મેવાનું સ્ટુ

સામગ્રી: 60 ગ્રામ બદામ, 750 ગ્રામ જરદાલુ, 60 ગ્રામ ચારોળી, 60 ગ્રામ કિસમીસ, 30 ગ્રામ પિસ્તા, 1 ઝૂડી કોથમીર, 8 લીલા મરચા, 2 લીંબુનો રસ, 1 ચમચી મીઠું, 1 વાટી લીલુ નારિયેળ, 3 મોટા પપેટા, 1 ચમચી મરચાંની ભૂકી, 1 ચમચી મરી, 1 મોટો ચમચો ખાંડ, 125 ગ્રામ ઘી, 1 કાંદો, 1 ચમચી હળદર.

રીત: બદામ બાફી છોલી આડી સ્લાઈસ કરવી. પિસ્તાના ઝીણા કટકા કાપવા, દરાખ સાફ કરવી. બધા મેવાને ગરમ પાણીમાં ધોવા. કોથમીર મરચાં બારીક કાપવા. કાંદાને વઘારનો કાપવો. નાળિયેર ખમણી બારીક પીસવું. પપેટા છોલી તેમાંથી બારીક સળી કાપવી. પછી ઘી કકડાવી તેમાં તળી કાઢવી. તેજ ઘીમાં કાંદાને તળવો, તેમાં પીસેલું કોપરૂં, કાપેલા કોથમીર-મરચાં મીઠું હળદર મરીને મરચાંની ભૂકી નાખી જરા ભૂંજવું. પછી તેમાં જરદાલુ સિવાય બધો મેવો નાખવો. તતડે કે તેમાં બે કપ પાણી નાંખવું. બે ત્રણ જોશ પડે તે ધીમે તાપે ચડવા દેવું. એક કપ જેટલી ગ્રેવી રહે કે જરદાલુ નાખી થવા દેવું થોડી ગ્રેવી રહે કે પપેટાની સલી નાંખવી સાથે લીંબુનો રસ ને ખાંડ નાખી ઘી ઉપર આવે ને ઉતારવું.

 

Similar Posts

  • મારા બપયજી

    એક દિવસની વાત છે અમારા બપયજી રસ્તા ઉપર બોલતા બોલતા જઈ રહ્યા હતા કે મારી વહુ પાગલ થઈ ગઈ છે ઉંમર મારી વધી ગઈ છે અને તે પોતે દરરોજ દુધી, મગની દાળ વગેરે વગેરે અમને ખવડાવે છે આ બધું રોજ કોને ભાવે? આજે તો ગમે તે થાય હું મારી પસંદની શાકભાજી લઈને જ રહીશ. પાલક…

  • કોઢ સાજો થઈ ગયો!

    દુબાન હકીમ પોતાને ઘર આવ્યો. તેણે દડો રમવાનો એક દાંડો બનાવી તૈયાર કીધો અને તેનો હાથો પોકળ રાખ્યો અને જે દવા તેણે ધારેલી હતી તે તેમાં બરાબર ભરી. એટલું બનાવ્યા પછી તેણે એક દડો પણ બનાવ્યો બીજે દિવસે તે પાદશાહની હજુરમાં ગયો અને તેના પગ પર પોતાનું માથું નાખીને તેની આગળની જમીનને બોસ્સા દીધા. દુબાન…

  • Caption This – 16th April

    Calling all our readers to caption this picture! Winning Caption and Winner’s Name Will Be Published Next Week. Send in your captions at editor@parsi-times.com by 20th April 2022. [otw_shortcode_info_box border_style=”bordered” css_class=”boxed”] Disclaimer: Some of our ‘Caption This’ Contest photos are taken from freely available, public online resources and are published in a light and humorous…

  • Consecration Of Our Sacred Fires

    [otw_shortcode_info_box border_style=”bordered” css_class=”boxed”]Parsi Times Reporter, Jamshed Arjani catches up with Er. Dr. Ramiyar Karanjia who has kindly consented to answer questions from our readers, about the consecration and sanctity of our Pak Atash Padshah Sahebs. [/otw_shortcode_info_box] . Reader’s Query: Sir, why are four kinds of Fire required to consecrate Pak Atash Padshah in an Adarian…

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    20th June – 26th June, 2020

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. છેલ્લા 6 દિવસ જ શાંતિમાં પસાર કરવાના બાકી છે. તમારા હાથમાં અગત્યના કામો હોય તે 25મી સુધી પૂરા કરી લેજો. ઘરવાળાને નારાજ કરતા નહીં. જોઈતી વસ્તુ ઘરમાં વસાવી લેજો. 26મીથી 28 દિવસ માટે શરૂ થતી મંગળની દિનદશા ખૂબ પરેશાની આપશે. દરરોજ 34મુ…

  • એકસવાયઝેડના ‘વેસેલ-એ-થોન’માં ભાગ લો

    રવિવાર, 24મી ફેબ્રુઆરી, 2019 એક્સવાયઝેડ જે લોકોને જરૂર હોય તેવા લોકોને મુંબઈમાં વાસણો દાન કરવા વેસેલ-એ-થોનનું વાસણો જમા કરી દાન કરવાનું આયોજન કર્યુ છે. વાસણો એ જીવનની સૌથી આવશ્યક જરૂરિયાતો પૈકી એક છે – આપણે તેનો ઉપયોગ રસોઈ બનાવવા અને ગરમ, પોષક ભોજનનો આનંદ માણવા માટે કરીએ છીએ. પરંતુ આપણા દેશમાં દરેક વ્યક્તિ પાસે સ્વચ્છ…