આપણે બીજા લોકોને જે આપીશું, તે જ ફરીને આવશે!

એક ગામમાં ખેડૂત રહેતો હતો જે દૂધમાંથી દહીં અને માખણ બનાવતો અને વેચતો. એક દિવસ, તેની પત્નીએ તેને માખણ તૈયાર કરાવ્યું અને તે તેના ગામથી શહેરમાં વેચવા માટે જવા નિકળ્યો.
તે માખણના ગોળ પીંડા બનાવવામાં આવ્યા હતા. અને દરેક પીંડાનુ વજન એક કિલો હતું. શહેરમાં ખેડૂતે માખણ હંમેશની જેમ દુકાનદારને વેચી દીધું અને દુકાનદાર પાસેથી ચા, ખાંડ, તેલ, સાબુ અને જરૂરી વસ્તુ ખરીદ્યા પછી તે પાછો તેના ગામમાં ગયો.
ખેડૂત ગયા પછી દુકાનદારે માખણ ફ્રિજમાં રાખવાનું શરૂ કર્યું ત્યા તેને વિચાર આવ્યો કે મારે આનો વજન કરવો જોઈએ, જ્યારે એક પીંડાનુ (માખણનો એક ટુકડો)વજન કરવામાં આવ્યુ ત્યારે તેનુ વજન ફક્ત 900 ગ્રામ હોય છે. તે આશ્ચર્ય અને નિરાશા સાથે બહાર આવ્યો, તેણે તમામ ટુકડાઓનું વજન કર્યું, પરંતુ ખેડૂત દ્વારા લાવેલા બધા ટુકડાઓ 900-900 ગ્રામના હતા.
આવતા અઠવાડિયે, ખેડૂત ફરીથી હંમેશની જેમ માખણ લઈને દુકાનદારના ઉંબરે ગયો.
દુકાનદારે ખેડૂતને બૂમ પાડીને કહ્યું: ભાગ અહીથી, મે તારી જેવો કપટી, છેતરપીંડી કરનારો માણસ ક્યાંય જોયો નથી. તુ જે એક કિલો કહીને માખણ વેચે છે. તે ખરેખર 900 ગ્રામ જ નિકળ્યુ. મારે તને પોલીસના હવાલે કરી દેવો જોઇએ. હું તારું મોઢુ જોવા માંગતો નથી ભાગ અહીથી.
ખેડૂતે દુકાનદારને ખૂબ નમ્રતાપૂર્વક કહ્યું, મારા ભાઇ મારાથી નારાજ ન થતા, અમે ગરીબ લોકો છીએ, ક્યારેય કોઇને છેતરતા આવડતુ નથી પણ અમારા માલનું વજન કરવા માટે અમારી પાસે વજનિયા ક્યાંથી હોય??
જ્યારે અમે માખણના પીંડા બનાવીએ ત્યારે હું તમારી પાસેથી લીધેલી એક કિલો ખાંડ લઉં છું, અને એક બાજુ ત્રાજવામા મુકું છું અને બીજી બાજુ માખણ મુકીને એટલા જ વજનનુ જોખું છું એ રીતે અમે માખણના બધા પીંડા તૈયાર કરીએ છીએ.
પેલો દુકાનદાર શુ બોલે? તેની હાલત તો કાપો તો લોહી ન નિકળે એવી થઇ ગઇ.
જે આપણે બીજા લોકોને આપીશું,
તે જ ફરીને આવશે,
પછી ભલે તે આદર હોય,
સન્માન હોય, કે છેતરપીંડી..

Similar Posts

  • હસો મારી સાથે

    જે લોકો બાઈક અને સ્કુટી નાગણની જેમ લહેરાવીને ચલાવતા હતા તેઓ સંભાળે કારણ કે ચલણ 5000 થઈ ગયું છે. *** સંભાળીને ચાલજો, હલકુ ખાજો, ભારી ચીજ ના ઉઠાવશો કારણ નવમો મહિનો (સપ્ટેમ્બર) લાગી ગયો છે. *** સમતોલ ં માટેના એક સેમીનારમાં પ્રશ્ર્ન પુછાયો… કઠોળના ફાયદા શું? પતિ: શાક સુધારવું નથી પડતું.

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    19 January, 2019 – 25 January, 2019

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. રાહુની દિનદશા ચાલુ હોવાથી તમને નાનામાં નાના કામમાં અડચણ આવશે. તમારા દુશ્મનો તમારા કરેલ કામમાં ભૂલ શોધી માથું ફેરવી નાખશે. ઘરવાળા તમારી લાગણી સમજી નહીં શકે તેનું દુ:ખ થશે. ખર્ચનો ખાડો ઉંડો થશે. જયાં ત્રણનો ખર્ચ કરવાનો હશે ત્યાં ત્રીસનો થશે. સંતોષ…

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    02 October – 08 October 2021

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. શનિની દિનદશા ચાલુ હોવાથી તમે ચારે બાજુથી ઘેરાયેલા રહેશો. નાની વાત મોટી પરેશાનીમાં મુકશે. તબિયત અચાનક બગડી જવાના ચાન્સ છે. નાણાકીય મુશ્કેલી અચાનક આવી જશે. તમારા નાણા ફસાઈ ન જાય તેની ખાસ દરકાર લેજો. જાણીતીે કે અજાણી કોઈ પણ વ્યક્તિ પર વિશ્ર્વાસ…

  • The Parsi Contribution To Mahatma Gandhi’s Personal And Political Life

    Seventy-four years ago, Mahatma Gandhi was assassinated in the compound of Birla House (now Gandhi Smriti), a large mansion in central New Delhi. The date was 30 January, 1948. Gandhi was 78 years old. Muhammad Ali Jinnah, the founder of Pakistan, had his differences with Gandhi. But on that fateful day of Gandhi’s assassination, he…

  • હસો મારી સાથે

    વોટ્સએપમાં રોજ સવારે લોકો જથ્થાબંધ છાપાઓ નાંખી જાય છે તો પસ્તી વાળા લઈ જાય કે..!? આતો કચરા – પોતા કર્યા પછી જરા ફ્રી બેઠો હતો એટલે પુછ્યું..! *** દિવસમાં બે-બે વખત રામાયણ અને મહાભારત જોવાના કારણે એવો ખીચડો થઇ ગયો છે કે કાલે રાત્રે સ્વપ્નમાં રાવણ જોડે વાદ-વિવાદ થયો, પણ યુધિષ્ઠિરે વચમાં આવીને અમારુ સમાધાન…

  • Parsis Seek PM’s Intervention To Save Our Pious Places

    The past couple of weeks have witnessed our Community get rattled and unite to take action against the potential damage that could be caused to our places of worship by the ongoing Metro III construction work. Most Parsi pages on social media platforms and WhatsApp have been buzzing non-stop with notifications asking community members to…