હસતું મુખડુ!

ગ્રાહકને એક હોટલના વેઈટરે સવારના પહોરમાં સ્માઇલ સાથે ચાનો કપ ધર્યો! વેઈટરના સ્માઈલે કમાલ કરી ને પેલા ગાહકનું જીવન સાવ સુનું સુનું હતુ પરંતુ જાણે એમાં નવ-પલ્લવિત શાખાઓ ફૂટી! એણે ખુશ થઈ 50 રૂપીયા ટીપ મુકી.

વેઈટરને સ્માઇલના બદલામાં આવી બક્ષિસની કલ્પના પણ હતી નહીં, એણે પણ ખુશ થઈ 20 રૂપીયા એક ભિખારીના હાથમાં મૂકી દીધાં! સવાર-સવારમાં 20 રૂપીયા  મળશે એવી કલ્પના તો એ

ભિખારીને ક્યાંથી હોય!? એ ખુશ-ખુશાલ થઈ ગયો, કાલની ભૂખીને ભૂખી સુઈ ગયેલી પોતાની માં ને મળવા દોડયો. રસ્તામાં ભરપૂર અવર જવર વાળા રોડ પર પરવા કર્યા વિના તે નાનકડા ગલુડિયાને ઉપાડી લીધું અને પ્રેમથી તેના માથે હાથ ફેરવ્યો !

આ દ્રશ્ય મોંધીદાટ કારમાં બેઠેલા એક અતિ શ્રીમંતે જોયું એને થયું જેની સાથે કોઈ સંબંધ નથી એવા ગલુડિયાને પણ પ્રેમ કરનાર આ ભિખારી પણ કયાં ઓછો ધનવાન છે!? અને મારી પાછળ દોડધામ કરનારા મારી કંપનીના મજુરો કે ગાડીનો ડ્રાઈવર, મારો પરિવાર, એ બધાની  ઉપેક્ષા કરનારો હું શ્રીમંત કયાંથી કહેવાઉ!? એ શ્રીમંતે ખુશ થઇને ગાડીના ડ્રાઈવરને અને કંપનીના બધા માણસોને 1000 – 1000 રૂપીયા બક્ષિસ સ્વરૂપે આપી દીધા. શેઠના ખુશ ખુશાલ સ્નેહભીના ચહેરે મળેલા 1000 રૂપીયા લઈ ડ્રાઈવર તો પોતાના પરિવારને લઇ બીચ પર ફરવા ગયો! આજે આ ડ્રાઈવર ધણો ખુશ હતો જેવો એ ગાડીમાંથી ઉતર્યો ત્યાં એક યુવાન ઊભો હતો. બન્નેની આંખો એક ક્ષણ માટે મળી અને પેલો યુવાન દરિયાથી વિરુધ્ધ પરત ચાલવા લાગ્યો ડ્રાઈવરે  પુછયું, ‘કોણ છો તમે? અચાનક પાછા કેમ વળ્યા?’

આ અજાણ યુવકે ઉત્તર આપ્યો કે, જુઓ ભાઈ હું જીંદગીથી હતાશ થયેલો વ્યક્તિ છું તેમજ આપધાત કરવા આવેલો પણ…!!

પણુ શું? મેં એક સંકલ્પ કરેલો કે મને કોઈ માણસના મુખ પર સ્માઇલ દેખાય તો આપધાત ન કરવો! તમારી ખુશીએ મારી જીંદગી બચાવી છે, તમારો આભાર.

આપણા ચહેરા પરનું એક સ્માઇલ અનેકના જીવનમા અપરંપાર કેટલી ખુશી સર્જી શકે છે કે જેની કલ્પના પણ નહિ કરી શકીએ! જે આપણા હાથમાં જ નથી એવા ભવિષ્યની ખોટી કલ્પનાઓ કરી જીવનમાંથી  ખુશીને ખોઈ બેઠા છીએ એટલે જ દરેક ક્ષણ ખુશ રહેતાં શીખીએ!

Similar Posts

  • દએ મહિનાનું મહત્વ

    માહ દએ દાદાર એ સર્જકને આભાર માનવાનો મહિનો છે અને એક રીત કે જેમાં કૃતજ્ઞતા ધાર્મિક રીતે ઘરે, ઓફિસ અથવા આતશ બહેરામ કે અગિયારીમાં જશન સમારંભો કરી વ્યક્ત કરવામાં આવે છે અથવા સમર્પિત કરવામાં આવે છે તે છે. આ મહિનાના ચાર વિશેષ દિવસોમાં (દિવસ પહેલો – હોરમઝદ, આઠમો દિવસ – દએ આદર, દિવસ પંદર –…

  • હસો મારી સાથે

    એક છોરો ક્ધયા જોવા ગ્યો… એલી ગરબા રમતા આવડે…? છોરી: હકણ…ગરબા, ડાંડિયા, નાચતા હન્ધુય ફાવે… એલી સીવતા ફાવે…? છોરી: હકણ…પોલકા ઘાઘરા બુશ્કોટ કડીયા..હન્ધુય ફાવે… એલી રાંધતા ફાવે..? છોરી: હકણ…ઢોકળા, થેપલા, પાટવડી, પુડલા, ભજીયા..જે ક્યો ઇ હન્ધુય ફાવે એલી ભણી કેટલુક હે…? છોરી: કોલેજ ના તયણ વરહ પુરા કયરા સે… છોરો: તો તો ઇન્ગલીશેય ફાવતુ હશે…

  • Cosmetic Teeth Whitening And Smile Makeovers

    [otw_shortcode_info_box border_type=”border-top-bottom” border_color_class=”otw-blue-border” border_style=”bordered” background_color=”#bbf2fc” css_class=”boxed”]Dr. Rushad Nariman is an acclaimed Prosthodontist and Implantologist, practicing as a Consultant at Godrej Memorial Hospital (Vikhroli), Jain Hospital (Malad) and over 20 dental clinics across Mumbai, in addition to running his own successful private practice, for over five years now. A member of the reputed Indian Society of…

  • જમશેદી નવરોઝ – ઉત્સવનું અનુસરણ અને ધાર્મિક વિધિઓ

    આપણામાંના મોટાભાગના વર્ષો પછી આપણી જૂની રીતે જમશેદી નવરોઝની ઉજવણી કરે છે – આપણે પ્રાર્થના કરવા વહેલા ઉઠીએ છીએ અને આપણામાંના કેટલાક પવિત્ર ‘હફ્ત-શિન’ ટેબલની સજાવટ કરે છે. અગીયારીમાં પગે પડવા જાય છે. બપોરના ખાસ નવરોઝમાં તૈયાર થતી પારસી વાનગીઓ બનાવીયે છીએ અને બીજા મનોરંજન કાર્યક્રમ માટે આગળ નીકળીએ છે. પરંતુ જમશેદી નવરોઝની મૂળ ધાર્મિક…

  • From the Editors Desk

    On Your ‘Masks’… Get Set…    Dear Readers, Dear Readers, With the rapid increase in the number of people testing positive for the coronavirus, Mumbai is once again braced for an outbreak and its consequential imposition of restrictions… which, we hope, will help contain the spate, and avoid another lockdown. Our maximum city has witnessed…