હેલોવિન-ભૂતાવળ તરીકે ઉજવાતો તહેવાર

હેલોવીન તહેવાર આ યુરોપિયન દેશોમાં 31મી ઓક્ટોબરે ઉજવવામાં આવે છે. હિન્દુ ધર્મમાં જેમ પિતૃપક્ષ હોય છે તેજ રીતે  યુરોપિયનો પોતાના પિતૃઓ માટે હેલોવીનની ઉજવણી કરવાની પદ્ધતિ છે. વધુ ધાર્મિક વલણ ન આપતા ભૂતાવળ તરીકે આ ઉત્સવને આનંદ ઉત્સવ તરીકે મનાવવામાં આવે છે. આ તહેવારની શરૂઆત આયરલેન્ડ અને સ્કોટલેન્ડમાં થઈ હતી. આ તહેવાર સલ્ટિક જાતિના લોકો નવા વર્ષની પૂર્વ સાંજ તરીકે કરે છે.

હકીકત એ છે કે આ તહેવારને ભોપળાનો ઉત્સવ કહેવાય છે. આ મોસમમાં બધી બાજુએ નાના મોટા ભોપળા દેખાવા લાગે છે. આ મોસમમાં વડીલો બાળકોને ભોપળાના દેખાવ જેવી કેન્ડી આપે છે. તેમજ આ દિવસે જેક-ઓ-લટર્ન તૈયાર કરવામાં આવે છે. જેમાં પોકળ ભોપળાને આંખો, નાક અને ચહેરો બનાવવામાં આવે છે તેમજ તે ભોપળામાં કેન્ડલ સળગાવવામાં આવે છે. અને છેલ્લે એ ભોપળાને દાટવામાં આવે છે. આ રીત પ્રમાણે મૃતકની આત્માઓ સાસારિક લોકોની સામે તેમનો સાક્ષાત્કાર થાય છે એ માનવામાં આવે છે. આ દિવસ આ મોસમનો છેલ્લો દિવસ છે અને આ મોસમ પછી શિયાળો ચાલુ થાય છે.  આ દિવસે મૃત લોકોની આત્મા પૃથ્વીપર આવે છે એમ માનવામાં આવે છે. કેટલીક આત્માઓ જીવતા લોકોને તકલીફ ન આપે તે માટે લોકો ભુતાવળનો પહેરવેશ ધારણ કરી આ તહેવાર મનાવે છે. કેમ્પ ફાયર સળગાવી તેમા મૃત જનાવરોના હાડકા ફેંકે છે અને તેની આસપાસના નૃત્ય કરે છે. આ દિવસે ભરપૂર કેન્ડી બનાવી લોકો બાળકોને આપે છે. છેલ્લે આ તહેવાર પિતૃઓની યાદગીરીમાં તેમને માન આપવા ભૂતાવળનો પહેરવેશ ધારણ કરી આનંદપૂર્વક ઉજવવામાં આવે છે.

Similar Posts

  • WZO Trust Funds Holds Fun Summer Camp 2023

    The WZO Trust Funds, the community’s premiere non-profit organization devoted to the cause of community welfare for decades, organised a fun and exciting, five-day Summer Camp for Parsi Zoroastrians children between nine and sixteen years of age, on 1st May, 2023. Eighteen girls and twenty-four boys participated at this camp which was held in Navsari,…

  • |

    લવ મેરેજ

    આજે હું ખૂબ જ ખુશ છું. એવું લાગે છે કે જીવન ખુશીનું બીજું નામ છે. રોશનીનાં સપનાઓને સાચાં થતા જોઈ મળતી ખુશી તેની આંખોમાં છલકાતી ચેરાગ જોઈ રહ્યો. નમનગમતા જીવનસાથી જીવનભરને માટે એકબીજાને મળી જાય એનાથી વિશેષ ખુશી બીજી શી હોઈ શકે?થ રોશનીની આંખો ચેરાગની આખોમાં મળેલી હતી. દરિયા કિનારાની ભીની માટી ઘૂઘવતા પાણી લહેરાવતો…

  • કર્જતમાં લાયનોની ઉમંગ

    18 જુન, 2017 ના રોજ, લાયન્સ પર્સી માસ્ટર, કેટી પટેલ, સાયરસ સુરતી અને લાયનના 45 સભ્યોએ ઉમંગની મુલાકાત લીધી હતી. ઉમંગએ બાલ આનંદનું વિસ્તર છે અને વિશ્ર્વ ચિલ્ડ્રન કલ્યાણ ટ્રસ્ટ જે ભારત હેઠળ ચાલે છે. માનસિક રીતે અક્ષમતા ધરાવતા સોળ બાળકોનું આ ઘર છે જ્યા તેમને વિવિધ તાલિમ આપવામાં આવે છે.