શાહજાદીની સાથે શાદી કરવા કોણ નસીબવંત નિવડશે?

તેણે તો શાહજાદીને માંદગીને બીછાને મરવા પડેલી જોઈ! આસપાસ તેની સાદીઓ, બાંદીઓ, વિગેરે રડતી બેઠી હતી! હુસેને ભાઈઓને કહ્યું કે ‘અરેરે શાહજાદી તો મરવા પડી છે!’ વારા ફરતી અલીએ તેમજ આહમદે પણ નળીમાં જોયું અને તેમની પણ ખાતરી થઈ કે શાહજાદી મરવા પડી હતી.
આવું દુ:ખદાયક દ્રશ્ય જોઈ ત્રણે ભાઈઓ બહુ દિલગીર થયા અને વિચાર કરવા માંડયા કે શું કરવું?
પણ આહમદે હિંમત આપી કહ્યું કે ‘મારી પાસે આ સફરજન છે તે જો શાહજાદીને સુંઘાડીએ તો, તેની બધી બીમારી જાય તેમ છે. સવાલ એ છે કે આપણે શાહજાદીથી બહુ દૂર છીએ, એટલે ત્યાં જઈશું કેમ?’
હુસેને કહ્યું, ‘ચાલો મારા ગાલીચા પર આપણે હમણાંજ ત્યાં જઈ પહોંચીએ.’
તેઓ ત્રણે ગાલીચાપર બેઠા, અને પલકવારમાં શાહજાદીના મહેલમાં આવી પહોંચ્યા. આહમદે જતાં વેંતજ શાહજાદીને સફરજન સુંઘાડયુ. બધાની અજાયબી વચ્ચે બહુ માંદી અને મરવા પડેલી શાહજાદી એકદમ હોશિયાર થઈ, આનંદથી બધાની સાથે હસવા બોલવા લાગી.
શાહજાદાઓ આવ્યાની સાથે, શાહજાદીની બીમારી દૂર થવાની વાત તુરત જ સુલતાનને પહોંચાડવામાં આવી. સુલતાન તો એકી સાસે, પોતાના બેટાઓને મળવા આવ્યો, અને તેમને ભેટી પડી. શાહજાદીને બિલકુલ તંદુરસ્ત થયેલી જોઈ, ખુશી ખુશી થઈ ગયો. પછી તેણે શાહજાદાઓ પાસેથી આવેલી બધી નવાઈભરી ચીજો જોઈ, પોતાની ખુશાલી જાહેર કરી.
શાહજાદાઓએ હવે ધીમે ધીમે રહીને વાત છેડી કે શાહજાદીની શાદી અમારા ત્રણમાંથી કોની સાથે કરવા ચાહો છો, તે સુલતાને ત્યાંજ હવે નકકી કરી દેવું.
સુલતાન બહુ વિચારમાં પડી ગયો. થોડીવાર પછી ત્રણે શાહજાદાઓને કહ્યું, ‘જુઓ તમે ત્રણે જણ, એક એકથી ચઢે તેવી નવાઈ જેવી ચીજો લાવ્યા છો. તેથી તમે ત્રણે સાથે એક સરખા લાયક ઠર્યા છો. કેમ કે, જો હાથીદાંતની નળીવાળી દૂરબીન અલિ પાસે ન હોત તો, તમે શાહજાદીને સાજી કરવા આહમદ પાસે સફરજન ન હોત તો તમે શાહજાદીને જીવતી કેમ કરી શકતે? અને કદાચ તે સફરજન સુંઘાડવા તમે ઈચ્છા પણ કરત તો હુસેનના ગાલીચાની મદદ વગર તમે અહીં બરાબર વખતસર શાહજાદીનો જાન બચાવવા આવી પણ કેમ શકતે? માટે તમે ત્રણે એક સરખા લાયક ઠરવાથી તમારા ત્રણેની ફરી પરીક્ષા લેવી પડશે. તેમાં જે પહેલો આવશે તેનાં લગ્ન શાહજાદી સાથે કરી આપીશ.’
કહો હવેની પરીક્ષામાં પહેલો કોણ આવશે? અને શાહજાદીની સાથે શાદી કરવા કોણ નસીબવંત નિવડશે?
(ક્રમશ)

Similar Posts

  • સાત અમેશાસ્પેન્તાનું મહત્વ

    આપણા કેલેન્ડર મુજબ અઠવાડિયાના સાત દિવસના નામ સાત અમેશાસ્પેન્તાના નામ પરથી રાખવામાં આવ્યા છે. આ સાત અમેશાસ્પેન્તાના પણ કેટલાક સહાયકો છે. જે તેમની ન્યાયી ફરજ નિભાવવામાં તેમની સહાય કરે છે. અમેશાસ્પેન્તાના મહત્વ નીચે મુજબ છે. 1) દાદર હોરમઝદ – ધ વિઝડમ એન્ડ ધ સ્પિરિટ ઓફ ગોડ (સ્પેન્તા મેન્યુ): દરેક માણસને અહુરા મઝદાના યોગ્ય હુકમો અનુસાર…

  • When You Visit A Fire Temple…

    [otw_shortcode_info_box border_style=”bordered” background_color=”#c2b3c2″ css_class=”boxed”]Daisy P. Navdar is a teacher by profession and a firm believer in the efficacy of our Manthravani. She is focused on ensuring that the deep significance of our prayers is realized by our youth. She credits her learnings and insights, shared in her articles, to all Zoroastrian priests and scholars whose…

  • કાચી કેરીનું શરબત

    ર મધ્યમ કદની કાચી કેરી (છાલ કાઢયા વગરની), 3/4 કપ પીસેલી સાકર, 1 ટીસ્પૂન શેકેલો જીરા પાવડર, 1 ટીસ્પૂન સંચળ (કાળુ મીઠું), થોડા ફુદીનાના પત્તા, 1/4 ટીસ્પૂન સૂંઠ, મીઠું સ્વાદાનુસાર. કુકરમાં કાચી કેરીને છાલ સાથે બાફી લો. હવે કેરીની છાલ કાઢી તેનો પલ્પ કાઢી લો. ફુદીનાના પત્તા, પીસેલી સાકર, જીરા પાવડર, કાળુ મીઠું (સંચળ), સૂંઠ…

  • જીવનની પ્રેરણા આશા!!

    આશા એ આપણા બધા જીવનની પ્રેરણા છે, તે જીવવાનો આધાર છે. જો આ આશા સમાપ્ત થાય છે, તો પછી જીવવાનો હેતુ પણ દેખાતો નથી. જો કે વ્યક્તિના મગજમાં વિવિધ પ્રકારની આશા છે, માત્ર સકારાત્મક આશા તેના જીવનને સુંદર બનાવે છે, તેને જીવનમાં આગળ વધવા માટે પ્રોત્સાહિત કરે છે, તેના મનને ઉત્સાહથી ભરે છે. જો વ્યક્તિનું…

  • Bharucha Baug Organises ‘Education Awards Nite’

    The Bharucha Baug Education Association and Bharucha Baug Residents Welfare Association held an ‘Education Awards’ night at the grounds on 28th October, 2017. The event commenced with compere Hutoxi Aibara welcoming the audience and presenting a floral tribute to Chief Guest and BPP Chairman, Yazdi Desai, wife, Anahita Desai, and BPP Trustee, Kersi Randeria. Committee…