દીની દોરવણી: સંપુર્ણ જીંદગી ગુજારવા માટે નેક મનશ્ર્ની જરૂરની

હવે સંપુર્ણ જીંદગી, ભલી જીંદગી, નીતિમાન જીંદગી ગુજારવા માટે, ભલી મનશ્ર્નીથી ઉપર જણાવવા મુજબ ત્રણે પ્રકારના સંબંધો જાળવવા જોઈએ અને ત્રણે પ્રકારની ફરજો બજા લાવવી જોઈએ. એ ફરજો શું છે અને કેવા પ્રકારની છે તેની વિગત એક લાંબો વિષય રજુ કરે છે. માટે તેમાં હાલ આપણે દાખલ થઈશું નહિ. પણ એટલું જ કહીશું કે કોઈપણ પ્રકારનો સંબંધ જાળવવા કાજે, કોઈપણ પ્રકારની ફરજ બજા લાવવા માટે નેક મનશ્ર્ની જરૂર છે.  આપણી યશ્તોમાં આપણે વાંચીએ છીએ કે એક ને એક પ્રકારનું ધાર્મિક કામ યા ક્રિયા જ્યારે કોઈ ભલા પાદશાહ પહેલવાનો ભલી નિશ્તાથી, નેક મનશ્ર્નીથી કરે છે ત્યારે તે કામ યા ક્રિયા કરી માગેલી મુરાદ બર આવે છે પણ જ્યારે કોઈ પાદશાહ તે બુરી નિશ્તાથી, નેક મનશ્નીથી કરે છે ત્યારે તે કામ યા ક્રિયા કરી માગેલી મુરાદ બર આવે છે પણ જ્યારે કોઈ પાદશાહ તે બુરી નિશ્તાથી બુરી મનશ્નીથી કરે છે ત્યારે તે મુરાદ બર આવતી નથી.

ભલી મનશ્ની બાબે જનક રાજા અને એક જવાનની વાર્તા

એ ત્રણે પ્રકારની ફરજ, આપણા ધર્મની શીખવણી મુજબ, આપણે હુમત હુખ્ત અને હવર્શ્ત, નેક મનશ્ની, નેક ગવશની અને નેક કુનશની, ભલા વિચાર, ભલા વચન અને ભલાં કામથી બજા લાવવાની છે. આપણા ધર્મની નીતિની શીખવણી મુજબ એ ત્રીકમાં પણ હુમત પહેલી જગ્યા રોકે છે. સર્વ પ્રકારની ફરજો બજા લાવવાનો આધાર હુમત, નેક મનશ્ની યાને ભલા વિચાર ઉપર છે. એક ને એક કામ એક માણસ ભલા વિચારથી આસાનીથી કરે છે, પણ ભુંડા વિચારથી તે કરી શકતો નથી. એની એક બોધકારક વાર્તા આપણને જનક રાજની અને તેની આગલ બોધ લેવા જનાર એક જવાનની મલે છે.

કહે છે કે એક જવાન ભલી જીંદગી માટેનો અને ખુદાતાલાને પોહંચવા માટેનો માર્ગ જાણવા જનક રાજા, જે એક સાધુ સમાન નેક પરહેજગાર ભલો રાજા ગણાતો હતો, તેની આગળ ગયો. તે રાજાએ તેને એક વખત પોતાને ત્યાં બોલાવ્યો અને બન્ને એક ઓરડામાં બેઠા. કહે છે કે જનકે પેલા જવાનના દેખતાં એક કોથડીમાંથી 100 સિક્કા કાહાડ્યા અને તેની નજર હજુર તે ગણ્યા, પછી પેલો જવાન જાણે નહિ તેમ તેણે તેમાંથી બે-ત્રણ સિક્કા કાહડી લીધા અને કામને બહાને ઉઠી બાહર ગયો. પાછો આવી તેણે તે જવાન હજુર પેલા સિક્કા પાછા ગણ્યા, અને તેમાંથી બે-ત્રણ ઓછા થયા હતા, તે બાબે તે જવાન ઉપર આળ મુક્યું કે તેણે તે ચોર્યા હતા. પેલા જવાને પોતાનું નિર્દોષપણું જાહેર કીધું પણ જનકે કહ્યું કે, “હું ઓરડામાંથી બાહર ગયો ત્યારે તું એકલો જ અહીં હતો. બીજું કોઈ હતું નહિ, અને ઓરડામાં કોઈ આવ્યું પણ હતું નહિ. માટે તારા સિવાય બીજું કોણ ચોરી કરે? પેલો જવાન ઘણો ગભરાયો અને પુછવા લાગ્યો કે “મારૂં નિર્દોષપણું હું તને કેમ સાબેત કરી આપું?” જનકે કહ્યું કે  “પેલા સામે આવેલા પાણીના ચશ્મા આગળ જા અને તેમાં હાથ બોરી ખોભલામાં પાણી ભરીને લાવ. જો કાંઈપણ પાણી ઘોડવા વગર તું ખોભલામાં પાણી લાવશે તો હું માનીશ કે તું બિગુનાહ છે.” પેલા જવાને તેમ કર્યું. પોતાનું નિર્દોષપણું દેખાડવા કાજે મનમાં ભલો વિચાર રાખી તે ખુદાનું નામ દઈ પાણીના ચશ્મા આગળ ગયો અને ખોભલામાં પાણી લીધું અને તેમાંથી એક ટીપું પણ ધોર્યા વગર તે જનક રાજા આગળ લઈ ગયો. જનકે કહ્યું કે હવે હું માનું છું કે તું બીગુનાહ છે.” હવે તે જવાન મનમાં ચીરડાવા લાગો કે જનકે વગર તપાસવે તેના ઉપર પેહલે ચોરીનો વાંક મેલ્યો અને થોડો વખત તેને ઘણા ગભરાટમાં નાખ્યો. તે ઉપરથી તેણે જનકને તેની એવી વર્તણુંક માટે શ્રાપ દેવા માગ્યા. તેણે શ્રાપ દેવાની શક્તિ અખત્યાર કરવા માગી કે તેથી તે ફતેહમંદ રીતે જનકને શ્રાપ દઈ શકે. તેણે તેવી શક્તિ અખત્યાર કરવા માટે જનકને પુછ્યું. જનકે કહ્યું કે, “તું પાછો પેલા ચશ્મા આગળ જા અને ખોભલામાં પાણી, તે ધોરાય નહિ એવી રીતે લાવ. જો તું તેમ લાવશે તો તારામાં શ્રામ દેવાની શક્તિ આવશે. પેલો જવાન પેલા ચશ્મા આગળ ગયો અને આગલ માફક ખોભલામાં પાણી લીધું. પણ તે રહ્યું નહિ. અને ધોલાઈ જવા લાગું. તેણે ફરીથી કોશેશ કીધી, પણ નિષ્ફળ નીવડ્યો. ત્રણ ચાર વખત કોશેશ કરતાં નિષ્ફળ નીવડ્યો ત્યારે જનક આગલ આવી કહેવા લાગ્યો કે “ખોભલામાં પાણી રહેતું નથી.” ત્યારે જનકે તેને આ બાબત ઉપરથી ભલું થવા માટે ઘડો આપ્યો અને કહ્યું કે. “સર્વ આધાર નેક નૈયત ઉપર ભલા વિચાર ઉપર છે.” તે છોકરાની પેહેલી વખતે નિષ્ઠા સારી હતી, તેની નૈયત નેક હતી. તેથી તે ખોભલામાં પાણી ઝીલી રાખવામાં ફતેહમંદ નિવડ્યો હતો. પણ બીજી વખતે તેણે બુરી નૈયત રાખી હતી.જનકને સજા કરવા કાજે તેને શ્રાપ દેવા માટે શક્તિ માગી હતી. તેથી તે ફતેહ પામ્યો નહિ. એકને એક જ કામ એક વખતે ભલી નૈયત, નેક મનશ્નીને લીધે ફતેહમંદ નીવડ્યું, પણ બીજી વખત નિષ્ફળ નિવડ્યું.

(ક્રમશ)

Similar Posts

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    13th June – 19th June, 2020

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. 25મી જૂન સુધી ચંદ્રની દિનદશા ચાલશે. તમારા દરેક કામમાં સફળતા મળશે. બીજાના મદદગાર થશો. ભવિષ્યમાં ફાયદો થાય તેવા પ્લાન બનાવશો. નાણાકીય બાબતમાં સારા સારી રહેશે. સારા સમાચાર મળવાના ચાન્સ છે. રોજના કામ ખુશીથી કરશો. દરરોજ 34મુ નામ  ‘યા બેસ્તરના’ 101વાર ભણજો. શુકનવંતી …

  • ભય: કોવિડ-19 કરતા વધારે ઘાતક છે

    આપણે એક રોગચાળાની વચ્ચે છીએ, જેમાં શહેરો નહીં પણ સમગ્ર દેશ બંધ છે. કેટલાક એવા વિસ્તારોમાં રહે છે કે જે કોરોનાવાયરસથી પ્રભાવિત છે અને તેને રેડ ઝોન જાહેર કરવામાં આવ્યું છે, તો બીજાઓ આગળ શું થશે તેના ડરથી જીવે છે. મોટાભાગના લોકો માટે, આ રોગચાળાની આસપાસની અનિશ્ચિતતાને નિયંત્રિત કરવી સૌથી મુશ્કેલ છે જો કુટુંબનો સભ્ય…

  • પ્રો. રૂમી મિસ્ત્રીને ભાવભીની શ્રધ્ધાંજલિ

    પ્રો. રૂમી મિસ્ત્રી એ બરોડા યુનિવર્સિટીના સિનિયર સભ્ય હતા, જે એન્જિનિયરિંગ (ટેક્સટાઇલ) અને ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે વિશેષતા ધરાવતા ક્ષેત્ર સાથે હતા. પરઝોરના પ્રથમ સમર્થકોમાંના એક, દેશ અને સમુદાય માટે તેમનું કાર્ય નોંધપાત્ર રહ્યું છે. તેઓ બરોડા પારસી પંચાયતની ચૂંટણી સમિતિના અધ્યક્ષ હતા. ભારતના પારસી ઝોરાસ્ટ્રિયન અંજુમનસ ફેડરેશન સાથેના તેમના કાર્યથી સમુદાયના આ લીડરોના મુખ્ય જૂથને…

  • આનંદ હર્ષોલ્લાસ અને પતંગનો તહેવાર મકર સંક્રાંતિ

    મકરસંક્રાતિ એ ભારતનો કૃષક તહેવાર છે. સૂર્ય એક રાશિમાંથી બીજી રાશિમાં સ્થાનાંતર કરે તેને સંક્રાતિ કહે છે. આ પ્રમાણે વર્ષમાં કુલ બાર સંક્રાતિઓ થાય છે. પરંતુ સૂર્ય ધનુ રાશિમાંથી મકર રાશિમાં સ્થાનાંતર કરે છે. ત્યારે ઉત્તરાયણ શ‚ થાય છે કારણ કે આ સમયે પૃથ્વી આજુબાજુની પોતાની પરિભ્રમણ દિશામાં પણ પરિવર્તન કરી થોડોક ઉત્તર દિશા તરફ…

  • કાસની રાણી સોદાબે

    તે અમારી આગળ આવતો જતો રહે તો સારૂં. કૌસે કહ્યું કે શું કહે છે તે બરાબર છે તું તેને 100 માતાની પ્રિતથી બેટા તરીકે ચાહે છે. સ્યાવક્ષે કહ્યું કે મારે બાનુઓની સંગત કરતાં દાનવો અને કાબેલ સરદારોની વધારે સંગત શોધવી જોઈએ કારણ તે મને રાજકારોબારમાં વધારે કામ આવે. બાનુઓનું સંગતમાં હું શું શિખવાનો છું? તે…

  • ભારતમાં પારસીઓનું આગમન

    સંજાણ ડે દર વર્ષે સમુદાય દ્વારા ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે, આપણાં સમુદાયના ઐતિહાસિક મૂળને યાદ કરવા માટે, પરંતુ વધુ મહત્ત્વની વાત એ છે કે, ભારત પ્રત્યેની આપણી વફાદારી અને કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે. પ્રારંભિક પારસીઓના ભારતમાં આગમન વિશે બહુ ઓછું જાણીતું અથવા દસ્તાવેજીકૃત છે. સૌથી જૂનો રેકોર્ડ 1599 એ.સી.માં લખાયેલ કિસ્સે-સંજાણ છે….