નેમાઝ-ઓ-અશો ફરોહર (મુકતાદનો નમસ્કાર)

આ ટૂંકી પ્રાર્થના આપણાથી દૂર ગયેલા આપણા વહાલા ફ્રવશીઓ માટેની આ પ્રાર્થના છે જે મુકતાદ નજીક આવતા પહેલા ભણવી જોઈએ:

Muktad No Namaskar:
As hama gunah
patet pashemanum;
Ashaunam vanguhish
surao spentao
Fravashayo yazamaide!
Ashaone Ashem Vohu
(Recite thrice)
Ahmai Raescha, Hazanghrem,
Jasa me avanghe
Mazda, Kerfeh Mozd.

કિશ્ર્ચિયનો લોકો ‘સોલ ડે’ અને હિન્દુઓ શ્રાધ્ધની ક્રિયા કરે છે તેમ આપણે મુકતાદ કરીએ છીએ. મુકતાદ એ આપણા બધા જરથોસ્તીઓનો વર્ષનો સૌથી મહત્વનો આધ્યાત્મિક સમયગાળો છે. આ સમય દરમિયાન, આપણે આપણા વહાલાઓ માટે પ્રાર્થના મોકલીએ છીએ અને આગામી નવા વર્ષ માટે તેમના આશીર્વાદ માંગીએ છીએ. અગિયારીમાં ઝગઝગતા વાઝ, ગુલાબ, ડેફોડિલ્સ, લીલીઓ અને ગુલછડીના સુગંધથી અગિયારીનું વાતાવરણ પ્રફુલ્લિત થઈ જાય છે ચંદન આતશ સાથે ભળી જતા વાતાવરણને આદરથી ભરી દે છે.
આપણા સૌથી કૃપાળુ મોબેદો વર્ષના આ સમયે તેમની અમૂલ્ય સેવા પ્રભાત થતાની સાથેજ પ્રદાન કરે છે. આ બધુ તેમના અમુલ્ય મંત્ર અને શાસ્ત્રો વગર અધુરૂં હોય છે. ખરેખર, તેઓ એક વાહક છે જેના દ્વારા આપણે આપણા નજીકના અને પ્રિયજનોની પવિત્ર આત્માઓ સુધી પહોંચી શકીએ છીએ. આ સમય દરમ્યાન અગિયારીમાં યુવાનો સ્વૈછિક સેવા આપતા હોવાથી અગિયારીમાં ઘણીજ હલચલ જોવા મળે છે. ત્યાં સમર્પિત કામદારોનું જાણે એક સૈન્ય જોવા મળે છે જે પૃષ્ઠભૂમિમાં કાર્ય કરે છે, તેઓ વાઝ સાફ કરે છે, ફૂલો અને ફળોને ચોખ્ખા પાણીથી ધોઈ નાખે છે, મલીદો બનાવે છે. અગિયારીને ચોખ્ખી કરે છે. અને ખાતરી કરે છે કે ચાસની ભરવા થેલીઓની કમી નહીં થાય! આપણે ખરેખર આપણા ચાસનીવાલાઓના ઋણી છીએ.
કૃપા પ્રાપ્ત કરવા અને પ્રાર્થના કરવાની સાથે, આપણે આપણા જોડાણની ભાવના પણ જોઈએ છીએ. સમુદાયની લાગણી જે થોડા સમય માટે પણ સવારના સમયે આપણે બધાને સાથે લાવે છે. હું આપણા સમુદાયના યુવાનોને નમ્રતાપૂર્વક વિનંતી કરૂં છું કે તેઓ તેમની નજીકની કોઈપણ અગિયારીમાંતેમની સ્વૈચ્છિક સેવા આપે. આપણે પણ, સૌથી વધુ ચોક્કસપણે મુક્તાદના બધા દિવસોમાં અગિયારીની મુલાકાત લેવી જોઈએ. મારાી અંત:કરણની પ્રાર્થના છે કે આ પૃથ્વી પરના તમામ માણસોને વોહુ મનો – સારા મન – પ્રાપ્ત થાય, અને હું આ વરદાન આપવા માટે આપણા પવિત્ર આત્માઓનો આશીર્વાદ માંગું છું.

Similar Posts

  • Parkinsons And Parsis

    Parkinson’s is the second most common neurodegenerative disease affecting 1% of the world’s population, over the age of 55, and is a common condition enslaving a huge number of people in our community. A research conducted in Mumbai revealed that a good number of Parsis are affected with Parkinson’s. Sadly, Parkinson’s is a progressive neurodegenerative…

  • શાહજાદો અને ઘોડો બન્ને ગુમ!

    હિન્દીવાને આ વાત તુરત જ કબૂલ કરી. તેણે શાહજાદાને દેખાડયું કે ઘોડા ઉપર બેસી અમુક કલ દાબ્યાથી ઉડાય છે. હજી તો પેલા કરામતી ઘોડાનો માલેક બીજી કલો બતાવે અને ઘોડાને કેમ દોરવવો તેની સર્વે હકીકત સમજાવે તે પહેલાંજ, શાહજાદો એટલો તો અધીરો થઈ ગયો કે તે ઘોડા ઉપર ઠેકડો મારી ચઢી બેઠો. તેણે પાવડામાં પગ…

  • સારૂં મન કરૂણા લાવે છે

    આપણી માનવીય કરૂણા આપણને એકબીજા સાથે જોડે છે – દયા કે આશ્રયથી નહીં, પણ માનવ તરીકે, આપણે સામાન્ય વેદનાને ભવિષ્યની આશામાં કેવી રીતે ફેરવવી તે શીખી લીધું છે. – નેલ્સન મંડેલા કાયમ માટે, વિશ્વ પૂર્વ-કોવિડ અને પોસ્ટ-કોવિડ સમયમાં વિભાજિત થશે. માનવ જોડાણ માનવ વિવેક સાથે જોડાયેલું છે. આજે, આપણે પ્રિયજનોને મળવા અસમર્થ છીએ જેમ કે…

  • હસો મારી સાથે

    બકો: ડોક્ટર સાહેબ, તમે એકવાર કીધું ને તે દિ’થી આપણે છાંટોપાણી સાવ બંધ કરી દીધાં છે, બસ કોઈ આગ્રહ કરે ત્યારે જ પીઉં છું…. ડોક્ટર: વેરી ગુડ. આ તમારી સાથેના ભાઈ કોણ છે? બકો: આગ્રહ કરવા હાટું માણસ રાયખો છે. *** એક સસલું પોતાના જીવન કાળમાં ખૂબ દોડે છે, કુદે છે મસ્તી કરે છે છતાં…

  • From the Editors Desk

    It’s Not The Gun, It’s The Hand That Holds It… Dear Readers, As if most of us weren’t already over-dosing on various Social Media and Messaging Platforms (SMMPs), these digital services have assumed an even greater significance since the outbreak of the pandemic. And with good reason…  these cater to one of our most innate…