બેડ રિડન બહેન સાથે કરેલ છેતરપીંડી માટે ફિઝીયોથેરાપિસ્ટ વિરુદ્ધ એફઆઈઆરની નોંધણી

મુંબઈ સ્થિત થ્રિટી પીઠાવાલાના મૃત્યુના દોઢ વર્ષ પછી તેમની બહેન સિલુ ભગવાગરે ફિઝિયોથેરેપીસ્ટ ડો. ડી. ખાન જે તેમની બહેન થ્રિટી પીઠાવાલાની ટ્રીટમેન્ટ કરતા હતા ત્યારે તેમણે દાગીના અને ફન્ડ રિલેટેડ ડ્રોકયુમેન્ટ જે 1.13 કરોડ જેટલા હતા તે ચોર્યા છે તેવી એફઆયઆર 77 વર્ષના સિલુ ભગવાગરે ગામદેવી પોલીસ ખાતે કરી હતી.
સિલુએ નોંધાવેલી એફઆઈઆર મુજબ, પતિના મૃત્યુ પછી, થ્રિટી 1988 થી તેના મહાલક્ષ્મી નિવાસસ્થાન પર રહેતા હતા તેઓ 2016માં પડી જવા પછી સર્જરી કરાવી હતી. તે સરખી રીતે ચાલી શકતા નહોતા અને તેમની તબિયત વધુ ખરાબ થતા ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં આરોપી ફિઝીયોથેરાપિસ્ટ દ્વારા તેમને સારવાર મળી હતી. બાદમાં, આરોપી ફિઝીયોથેરાપીસ્ટે તેમને ઘરે વીઝીટ આપવા માટે જણાવ્યું. સારવાર દરમ્યાન મે, 2018માં, થ્રીટી બાથરૂમમાં પડી જતા તા. 4થી જૂન, 2018ના રોજ હોસ્પિટલમાં તેમનું નિધન થયું હતું.
પોતાની ફરિયાદમાં, ભગવારે આરોપ લગાવ્યો હતો કે તેણીના બહેનનાં ઘરની મુલાકાત લેતાં ઘણી કિંમતી વસ્તુઓ ગુમ થઈ હતી. ભગવાગરે દાવો કર્યો હતો કે ફિઝીયોથેરાપિસ્ટ ડો. ડી. ખાન નિયમિતપણે તેમની બહેનના ઘરની મુલાકાત લેતા હતા અને તેમનો વિશ્ર્વાસ મેળવી મહત્વપૂર્ણ દસ્તાવેજો અને ઝવેરાતની ચોરી કરી હતી તથા ડી. ખાને તેમની બહેનના એટીએમ કાર્ડનો ઉપયોગ પણ કર્યો હતો.
થ્રીટી પીથાવાલા વીપી અને બોમ્બે ચેપ્ટર ઓફ ધ ઓહારા સ્કુલ, (ફ્લોરલ એરેન્જમેન્ટની જાપાની કળા) ઈકેબાનના વીપી અને સ્થાપક સભ્ય હતા. જાપાનની ઓહારા સ્કૂલમાંથી ગ્રાન્ડમાસ્ટરનો ખિતાબ મેળવનાર તે કેટલાક મુંબઇકરોમાંના એક હતા.
– મુંબઈ મીરરના સૌજન્યથી

Similar Posts

  • |

    ભારતના બંધારણમાં પારસીનું યોગદાન

    15 ઓગસ્ટ, 1947ના રોજ ભારતની આઝાદી પછી કોંગ્રેસની આગેવાની હેઠળની નવી ભારત સરકારે ડો. બી. આર. આંબેડકરને દેશના પ્રથમ કાયદા મંત્રી તરીકે સેવા આપવા આમંત્રણ આપ્યું. ત્યાર બાદ તરત જ 29 ઓગસ્ટ, 1947ના રોજ તેમને બંધારણ મુસદ્દા સમિતિના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા અને એસેમ્બલી દ્વારા તેમને ભારતનું નવું બંધારણ લખવાનું સોંપવામાં આવ્યું. પરંતુ, આપણે…

  • કર્મના નિયમો

    શ્રીમોટા આ યુગના એક મહાન સંત થઇ ગયા. શ્રીમોટા કોઈને જાણ ન થાય એ રીતે પોતાની સાધના કરતાં હતા. તે આમ તો હરિજન સેવાનું કામ પણ કરતાં હતા. એમાં જરાયે કચાશ આવવા દેતા ન હતા. દર વરસે એક મહિનો શ્રીમોટા રજા લેતા.  શ્રીમોટા કોઈ એકાંત સ્થળે એકલા જતા. ત્યાં ગુરુ મહારાજના આદેશ પ્રમાણે સાધના કરતાં….

  • Chomp & Cheers Presents Chef Delzad

    [otw_shortcode_info_box border_style=”bordered” css_class=”boxed”] Delzad K Avari is a Le Cordon Bleu, London Alumni. His love for cooking was evident from a very young age. Having completed the Grand Diploma in cuisine and patisserie from the London campus, post his Hotel Management degree from Mumbai’s Sophia Polytechnic. His expertise has been honed with rich and varied…