના કુટુંબના માર્ગદર્શિકા હતા. પારસી ટાઇમ્સ સાથે વાત કરતા, કુમી ઇલાવિયા…

  • Movie Review – FANTASY ISLAND

    The ‘three is a crowd’ dictum is amply demonstrated in ‘Fantasy Island’… with as many as three writers collaborating on the story, including the director, the film turns out to be a mishmash, convoluted end-product. And the title, which seems to suggest an animated, children’s film, couldn’t have been more misleading. Five ‘lucky contest winners’…

  • WZO Trust Funds Holds Fun Annual Summer Camp

    The WZO Trust Funds’ 9th Annual Summer Camp kicked off with twenty-six enthusiastic Zoroastrian campers, aged nine to fourteen years, from Navsari and nearby villages, setting up camp at the Kilad Camp Site, developed by South Dang Forest Department in Taluka Vansda, Dist. Navsari, from May 4 to 8, 2019. Day-1 saw the excited campers…