|

મીનો અશીશવંઘ બેરેસાદ

મીનો અશીશવંઘ બાનુ પાક દાદર અહુરા મઝદાની વહાલી પુત્રી છે. ધાર્મિક સાદ્રશ્યની દ્રષ્ટિએ, હિન્દુ દર્શનના સંદર્ભમાં, તે ભગવાન વિષ્ણુના રાજવી પત્ની મા લક્ષ્મીની સાથે સરખામણી કરી શકીએ પરંતુ મીનો અશીશવંઘ બાનુ જે ફકત સંપત્તિના દેવી નથી. મીનો અશીશવંઘ બાનુને પ્રાર્થના કરતી વખતે, આપણે સંપત્તિની માંગણી ન કરવી જોઈએ પરંતુ આપણે ફક્ત આપણી જરૂરિયાતો જણાવવી જોઈએ. મીનો અશીશવંઘ બાનુ આપણે જેટલા લાયક છીએ તેટલું જ આપણને વરદાન
આપે છે.
અશીશવંઘ યશ્તમાં તેમને આ રીતે કહેવામાં આવે છે, ‘અમે અશીની ભક્તિ કરીએ છીએ, જે ચમકદાર, ઉંચા, ઉંચા સ્થાને બીરાજેલા, કલ્યાણકારી, ઉપચારકર્તા અને શક્તિશાળી છે.’ મીનો અશીશવંઘ તેમના આહવાન કરનારાઓને દિવ્ય કૃપા આપે છે. તે તેમના કોષો, તીજોરીઓને સોનાથી ભરે છે અને તેમને બક્ષીસ આપી આશીર્વાદ આપે છે. અહીં એક ટૂંકી પ્રાર્થના છે જે અશીશવંઘ પરથી ઉતરી છે જે હું આજે તમારી સાથે શેર કરૂં છું:

“Baname Yazade Bakshayande Bakshayazgare Meherbaan Ashaom Ahura Mazda Ya Mino arshashang berasad, Ya dudhadharem ahuremazdao khangrem ameshanam spentanam ya merezyu manao anku payesa manao fra gaoshavar, Sisip mana chathru karna minucha zaranyo payesa utamam upang hacha hi vouru saredha amavaiti apama ma apa daidhya fra ma mu aivi-urva aesyang gravuha marzdikem ashish berezaiti hu dhata ahi hu chithra vastha ahi kshayamna tanuye kherenange daite ashi stree re da ni dhaite ma avi asmanem rashusa ma avi zam ni ru vise ithame tum ham charangooha antare aredhem namane stree ra he kshathro keretahe ya jasame avanghahe ashis vanguhi ya berezaiti yazamaide.”

પ્રિય વાચકો, આવી ટૂંકી પ્રાર્થનાઓ જે હું નિયમિતપણે તમારી પાસે રજૂ કરૂં છું. જેની હમેશા મનથી ભાવનાત્મક રીતે મનન કરવી જરૂરી છે. પ્રાર્થનાઓ ટૂંકી છે પરંતુ તે માટે કોઈ પણ ગેર માર્ગ કે શોર્ટકટ અપનાવો નહીં. કોઈ ટૂંકા માર્ગથી આપણે શાંતિ, સંપત્તિ, સમૃદ્ધિ અથવા સારૂં સ્વાસ્થ્ય પ્રાપ્ત કરી શકતા નથી. પરંતુ આપણને યોગ્ય પ્રયત્નો કરવાની જરૂર છે અને પછી દૈવી આશીર્વાદો માંગવા જોઈએ. આપણે આગળના લેખમાં દૈવી આશીર્વાદો વિશે વધુ ચર્ચા કરીશું.
– ડેઝી પી. નવદાર

Similar Posts

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    3 December – 9 December 2022

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. 25મી ડિસેમ્બર સુધી ગુરૂની દિનદશા ચાલશે. તમે જાણતા નહીં હોય તેવી વ્યક્તિ તમને સાથ આપવા તૈયાર થઈ જશે. નાણાકીય બાબતમાં સારા સારી હોય તો થોડું ઈનવેસ્ટમેન્ટ અવશ્ય કરજો. ધર્મના કામ કરવાથી મનને શાંતિ મળશે. દરરોજ ભુલ્યા વગર ‘સરોશ યશ્ત’ ભણજો. શુકનવંતી તા….

  • Letters to the Editor

    Excellent Column Initiatives By PT ‘Sharpen Your Edge’ by Dr. Adil Malia in PT dated 16th November, immediately caught my attention and I was glad to read with great interest, such practical insights. I agree with him on Relationships and Networking. It truly helps not only to get the work done but also create a strong…

  • મહેર મહીનો – મહેર રોજ મુબારક! મહેર દાવર-દૈવી ન્યાયાધીશ

    ઝોરાસ્ટ્રિયન કેલેન્ડરમાં વર્ષમાં બાર મહિનાઓનો સમાવેશ થાય છે જેમાં દર મહિને બરાબર ત્રીસ રોજ (દિવસ) હોય છે અને આમ ત્રણસો સાઠ દિવસનું એક વર્ષ જેમાં ગાથાના એકલા પાંચ દિવસ ઉમેરવામાં આવે છે. દર મહિને પંદરમો દિવસ દએ-મેહેર અને સોળમા દિવસે મેહેર યજાતાને સમર્પિત છે. જ્યાં બાર માહની વાત છે ત્યાં સાતમો મહિનો મેહેરને સમર્પિત છે….

  • ZOCHILDAY 2019 Celebrated With Pomp!

    The 17th ZOCHILDAY, themed ‘ZOCHILD With A Difference’, was celebrated on 16th November, 2019, by children across Mumbai and India, at Mumbai’s St. Mary’s (ISC) Auditorium in Mazgaon. Hanshi Shihan Vispy Kapadia – Chairman and Founder of Zochilday, along with the dedicated team of Zoroastrian Children’s Foundation (ZCF) organised an incredible event, reinforcing the catchphrase,…

  • કર્મ માફ નહીં કરે

    અચાનક હોસ્પિટલમાં એક એક્સીડેન્ટ કેસ આવ્યો. ડોક્ટરે સાહેબ તાત્કાલિક આઈસીયુમાં આવી એક્સીડેન્ટ કેસની જાતે તપાસ કરી. સ્ટાફને કિધુ આ વ્યક્તીને કોઈ પણ પ્રકારની તકલીફ ના પડવી જોઇયે. રૂપિયાની લેવડ દેવડની વાતો તેમનાં પરિવાર સાથે કરવી નહીં. પંદર દિવસના રોકાણ પછી બિલ ડોક્ટર સાહેબના ટેબલ ઉપર આવ્યું. ડોક્ટરે બેલ મારી એકાઉન્ટ મેનેજરને કિધુ. એક રૂપિયો પણ…