કોઈના વિશે જજમેન્ટ લેતા પહેલા સો વાર વિચારો 

એક સંત વહેલી સવારે દરિયાકાંઠે ફરવા માટે નિકળ્યા.

સંતે એક પુરૂષને એક સ્ત્રીના ખોળામાં માથું નાખીને સુતેલો જોયો. બાજુમાં જ એક દારુની ખાલી બોટલ પણ પડી હતી. સંત ખુબ દુ:ખી થયા. એ વિચારવા લાગ્યા કે આ માણસ પણ કેવો કામાંધ છે. સવારના પહોરમાં દારુ પી ને સ્ત્રીના ખોળામાં માથુ મુકીને પ્રેમાલાપ કરે છે.

થોડીવારમાં સમુદ્રમાંથી બચાવો બચાવો ની બુમો સંભળાઇ. સંતે જોયુ કે એક માણસ દરિયામાં ડુબી રહ્યો છે.

પણ પોતાને તો તરતા આવડતું નહોતું એટલે એ જોવા સિવાય બીજુ કંઇ જ કરી શકે તેમ નહોતા.

સ્ત્રીના ખોળામાં માથુ મુકીને સુતેલો પેલો પુરૂષ ઉભો થયો અને ડુબતા માણસને બચાવવા એ સમુદ્રમાં કુદી પડ્યો.

થોડીવારમાં તો એ પેલા માણસને બચાવીને સમુદ્રકિનારે લઇ આવ્યો.

સંત વિચારમાં પડી ગયા કે આ માણસને સારો ગણવો કે ખરાબ?

એ પેલા પુરૂષ પાસે ગયા અને પુછયુ: ભાઇ તું કોણ છે અને અહીં શું કરે છે?

પેલા પુરૂષે જવાબ આપ્યો કે હું એક ખારવો છુ અને માછીમારીનો ધંધો કરૂ છુ. આજે ઘણા દિવસો પછી સમુદ્રની સફર કરીને વહેલી સવારે અહીંયા પહોંચ્યો છું.

મારી માં મને લેવા માટે સામે આવી હતી અને સાથે ઘેર બીજુ કોઇ ખાસ વાસણ ન હોવાથી આ દારુની બોટલમાં પાણી ભરીને લાવી હતી.

ઘણા દિવસની મુસાફરીનો ખુબ થાક હતો અને સવારનું આ સુંદર વાતાવરણ હતું એટલે પાણી પી ને મારી માં ના ખોળામાં માથું રાખીને થાક ઉતારવા અહિંયા જ સુઇ ગયો.

સંતની આંખમાં આંસુ આવી ગયા કે હું પણ કેવો માણસ છું જે કંઇ જોયુ એ બાબતમાં કેવા ખોટા વિચારો કરવા લાગ્યો જ્યારે હકીકત કંઇક જુદી જ હતી!

કોઇપણ ઘટના માત્ર આપણને દેખાય એવી જ ન હોય, એની એક બીજી બાજુ પણ હોય.

Similar Posts

  • The Earth And Prayer

    [otw_shortcode_info_box border_style=”bordered” background_color=”#c2b3c2″ css_class=”boxed”]Daisy P. Navdar is a teacher by profession and a firm believer in the efficacy of our Manthravani. She is focused on ensuring that the deep significance of our prayers is realized by our youth. She credits her learnings and insights, shared in her articles, to all Zoroastrian priests and scholars whose…

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    10 July – 16 July, 2021

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. મંગળની દિનદશા ચાલુ હોવાથી તમે સ્વભાવમાં ખુબ ચિડીયા થઈ ગયેલા હશો. નાની બાબતમાં ગુસ્સો આવશે. તમારા દુશ્મનો તમને ખોટા પાડશે. તમારી આવક કરતા ખર્ચ વધુ થતા પરેશાન થશો. મંગળને કારણે ભાઈ બહેન વચ્ચે મતભેદ પડશે. વાહન સંભાળીને ચલાવજો એકિસડન્ટ થવાના ચાન્સ છે….

  • હસો મારી સાથે

    જુની કહેવત: મા તે મા બીજા બધા વગડા ના વા. નવી કહેવત: પત્ની એ પત્ની અને બીજી બધી સ્વાદીષ્ટ ચટણી. *** પતિ: ભગવાન બુધ્ધિ આપતા હતા ત્યારે તું કયાં ગઈ હતી? પત્ની: હું તમારી સાથે ફેરા ફરતી હતી. *** રાતના બાર વાગે રસ્તે જઈ રહેલા માણસને પોલીસે પકડીને કીધું: ચાલ પોલીસ સ્ટેશન. માણસ: પણ મેં…

  • Tata Sons To Construct iPhone Parts In New Manufacturing Plant In TN

    Having taken up the task to ensure that India becomes Apple’s new manufacturing powerhouse for iPhones, Tata Sons is planning to setup a mobile phone and component manufacturing plant in Tamil Nadu to make iPhone parts and is seeking up to $1 billion through overseas loans for the same, as per news sources. This plan…

  • શિરીન

    ‘શું બોલ્યો?’ ને બીજી ઘડીએ તો ફિરોઝ ફ્રેઝર એક વાઘની અદાએછ સામ તલાટીના આંગ પર ધસી જઈ તેને ગળચીમાંથી પકડી લીધો, કે પોતાનાં જાન માટે તરફળિયાં મારતો તે જેમ તેમ દમ ભરતો બોલી પડયો. ‘મને…મને છોડ, ને ફિરોઝ ફ્રેઝર હું…હું તને બધી ખરી વાત જણાવીશ.’ ‘તું બોલેબોલ જૂઠો હોવાથી મને તારી વિગત જાણવીજ પથી, સામ…

  • And I Choose Joy Above All Else!

    [otw_shortcode_info_box border_style=”bordered” background_color=”#e8e8e8″] Veera is a published Author (‘Endured’ and ‘#LoveBitesLifeHacks’) and Columnist; a passionate Educator and Counsellor; Poet and Philosopher… but most of all, a lover of all things literary. [/otw_shortcode_info_box] It’s astonishing how little we credit Joy! Joy is a state of mind. It’s neither temperamental nor conditional like happiness can be. The…