જીન પણ ઠગાયો!

આ નાપાક જીન મને જરાક પણ છૂટી મુકતો નથી તે મને આ મીલોરી સંદુકમાં બંધ કરે છે અને એને જોઈએ તો મને ઉંડા સમુદ્રમાં જઈ મેલી આવે તે પણ યુક્તિથી તેને ઠગયા વગર  હું રહેવાની નથી. આ વીટીંઓ ઉપરથી તમો જોઈ લેવો કે જ્યારે હરેક સ્ત્રી પોતાના પરાક્રમ કરવાને ખંતી થાય છે ત્યારે તે પાર પાડતા તેણીને કોઈ અટકાવી શકતું નથી. તે આપણા કરતા પણ વધારે દુ:ખી છે કારણ આપણે તો આપણી રાણીઓ પર આટલો સખત જાપતો નથી રાખતા પણ આ જીનતો બહુજ સખત જાપતો રાખવા છતાં આટલો ઠગાય છે તો આપણી શી બીશાદ છે. તેથી તેઓ પોતાની શરત મુજબ પોતાની છાવણી તરફ પાછા આવી શહેરમાં જઈ પહોંચ્યા.

શહેરમાં આવતા વારજ સુલતાન શહેરીયારે હુકમ કીધો કે સુલતાનાને ફાંસી દે અને તેની સર્વે બાંદીઓને પોતાને હાથે સુલતાને ગરદન મારી. એ કામ કીધા પછી તેને પકકો ઠરાવ કીધો કે દરરોજ એકકી કુંવારી ક્ધયા સાથે લગન કરી બીજે દિવસે તેને મારી નાખવી. આ પ્રમાણે દરરોજ તે એક કુંવારી ક્ધયા સાથે પરણતો અને બીજે દિવસે તે તેણીને ગરદન મારતો.

ઘાતકીપણાનો આ અનુપમ દાખલો તથા વેર લેવાની આ વિચિત્ર રીતી કે જેની બરોબરી કરનાર દાખલો કદી પણ તવારિખમાં આવનાર નથી તે વિશેની ખબર શહેરમાં ફેલાયાથી લોકોમાં ભારી ધાસ્તી પેસી ગઈ અને જે રૈયત પોતાના સુલતાનને તારીફ અને સ્તુતિથી વધાવી લેતી હતી તે હવે તેના અજાયબ ઘાટકીપણા માટે તેની ઉપર ફીટકાર નાખવા લાગી. તેનો વડો વજીર ઘણીજ દીલગીરી સાથ નાચારીથી તેને આ દુષ્ટ કામમાં મદદ કરતો હતો. તેને પેટે શેહરાજાદી તથા દીનારજાદી નામની બે બેટીઓ હતી. દીનારજાદી સદગુણી ક્ધયા હતી પણ શહેરાજાદી જે બેમાં વડી બહેન હતી તેનામાં હિંમત, બુધ્ધિ અને અકકલ હદથી જયાદા હતી. તેણીને વાંચવા પઢવાનો પુષ્કળ શોખ હતો અને તેની સ્મરણ શક્તિ ઘણીજ ચાલાક હોવાથી જે ચીજ એકવાર વાચતી તે કદીપણ ભુુલતી ન હતી. ફિલસુફી, હીમુ, તવારિખ અને બીજા હુન્નરો તથા વિદ્યા પેઢીને તે પાવરધી થયેલી હતી અને તે શાહેરીમાં તો એટલી પ્રવિણ હતી કે તેના વખતના શાહેરો તેની બરોબરી કરી શકતા ન હતા. તે ઉપરાંત તે ખુબસુરતીમાં ચૌદમી રાતના ચાંદને શરમીંદગી લગાડે એવી હતી. તેણીના સઘળા સદગુણો ઉપર તે નેકીનું સંગીન તાજ જેબ આપતું હતુ. આ બેટી પોતાના પિતાના સર્વે પ્યારને લાયકની હતી અને તેથી વજીર પણ તેણીને અંત:કરણથી ચાહતો હતો.

એક તરફથી શાહ શેહરીયાર પોતાના રાજમાં દરરોજ એક સુંદર જવાન નારનું ખુન કરી કેર વરતાવી પોતાના શહેરમાં પોતાની રૈયતને માહેતમપોશીમાં ગિરફતાર કરી રહ્યો છે. અને બીજી તરફથી વજીર કે તેના બીજા દરબારીઓ તરેહવાર રીતે શાહ શેહરીયારને તેના ઉંધા ઈનસાન માટે સમજાવી થાકી ગયા પણ કોઈબી તદબીરથી તેનું મન ફેરવી શકયા નહીં.

(ક્રમશ)

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *