પારસીઓનાં નામ કેવી રીતે પડયાં?

આજથી વરસો પહેલા દસ્તુરજી જામાસ્નજી મીનોચેરજી જામાસ્પઆશાએ મુંબઈમાં ભાષણ કરતા ‘દા‚’ શબ્દની વ્યાખ્યા વીદીયાળુ શબ્દ ઉપરથી જણાવવાની કોશિશ કરી હતી. ફાઈલોલોજીને કાયદે ‘દા‚’ શબ્દની ઉત્પત્તિ વીદયાળુ શબ્દ ઉપરથી નથી. આપણા હોરમજદા‚, મેહેરવાનદા‚, જમશેદદા‚, શાપુરદા‚ વગેરે દા‚ઓનો દા‚ પ્રત્યય હિંદુ ઉપરથી છે. સંસ્કૃત શબ્દ ‘અધ્વર્યુ’ નો અપભ્રંશ અંધ્યા‚ થયેલો છે. હવે હોરમજદ અંધ્યા‚, મહેરવાન-અંધ્યા‚, જમશેદ અંધ્યા‚ અને શાપુર અંધ્યા‚ ને જો આપણે સાધારણ રીતે વારંવાર બોલશુ તો આપોઆપ હોરમજધ્યા‚, મહેરવાનધ્યા‚, જમશેદધ્યા‚ અને શાપુરધ્યા‚ એવો જ ઉચ્ચારર થશે. કેમ કે સમાસ અને સંધીના વ્યાકરણના કાયદા પ્રમાણે પહેલા શબ્દનો અતંત્યાક્ષણ વ્યંજન હોય અને તેની સાથે સંશ્રીથી જોડાનારા શબ્દનો પહેલો અક્ષર જો સ્વર હોય તો તે સ્વર પેલા વ્યંજનમાં સમાઈ જશે અને બોલવામાં તે ઢંકાઈ જશે. હવે વાંચનારાઓ ઉપલા ૪ નામો બોલી જોશો તો પાછળથી ધયા‚ શબ્દનો દા‚ આપોઆપો ઉપાંતર થઈ જશે. એટલે ઈરાનમાં મોબેદ કહેવાતા ત્યાં કાંઈ મોબેદોને અંધ્યા‚ કહેતા નહીં હતા, પણ હિન્દુસ્તાનમાં હિન્દુ ધર્મ ગુ‚ઓનો ‘અધર્વ્યુ’ કહેતા તે ઉપરથી પારસી ધર્મ ગુ‚ઓને અધ્વર્યુ અને તેનો અપભ્રંશ અંધ્યા‚ કહેવામાં આવેલા છે.

Similar Posts

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    3 December – 9 December 2022

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. 25મી ડિસેમ્બર સુધી ગુરૂની દિનદશા ચાલશે. તમે જાણતા નહીં હોય તેવી વ્યક્તિ તમને સાથ આપવા તૈયાર થઈ જશે. નાણાકીય બાબતમાં સારા સારી હોય તો થોડું ઈનવેસ્ટમેન્ટ અવશ્ય કરજો. ધર્મના કામ કરવાથી મનને શાંતિ મળશે. દરરોજ ભુલ્યા વગર ‘સરોશ યશ્ત’ ભણજો. શુકનવંતી તા….

  • ઝેડએસીએ વિશ્ર્વભરના જરથોસ્તીઓ માટે કરેલું જશન

    શનિવાર, 4 સપ્ટેમ્બર, 2021, ખરેખર એક ઐતિહાસિક પ્રસંગ સાબિત થયો, જ્યારે આપણાં પાંચેય ઉચ્ચકક્ષાના વડા દસ્તુરજીઓ – દસ્તુરજી ડો. ફિરોઝ એમ. કોટવાલ; ઈરાનશાહ – ઉદવાડાના દસ્તુરજી ખુરશેદ દસ્તુર; દસ્તુરજી કેકી રવજી મહેરજીરાણા; દસ્તુરજી સાયરસ દસ્તુર; અને દસ્તુરજી ડો. જામાસ્પ દસ્તુર કૈખુશરો જમાસ્પઆસા – આશીર્વાદ અને વિશ્ર્વભરમાં આપણાં સમુદાયને પ્રેમ, શાંતિ, આનંદ, આરોગ્ય અને સમૃદ્ધિનો સંદેશ…

  • શાહનામાની સુંદરીઓ: બેજનની બાનુ મનીજેહ

    બામદાદે મરઘાના પોકાર સાથે સઘળાઓ તૈયાર થયા, અને તુરાન ભળી કુચ કરવા માંડી. કુચ કરતા કરતા જ્યારે તુરાનની સરહદ ઉપર આવ્યા ત્યારે રૂસ્તમે સઘળા પહેલવાનોને પોતાની પાસે બોલાવીને કહ્યું કે “તમે હવે અહીં ભો. તમો સાંભળો, કે હું મર્યો ગયો છું, ત્યાં સુધી ધિરજ રાખી અહીંજ રેહજો. જરૂર પડે તો લડવા માટે તમો હમેશાં તૈયાર…

  • આઈયુયુ 2017ની વિશેષતાઓ

    ભારત અને વિશ્ર્વભરમાં પારસી / ઈરાની જરથોસ્તીઓ ઉદવાડામાં મેગા-સાંસ્કૃતિક ઉજવણીમાં હાજરી આપવા તૈયાર છે, ઇરાનશાહ ઉદવાડા ઉત્સવ (આઇયુયુ),ના એક્સક્લૂસિવ મીડિયા પાર્ટનર, પારસી ટાઈમ્સ, આઇયુયુ-2017નો કાર્યક્રમ જે ડિસેમ્બર 23મીથી 25મી ડિસેમ્બર સુધી રજૂ થવાનો છે જેની વિશેષતા તમારી સમક્ષ રજૂ કરીએ છીએ. ‘ઇરાનશાહ ઉદવાડા ઉત્સવ-2017’ માત્ર મેગા ઇવેન્ટ બનવાનો નથી, પણ વિશ્ર્વભરના 2000થી વધુ સમુદાયના સભ્યો…

  • ડો. હોમી દારબશાહ દૂધવાલા એસપીપીના નવા પ્રમુખ

    સુરત પારસી પંચાયત (એસપીપી) ટ્રસ્ટીઓની બોર્ડ મીટિંગમાં, 18મી ઓક્ટોબર 2022ના રોજ, જમશેદ દોટીવાલાના રાજીનામાને પગલે, વ્યક્તિગત કારણોસર, ત્રણ વર્ષ માટે, ડો. હોમી દારબશાહ દૂધવાલાને સર્વસંમતિથી એસપીપીના પ્રમુખ તરીકે ચૂંટવામાં આવ્યા છે. એમએસ (જનરલ સર્જરી), ડીએચએ અને એમટી (દિલ્હી) અને એફઆઈસીએસ (શિકાગો) સહિતની ડિગ્રીઓ સાથે ઉચ્ચ લાયકાત ધરાવતા ડો. દૂધવાલાએ નિવૃત્ત થતાં પહેલાં આડત્રીસ વર્ષ સુરત…

  • |

    Your Moonsign Janam Rashi This Year –
    13 August 2022 – 12 August 2023

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. આ વરસ તમારી માટે મધ્યમ જશે. વરસની અંતમાં જ્યાંના ત્યાં હશો. જે પણ કામ કરતા હશો તેમાં મહેનત ખૂબ કરવી પડશે. જાન્યુઆરી 2023 બાદ મિત્રોનો સાથ સહકાર મળી રહેશે. લગ્ન કરવા માગતા હશો તો આવતા જુલાઈ 2023 બાદ જીવન સાથી મળી રહેશે….