બનાજી આતશબહેરામની 175મી શુભ સાલગ્રેહની ઉજવણી

ઠાકુરદ્વાર મધે આવેલ કાવસજી બાયરામજી આતશબહેરામ જે ખાસ બનાજી આતશબહેરામના નામે ઓળખાય છે તેની 175મી શુભ સાલગ્રેહની ઉજવણી સરોશ રોજ, માહ ખોરદાદને 1લી નવેમ્બર, 2019ને દિને કરવામાં આવી હતી. આ શુભ દિવસની શરૂઆત સવારે 9.00 કલાકે આતશબહેરામ ખાતે જશન સમારોહ સાથે થઈ હતી, જેમાં બસો જેટલા હમદિન હાજર રહ્યા હતા. જશન પછી હમબંદગી કવામાં આવી હતી. અને ત્યારબાદ ચાશ્નીનું વિતરણ થયું હતું. આ કાર્યક્રમના આકર્ષણ હતા સમુદાયના સૌથી પ્રખ્યાત વડા દસ્તુરજી ફિરોઝ કોટવાલ અને મહેરજી રાણા. આખા દિવસ દરમિયાન, એક હજારથી વધુ લોકોએ આતશબહેમની મુલાકાત લીધી હતી. સુંદર ચોક અને રંગોલી આતશબહેરામના પ્રવેશદ્વારને શણગારતા હતા. આખું પરિસર ભવ્ય ફૂલોની સજાવટ અને માળાઓથી જીવંત બની ગયું હતું.
બનાજી આતશબહેરામ જેની સ્થાપના 13 ડિસેમ્બર 1845માં થઈ હતી. જે સૌથી જૂનુ આતશબહેરામ છે અને સોમવારે હમબંદગી માટે મોટી સંખ્યામાં હમદીનો પધારે છે. આ આતશબહેરામ ફ્રામજી કાવસજી બનાજી દ્વારા બનાવવામાં આવ્યું હતું જે એક વેપારી હતા. તે શહેનશાહી પારસી કુટુંબ સાથે જોડાયેલા હોવા છતાં, તેમણે એક કદમી આતશબહેરામ બનાવ્યું હતું. જેમાં બધા પારસીઓ જે સંપ્રદાયોના છે તે ધ્યાનમાં લીધા વિના, અહીં પ્રાર્થના કરવા માટે આવે છે. સુરતથી ફ્રામજી કાવસજી બનાજી પરોપકાર માટે જાણીતા હતા. તેમણે ધોભીતળાવ ખાતે પીવાના પાણીનો પ્યાઉ બનાવ્યો હતો. ડુંગરવાડીમાં દખ્મા બાંધ્યા હતા, પવઈ એસ્ટેટમાં લીઝ ધારક હતા. અન્ય સખાવતી સંસ્થાઓ ઉપરાંત વિક્રોલી સ્ટેશન પણ બનાવ્યું હતું. તેમના મહાન દાદાએ ફોર્ટમાં બનાજી લીમજી અગિયારી બનાવી હતી, અને તે પ્રથમ પારસી પંચાયતના અધ્યક્ષ પણ હતા. ભારતના આઠ આતશબહેરામમાંથી, ચાર મુંબઇમાં આવેલા છે, જેમાં ફણસવાડી ખાતેનું દાદીસેત આતશબહેરામ જે શહેરમાં સૌથી પ્રાચીન છે, જેની સ્થાપના 1783માં થઈ હતી.

Similar Posts

  • Happy Woman’s Day!

    [otw_shortcode_info_box border_type=”border-top-bottom” border_style=”bordered” border_color=”#020e7a” css_class=”a”] Veera is a published Author (‘Endured’ and ‘#LoveBitesLifeHacks’) and Columnist; a passionate Educator and Counsellor; Poet and Philosopher… but most of all, a lover of all things literary. [/otw_shortcode_info_box] . Ah yes! Every year March 8th is celebrated as International Woman’s Day, solely dedicated to the more or less 3.82…

  • Cyrus The (Not So) Great!

    [otw_shortcode_info_box border_style=”bordered” css_class=”boxed”] Aapro Cyrus Broacha, the Brand Ambassador of Humour, has us in splits as he unleashes his hilarious take on the bawaji’s tryst with the Corona Virus, in our Jamshedi Navroz Special, with his monthly, blockbuster exclusive column in PT – ‘Cyrus The (Not So) Great!’ [/otw_shortcode_info_box] Yesterday, my friend’s Rottweiler’s brother’s owner,…

  • શિરીન

    તે પહેલા વારસ પછી બીજા ચારે પણ તે કાસલમાં જ જન્મ લઈ લીધા ને તે તોફાની બારકસોથી તે મકાન ગાજીવાજી ઉઠતું. હાલમાં મોટો જાંગુ સત્તરનો, પછીની ડેઝી સોલની, વીકી તેરનો, ફ્રેની અગિયારની અને નાનો રૂસી નવનો હતો. એ સર્વમાં શિરીનનો માનીતો વીકી હતો. પોતાના મમાવા જેવોજ જાહેજ ને તોફાથી હોવાથી તે માતાને એમજ લાગી આવતું…

  • Letters To The Editor

    Trustees Please Realize Your Responsibility We are a community greatly revered and respected for the values and virtues we practice. Today the trend is reversed to an extent that the community is not trusting its own Trustees, in fact the trustees themselves do not trust each other, blatantly alleging each other with serious accusations. It…

  • -ગામડિયા બોયઝ હોસ્ટેલ- પાછા આપવાનો આનંદ!

    ગામડિયા બોયઝ હોસ્ટેલ એ મુંબઈમાં ગામડિયા કોલોની, તારદેવ વિસ્તારમાં આવેલી પારસી વિદ્યાર્થીઓની છાત્રાલય છે, જેની માલિકી, સંચાલન બોમ્બે પારસી પંચાયત દ્વારા કરવામાં આવે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં, હોસ્ટેલના કેટલાક ભૂતપૂર્વ રહેવાસીઓ તેના નવીનીકરણમાં ફાળો આપવા આગળ આવ્યા હતા – જેમાં હોસ્ટેલના પેઇન્ટિંગ અને નવીનીકરણના કામનો સમાવેશ થાય છે, ઉપરાંત જાલ સેથના, મરઝી કેરાવાલા અને કેરસી…