સ્પ્રાઉટેડ બીન્સ સલાડ

સામગ્રી: ત્રણસો ગ્રામ કોબીજ, સો ગ્રામ ફણગાવેલા મગ, સો ગ્રામ ફણગાવેલા મઠ, એક ચમચો ઝીણી સમારેલી ડુંગળી, એક ચમચો ઝીણા સમારેલા ટામેટાં, એક ચમચી મરચાના પીસ, અડધી વાટકી કોથમીર સમારેલી, પચાસ ગ્રામ ફણગાવેલા સોયાબીન, પચાસ ગ્રામ બાફેલી મકાઇના દાણા, બે ચમચી લીંબુનો રસ, મીઠું સ્વાદાનુસાર, મરચું, જીરૂં.
રીત: સૌ પ્રથમ ફણગાવેલા મગ, મઠ અને સોયાબીનને થોડું મીઠું નાંખીને બાફી લો. કોબીજને ઝીણી સમારી લો. એક વાસણમાં તેલ ગરમ મૂકીને તેમાં જીરૂનો વધાર કરો. તેમાં મરચાના ઝીણાં ટુકડા અને મીઠા લીમડાનો વઘાર કરો. તેમાં કોબીજ અને ડુંગળીને સાંતળો. થોડી વાર પછી તેમાં ટામેટાં પણ ઉમેરો. અંતમાં બાફેલા મગ, મઠ અને સોયાબીન તેમજ બાફેલી મકાઇના દાણા નાંખીને હળવેથી હલાવો. થોડીવાર ગરમ થવા દો અને પછી મીઠું, લીંબુનો રસ નાંખીને હલાવો. બરાબર હલાવીને બાઉલમાં કાઢીને તેના ઉપર કોથમીર ભભરાવીને તેનો સ્વાદ માણો.

Similar Posts

  • આહમદ પરીબાનુને મળ્યો!

    આહમદ તો ભારે વિચારમાં પડી ગયો. અને અહીં આવી એકાંત જગ્યામાં આવો છૂપો રાજમહેલ તે કોનો હશે તેની અટકળો કરવા લાગ્યો. તેને કંઈજ સુજ્યું નહીં તે તો પૂતળાની માફક ત્યાં ઉભો જ રહ્યો. કોણ જાણે આમ આહમદ કેટલો વખત સુધી ઉભો રહેતે પણ તેટલામાં તો એક અતિશય ખુબસુરત જવાન સ્ત્રી ઘણા ભપકાભર્યા પોષાકમાં તેની સામે…

  • Letters To The Editor

    Re: Parsee General Hospital – Potential Loss of US $ 22.5 Million by Parsee Community Referring to the article in the Parsee Times and other leading newspapers and social media, dated 17th November 2018, the President, Mr. Homa Petit has clearly stated the facts of the potential loss to the Community if this project does…

  • શિરીન

     ‘શું…શું તા..રો ભઈ હ..તો?’ ‘હા ફિલ.’ ઉડ ઉડ થતાં હોથો સાથ થર થર ધ્રુજતી તેણીએ ફરી જવાબ આપ્યો કે તેજ ઘડીએ મોલી કામાએ પોતાનાં રૂમનું બારણું ખોલી તેનું નામ પુકાર્યુ કે તે જવાન પોતાની બેભાન જેવી હાલતમાંથી ફરી સાવધ બની ગયો. તેણે ઝડપમાં બારણું ખોલી શિરીનને એક નરમ હડસેલા સાથ બહાર કાઢી કે મોલી કામાની…

  • Book Reviews: ‘A Gift From Cyrus’ By Omid Kaveh

    Canadian resident, Omid Kaveh is an Iranian Zoroastrian who has authored ‘A Gift From Cyrus’, an intriguing novel inspired by true events, which Arya (central character) experienced in his life since he was 12, when the Islamic Revolution started in Iran. The book has also been gaining attention in the US, for its incredible story…