અરેબિયન નાઈટ્સ: એક વજીર કે જેને તેના કરતુક માટે સજા થઈ હતી

આવા નિમકહરામ પાદશાહને સારો કીધો તેથી તે પસ્તાવો કરવા લાગ્યો. પણ આ અગિયારમેં કલાકે કીધેલો પશ્ર્ચાતાપ તેને કાંઈ કામ લાગ્યો નહી. તેની કાકલુદી ઉપર પાદશાહેએ કોઈ ધ્યાન આપ્યું નહીં. હકીમે ફરીથી કહ્યું કે “ઓ નામદાર શાહ! મેં તારૂં જબુનમાં જબુન દર્દ સારૂ કીધું તેનો બદલો તું આવી રીતે આપે છે કે?” તે રાજાએ તે અમલદારને બીજી વાર ફરમાવ્યું કે “હવે તું જોયા શું કરે છે? તું મારૂં ફરમાવેલું કામ શીતાબીથી બજા લાવ!”

તે હકીમે રાજાને છેલ્લી વાર જીવપર આવી કહ્યું કે “સાહેબ! અગરજો તું મને જીવતદાન બક્ષીશ કરશે તો ખોદા તારી જીંદગી બરકરાર રાખશે! પણ તું જો મને મારી નાખશે તો ખોદા તને સલામત રાખશે એવી ઉમેદ તું રાખતો ના.”

પેલા માછીએ પોતાની વાર્તા અત્રે અટકાવી પેલા જીનને કહ્યું કે “તું જો! કે જે પ્રમાણે યુનાની પાદશાહ તથા દુબાન હકીમ વચ્ચે બન્યું છે તેજ રીતે તારી તથા મારી વચ્ચે થયું છે.”

તો પણ તે યુનાની શાહે તે હકીમની કાકલુદી જે તેને ખોદાના નામને ખાતર છેલ્લીવાર કીધી હતી તે ઉપર પણ ધ્યાન નહીંજ આપ્યું અને કહ્યું કે, “નહી તને મરવું જોઈએ છે નહીંતર જે ભેદ ભરેલી રીતે તેં મારી જીંદગીનો બચાવ કીધો છે તેથી વધારે છુપી રીતે તું મારો પ્રાણ લીધા વિના રહેનાર નથી.”

દુબાન હકીમે પોતે જે નાદર નોકરી બજાવી તેનો આવો ભુંડી રીતે બદલો મળતો જોઈ તે ઝાર ઝાર રડવા લાગ્યો અને અંતે તે મોતને આધિન થયો. જલ્લાદે તેની આંખે પાટા બાંધ્યા તથા તેના હાથ પણ બાંધ્યા અને તરવાર ખેંચી કાઢવાની તૈયારીમાં હતો, એટલામાં પાદશાહની દરબાર મધે જેઓ હાજર હતા તેઓ હકીમ ઉપર દયા કરવા લાગ્યા અને શાહને કહેવા લાગ્યા કે “ઓ નામદાર શાહ! હકીમને તું માફ કર! તે બિલકુલ નિર્દોષ છે અને તે વિષે અમો તેના જવાબદાર છીએ.” પણ શાહે પોતાની હઠ છોડી નહી અને તે દરબારીઓ સાથે એટલો તો ગુસ્સે થઈ બોલ્યો કે તેઓને ચુપકીદી અખત્યાર કરવાની ફરજ પડી.

હકીમ ગુડણમંડયે બેઠો હતો. તેની આંખે પાટા બાંધેલા હતા અને હાથે જંજીર પહેરાવેલી હતી. તેને મારી નાખવાને માટે જલ્લાદે તરવાર ખેંચેલી હતી.

આ હાલતમાં દુબાન હકીમે શાહને એક વાર ફરીથી કહ્યું કે, “ઓ પાદશહ! તમે નામદારે મને મારી નાખવાને જે હુકમ આપ્યો છે તે જ્યારે તમો પાછો ફેરવતા નથી તો ખેર! પણ હું વિનન્તિ કરી કહુંં છું કે મને થોડો વાર મારે ઘર જવાની રજા આપો કે મારી મૈયતની  ક્રિયાની ગોઠવણ કરૂં, મારા કુટુંબને છેલ્લી વાર ભેટી આવું, કાંઈ ધર્મ દાન કરૂં, અને જે લોકો કેતાબખાનાનો સારો ઉપયોગ કરી શકે એવા હોય તે લોકોને મારી કેતાબો વારસા તરીકે આપી જાવું.

” તે કેતાબમાં એક કેતાબ છે જે તમો નાદાર પાદશાહને હું આપી જવા ઈચ્છું છું. તે એક અમૂલ્ય અને ચમત્કારીક પુસ્તક છે, અને તમારા પુસ્તકખાનામાં ઘણોજ સંભાળથી રાખવા લાયક છે.” તે પાદશાહે પુછ્યું કે “તે કેતાબ એવી તે શું અમૂલ્ય છે કે જેને આટલી મોટી શિફારસથી તું મારા બાદશાહી કેતાબખાનામાં રાખવા લાયક ગણે છે?”

(ક્રમશ)

Similar Posts

  • |

    ગુસ્તાસ્પની બાનુ કએતાયુન

    હવે જ્યારે લોહોરાસ્પ તખતે આવ્ો, ત્યારે તેણે કૌસનાં ખાનદાનના નબીરાઓ, જેઓનો હક બાજુએ મેલી તે ગાદી ઉપર આવ્યો હતો, તેઓ તરફ મેહેરબાની દેખાડવા માંડી. તેણે ધાર્યું કે “ગાદી ઉપર ખરો હક તો તેઓનો હતો, પણ જ્યારે તે હક બાજુ મેળી કએખુશરૂએ મને રાજ આપ્યું છે, ત્યારે મારે કાંઈ નહીં તો તેઓ તરફ, પાદશાહી ખાનદાનના નબીરાઓ…

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    06th June – 12th June, 2020

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. 25મી જૂન સુધી ચંદ્રની દિનદશા ચાલશે તેથી તમારા કામમાં મુશ્કેલી નહીં આવશે. કોઈ સારા સમાચાર મળશે. ઘરવાળાની ડિમાન્ડ પૂરી કરી શકશો. મિત્રોને મળી શકશો. વધારે કમાણી કરી શકશો. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો. શુકનવંતી તા. 06, 07, 11, 12 છે….

  • લોકપ્રિય પૌરાણિક માન્યતાઓ

    (ગયા અંકથી ચાલુ) 1874માં મુંબઈમાં થયેલું રમખાણ: મરહુમ શાપુર દેસાઈએ ‘પારસી પંચાયતના ઈતિહાસમાં’ સ્પષ્ટપણે 1874ના રમખાણો અને મૂળ તેની પડતીનું વર્ણન કર્યુ હતું. રૂસ્તમજી હોરમસજી જાલભોય યુવાન ફ્રીલાન્સર હતા અને અંગ્રેજી સાહિત્યના સારા જાણકાર હતા. તેમણે ગુજરાતી ભાષામાં ‘રીનાઉન્ડ પ્રોફેટ’ કરીને એક પુસ્તક પ્રકાશિત કર્યુ હતું. જેમાં પ્રોફેટ મહોમ્મદ માટે કંઈક નકામો સંદર્ભ લખાયો હતો….

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    05 May, 2018 – 11 May, 2018

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી . ARIES | મેષ: અ.લ.ઈ. 25મી જૂન સુધી ચંદ્રની દિનદશા ચાલશે તેથી તમે તમારા કામની અંદર ફત્તેહના ડંકા વગાડીને રહેશો. નાનામાં નાના કામને અગત્યના કામ સમજી કરશો. તમારો કોન્ફિડન્સ પાવર ખૂબ વધી જશે. મિત્રોના મદદગાર થઈને તેનું દિલ જીતી લેશો. નાણાકીય બાબતમાં વધુ નાણા મેળવવામાં સફળ થશો….

  • એપ્રિલ ફુલ

    કાર સર્વિસમાં આપી હોવાથી થોડા સમય પહેલા મારે એક રિક્ષામાં બેસવાનું થયું. વાતોડિયા રીક્ષા ચાલકે રીઅર-વ્યુ મિરરમાં જોઈને મારી સાથે સંવાદ શરૂ કર્યો, કોવીડના કેસીસ પાછા વધી રહ્યા છે, નહીં? માસ્કની પાછળ ઢંકાયેલા મારા મોઢામાંથી બહુ જ ઠંડો પ્રતિસાદ નીકળ્યો, હા. મેં કરેલી ઉપેક્ષા અને ઈનડિફરન્સની પરવા કર્યા વગર તેણે પોતાની વાત આગળ વધારી, ‘મારી…

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    1 October – 7 October 2022

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. હાલમાં શનિની દિનદશા ચાલુ હોવાથી તમે ચારેબાજુથી પરેશાન થઈ જશો. તમારા ઘરવાળા તમારી વાત માનવા તૈયાર નહીં થાય. ઘરવાળા પાછલ ખર્ચ કરશો તો પણ તમારી કદર નહીં કરે. તમે નોકરી કરતા હશો તો તો સાથે કામ કરનાર પણ તમને સપોર્ટ નહીં કરે….