કારણ તે માં છે!

એક બાજુ ત્રણ દીકરાઓ અને તેની વહુ પોતાના રૂમમાં સુવા જઈ ચૂકી હતી અને આ બાજુ માં રસોડામાં કામ કરી રહી હતી. મા નું કામ થોડું બાકી રહી ગયું હતું, આમ તો જોવા જઈએ તો કામ તો બધા નું હતું, પરંતુ માં હજી બધાનું કામ પોતાનું જ માને છે.
એ પછી એક દૂધ ગરમ કરી લીધું, એક પછી એક ધીમે ધીમે બધા કામ કરવા લાગી. સિંકમાં જ્યારે પણ વાસણો હોય તે માં ને જાણે જરા પણ પસંદ નથી, ભલે ગમે તેટલું મોડું થાય પરંતુ સિંકમાં ક્યારેય પણ વાસણ હોવા જોઈએ નહીં. હવે એ માન્યતા કહો કે જૂની રીતભાત અને ટેવ પરંતુ માં ને ક્યારેય પણ સિંકમાં વાસણ પડેલા હોય તે જરા પણ ગમતા નથી, આથી અંતે પોતે પણ તે વાસણને ઘસીને પછી જ સુવાનું રાખતી.
ઉંમરના કારણે કમર થોડી ઝૂકી ગઇ હતી, હથેળીઓ કઠોર થઈ ચૂકી હતી, ત્વચા પણ જાણે લટકવા માંડી હતી, સાંધાના દુખાવા પણ ઓછા નહોતા, માથા પરથી પરસેવો પણ પડી રહ્યો હતો. સાંધાના દુખાવાને કારણે ચાલવામાં પણ તકલીફ પડતી. પરંતુ આજે પણ તે મોટાભાગનું કામ પોતે જાતે જ કરી લેતી, રાતના જ સવારના શાક ની તૈયારી થઈ ગઈ, ત્યાં યાદ આવ્યું કે જમવા પછી જે દવા લેવાની હતી એ દવા તો પોતે લેવાનું જ ભુલી ગઈ છે. એક વિચાર એવો પણ આવ્યો કે હશે કાલે લઈ લઈશ, પરંતુ ઉંમરના કારણે દવા લેવી પણ જરૂરી હતી આથી દવાની પેટીમાંથી દવા કાઢીને દવા લઈ લીધી. ત્યાર પછી ઘડિયાળ બાજુ નજર પડી, જોયું તો રાતના 12:30 થઈ ચૂક્યા હતા. પછી તે પણ સુવા ચાલી ગઈ. એવામાં બાપુજી નું ધ્યાન ગયું, એક અડધી નીંદર લઈ ચૂકેલા બાપુજીએ તરત પૂછ્યું આવી ગઈ? હા આજે તો બીજું કંઈ ખાસ કામ હતું જ નહીં. માં એ જવાબ આપ્યો અને પોતે સુઈ ગઈ, શરીરમાં કેટલો થાક છે. ઊંઘ આવતી હશે કે નહીં એ તો ખબર નહીં પરંતુ ગમે એટલા થાક સાથે સૂવા ગયા પછી સવારે જ્યારે જાગે ત્યારે તે બિલકુલ ફ્રેશ થઈ જાય છે, જાણે તેને થાક લાગી જ ન રહ્યો હોય તેવું લાગે કારણ કે તે તો માં છે.
સવારનો અલાર્મ પણ પછી વાગે તે પહેલા તો માં ઊંઘમાંથી જાગી ગઈ હોય, છાપુ વાંચવાનો તો જરા પણ ટેવ નથી, પરંતુ બહાર દરવાજે પડેલું છાપું કાયમ સવારે ઉઠાવીને લઈ આવે છે. ચા પોતે તો પીતા નથી, પરંતુ બનાવીને જરૂર આપે છે. કારણ તે માં છે.

Similar Posts

  • સૌદર્ય, શ્રદ્ધા, શાંતિ અને શક્તિ એટલે સ્ત્રી

    કોઈપણ રાષ્ટ્રના વિકાસનુ આકલન તે દેશની મહિલાઓ પરથી કરવામાં આવે છે. દરેક વ્યક્તિની પુષ્ઠભૂમિ મહિલાઓના હાથે લખવામાં આવે છે, દરેક વિકાસના પાયામાં સ્ત્રીની ભૂમિકા હોય છે અને દરેક ઉપલબ્ધિની પાછળ કોઈને કોઈ મહિલાનું યોગદાન હોય છે. દેશના પ્રથમ પ્રધાનમંત્રી પંડિત જવાહરલાલ નેહરુએ પણ કહ્યુ હતું, ‘તમે કોઈ દેશની મહિલાઓની સ્થિતિને જોઈને એ રાષ્ટ્રની પરિસ્થિતિનુ અનુમાન…

  • Parsi Pride Brigade: Radiant Riyan Karbhari Does All Proud!

    Doing his parents, family, school and friends very proud by scoring an outstanding 94.33% in the ICSE Board exams, Riyan Karbhari’s success mantra is, “There is no substitute for Hard Work! Never Give Up! Never Stop Believing! Never stop fighting for your dreams!” From Vissanji Academy, Riyan is a very caring boy and is passionate…

  • જલેબી

    સામગ્રી : 250 ગ્રામ મેંદાનો લોટ, 500 ગ્રામ ખાંડ, એક ચમચો દહીં, તળવા માટે ઘી, કેસર, એલચી પાવડર. જલેબી પાડવા કાણાવાળી બોટલ અથવા સોસ ભરવા માટે વપરાતી કાણાવાળી બોટલ વાપરી શકો છો. રીત : મેંદાના લોટમાં ગરમ ઘીનું મોણ નાખવું. નવસેકા ગરમ પાણી અને દહીંથી તેનું ખીરું બનાવી આખી રાત રાખી મૂકો. બીજા દિવસે તેમા…

  • બાલદિનની શરૂઆત કેવી રીતે થઈ?

    14મી નવેમ્બરે ચાચા નેહરૂનો જન્મદિન છે. આ દિવસ બાળદિવસના રૂપમાં ઉજવાય છે. પણ બાળદિવસ માત્ર ભારતમાં જ નહી જુદા-જુદા તારીખોમાં ઉજવાય છે. જાણો કેવી રીતે થઈ શરૂઆત. ભારતમાં આ દિવસ સ્વતંત્ર ભારતના પ્રથમ પ્રધાનમંત્રી જવાહર લાલ નેહરૂના જન્મદિવસના અવસર પર ઉજવાય છે. કહેવાય છે કે પંડિત નેહરૂ બાળકોથી ખૂબ પ્રેમ કરતા હતા આથી બાલ દિવસ…

  • IASAP (Pune) Organises 15th APC

    The Pune Chapter of Indian Association of Secretaries and Administrative Professionals (IASAP), organised its 15th two-yearly ‘Administrative Professional Contest’ (APC) on 19th August 2017, at Hotel Royal Orchid Central, Pune. APC is held on a league basis by all its Chapters – Mumbai, Chennai, Kolkata, Delhi, Pune, Bangalore and Hyderabad, commencing with a written test,…