શિરીન

શિરીન વોર્ડનને મદ્રાસથી પોતાના વ્હાલાઓ તરફથી અવારનવાર કાગજો આવ્યા કરતા ને તે બધી ખબરો તેણી પોતાની મુુલાકાતોમાં તે ભાઈને પુગાડી દેતી.

મદ્રાસમાં તેઓ એક મકાન ભાડે રાખી ત્યાં ગેસ્ટ હાઉસ ખોલી પોતાનું ગુજરાન ચલાવી રહ્યા પણ તે છતાં પૈસાની આબદા તો તેઓને અવાર નવાર પડયા કરતી.

ને તેમાં શિરીને પોતાનો છેલ્લો પગાર જ્યારે નહીં જ મોકલાવ્યો ત્યારે આબાને તેણી પર એક કાગજ લખી મોકલાવ્યો, કે તે જવાને શિરીન વોર્ડનને એક દિવસ પોતાની ઓફીસમાં બોલાવી મંગાવી.

ને ત્યારે ફરી પાછી ઘણે દિવસે તે બાલા ધ્રૂજતી ધપકતી પોતાનાં વ્હાલા સામે જઈ ઉભી, કે ફિરોઝ ફ્રેઝરે પહેલો સવાલ પુછી લીધો.

‘શિરીન, ગયા મહિનાનો પગાર તુંને મંમાએ આપેલો?’

‘હા આપેલો, ફિલ.’

‘ને ત્યારે તે તેનું શું કીધું?’

તેનો જવાબ શિરીન વોર્ડન આપી શકીજ નહીં કે ફિરોઝ ફ્રેઝરે ચેસ્તા સાથ જણાવી દીધું.

‘મને લાગેછ કે પેલા તારા ભમટા જેવા લવરને ખર્ચવા આપ્યો  હશે ખરૂંની? આંય તારી બેનનું કાગજ આયુંછ તે વાંચી તુંજ તારા હાથોએ જવાબ લખી નાખજે.’

એક એન્વલપ ટેબલ પર તેણી સામે પટકતાં તે જવાન કડવાશથી બોલી પડયો કે શિરીન વોર્ડન રાતી મારી જઈ તે કવર  ઉંચકી ત્યાંથી ગુપચુપ વિદાય થઈ ગઈ.

અને એમ ઉપલા સઘળા બનાવોથી તે આખો મહિનો ઝપાટામાં ખતમ થઈ ગયો કે ત્યાર પછી એક અગત્યનો બનાવ શિરીન વોર્ડનની જિંદગીમાં બની ગયો.

એક દિવસ રાતનાં તેણી પોતાનાં રૂમમાં સુવા જવાની તૈયારી કરતી હતી કે તેટલાં કાસલમાના એક નોકરે આવી તેણીને જણાવી દીધું.

‘તમારો મદ્રાસથી ફોન આયોછ, મીસ.’

એ સાંભળી તે બાળા ધ્રુજી પડી. યા ખુદા, આટલી મોડી રાતે ઘણું અગતનું કામ નહીં હોય ત્યાં વેર તો કોઈ ફોન કરેજ નહીં.

પોતાના નાઈટ ડ્રેસ પર એક ડ્રેસિંગ ગાઉન ઉતાવળમાં ઓરવી લઈ તેણી ઝપાટામાં નીચે તે ફોન લેવા દોડી ગઈ.

‘હલો, કોણ આબાન છે? હા, હા હું શિરીન છું.’

‘શિરીન, પપ્પાની તબિયત એકદમ બગડી આવવાથી આજે સવારનાં હમોએ ડોકટરનાં હુકમથી એવણને હોસ્પિટલમાં શિફટ કીધા, પણ હમણાં એકદમ કેસ સિરિયસ થઈ જવાથી તુંને બોલાવેછ, કારણ ડોકટર કહેછ કે રાત નહીબી કાઢે.’

એ સાંભળી શિરીન વોર્ડન ગાફેલ બની જઈ મૂંગી ઉભી જ રહી કે સામી સાઈડેથી આબાન વોર્ડન ખીજવાઈ ગઈ.

‘શિરીન, તું સમજેછ કે? ત્યારે જવાબ આપની ઘસીને? પપ્પા, તું ને મલવા માગેછ તેથી ગમે તેમ કરીને જલ્દી આવ.’

‘પણ… પણ આબાન શું થઈ ગયું પપ્પાને?’

સાવધ થતાં શિરીન વોર્ડન પુકારી ઉઠી કે તેણીની બેને ઉતાવળમાં સમજાવી દીધું.

‘પપ્પાને હાર્ટ ડિઝીઝ હતું પણ એવણે કોઈનેજ તે જણાવ્યું નહીં ને ગેસ સમજીને ચલાવ્યા કીધું. પણ આજે સવારના ઘણો મોટો એટેક થઈ આયો, ને તેથી ડોકટરને બોલાવવા જપડયા ને પછી હમો એવણને હોસ્પિટલ લઈ ગયા, પણ પછીથી હાલત વધુ જ બગડતી ચાલી, ને તેથી શિરીન જલ્દી આવ.’

એમ કહી આબાન વોર્ડને ફોન મૂકી દીધો કે શિરીન પોતાનાં બન્ને હાથોમાં માથુ નાખી દઈ કકળી પડી.

ઓ ખુદા, મારા પપ્પાને શું થઈ ગયું? ઓ પપ્પા..ઓ પપ્પા.’

પછી તેણીએ ધસારાબંધ ઝરી જુહાક આગળ જઈ તે વિગત કહી નાખી કે તેવણે સધ્યારો આપી જણાવી દીધું.

‘એવી અકરાએછ ગરાએછ શાની? એ તો ડોકટરો બધી મોટી વાતો કરી ધ્રજાવી નાખે એમ તો મનેબી અવાર નવાર છાતીમાં પેન મારી આવેછ, ને હવે કરશેબી શું? છેલ્લી ગાડીબી ઉપડી ગઈ.’

કે એ સાંભળી શિરીન વોર્ડન વધુ જ ઉશ્કેરાઈ જઈ બોલી પડી.

કે એ સાંભળી શિરીન વોર્ડન વધુ જ ઉશ્કેરાઈ જઈ બોલી પડી.

‘નહીં, નહીં મને કંઈબી કરીને હમણાં જવું જ જોઈએ કારણ મારા પપ્પા… પપ્પાને પછી હું કયાં મલી શકશ.’

પછી તેણી પાછી ધસાધસ રડી પડી કે તેણીનાં હાલનાં દેખાવ પર ઝરી જુહાકને દયા આવી જઈ તેવણે અંતે સુચવી દીધું.

‘સૌથી પહેલાં તું ફિરોઝને બોલાવી મંગાવ. સાડા દસ વાગી ગયા પણ છે હજી કંઈ એ દુકાતનું ઠેકાણું. અરધી અરધી રાત વેર કલ્બોમાં ભટકે પછી કયાંથી એની તબિયત સારી રહે?

શિરીન વોર્ડને તરતજ જઈ તે જવાન પર ફોન કરી દીધો કે થોડીજ વારમાં ફિરોઝ ફ્રેઝરનો સાદ બીજે છેડેથી સંભળાઈ રહ્યો.

(વધુ આવતા અંકે)

Similar Posts

  • હસો મારી સાથે

    કાલે એક ચોપડીમાં વાંચ્યું હતુ કે ખુશ રહેવું છે તો પત્ની જોડે વાત કરો.. આજે બે લોકોની પત્ની જોડે વાત કરી. સાચે બહુ મજા આવી.. *** પત્ની: કહો જોઈએ આપણા બે માંથી મૂર્ખ કોણ છે…??? હું કે તમે? પતિ: (શાંતિથી) બધાને ખબર જ છે કે … તું એકદમ ચબરાક ને ચતુર છે, તું કદાપિ મૂર્ખ…

  • શાહનામાની સુંદરીઓ

    જાલેજરની બાનુ રોદાબે એમ કહી તે બાંદીઓ રોદાબેના મહેલ ભણી પાછી ફરી પાછું ફરતા રાત પડી અને જરા મોડું થયું હતું, તેથી મહેલના દરબાને તેણીઓને કવખતે બહાર ફરવા માટે જરા ધમકાવી. તેણીઓએ કહ્યું કે ‘આજે કાંઈ નવાઈનો દહાડો નથી, બહારની મોસમ છે અને અમો ફુલ ચૂંટવામાં રોકાયા હતાં.’ દરબાને કહ્યું કે ‘આજનો દહાડો જૂદા પ્રકારનો…

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    05th September – 11th September, 2020

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. 20મી સપ્ટેમ્બર સુધી બુધની દિનદશા ચાલશે બુધ્ધિબળ વાપરી કામ કરવામાં સફળ થશો. નાણાકીય બાબતની ચિંતા ઓછી થતી જશે. બચત કરી સારી જગ્યાએ ઈનવેસ્ટમેન્ટ કરવામાં સફળ થશો. જ્યાં કામ કરતા હશો ત્યાં માન સાથે ઈજ્જત પણ મળશે. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો. શુકનવંતી તા….

  • એસઆઈઆઈ હૈદરાબાદમાં ચેપી રોગો અને રોગચાળાની તૈયારીમાં સીઓઈ સેટ કરશે

    વિશ્ર્વની સૌથી મોટી ઉત્પાદક સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા જેની રસીઓ વિશ્ર્વભરમાં 170 દેશોમાં વપરાય છે, 19મી ફેબ્રુઆરી, 2023ના રોજ હૈદરાબાદ ખાતે ડો. સાયરસ પુનાવાલા સેન્ટર ઓફ એક્સેલન્સ ઇન ઇન્ફેકિયસ ડિસીઝ એન્ડ પેન્ડેમિક પ્રિપેરડનેસની સ્થાપનાની જાહેરાત કરી હતી. એસઆઈઆઈના સીઈઓ આદર પુનાવાલાની વર્ચ્યુઅલ મીટીંગ કે.ટી. રામારાવ સાથે થઈ હતી તે જાહેરાત પોસ્ટમાં આવી હતી. આ કેન્દ્ર…

  • કાળા ટાપુના જવાન પાદશાહની વાર્તા

    આગળ જતા તે જખમી આદમીનો પલંગ જેવો તેની નજરે પડયો તેવોજ તે પલંગ આગળ જઈ પોતાની બરછી ખેંચી કાઢી તે વટે તે દુષ્ટ આદમીના દિલમાં જે કાંઈ થોડો ઘણો જીવ હતો તે તેણે વગર અટકાવે કાઢી નાખ્યો. ત્યારબાદ તેનું મડદું તે કિલ્લાના ચોક આગળ ખેંચી લાવી એક વાવમાં નાખ્યું. એટલું કામ કરી રહ્યા પછી પેલા…

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    04 June – 10 June 2022

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. 25મી જૂન સુધી ચંદ્રની દિનદશા ચાલશે. તમારા પોતાના અગત્યના કામ પુરા કરવામાં જરાય આળસ નહીં કરો. નાણાકીય બાબતમાં મુશ્કેલી નહીં આવે. ચંદ્રની કૃપાથી મુસાફરી કરી શકશો. તમારા મનની વાત બીજાને કહી શકશો. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો. શુકનવંતી તા. 05,…