સુખી સ્ત્રી!

ખરેખર સુખી એ સ્ત્રી છે, જેણે નક્કી કરી લીધું છે કે હવે મારે ખુશ રહેવું છે, મને કોઈ પ્રેમ કરે કે ના કરે, મારી ખુશી કોઈના પ્રેમ પર નિર્ભર નથી, મારી ખુશી એ મારી અંગત જવાબદારી છે અને એને હું બખૂબી નિભાવીશ!

સ્ત્રી એ સુખી છે જેણે નક્કી કરી લીધું છે કે હવે હું મારાં ભૂતકાળ ને નહીં વગોળું, જે થઈ ગયું, એ થઈ ગયું, હવે હું મારી આજ ને બહેતર અને આવતી કાલને બહેતરીન બનાવાની પુરી કોશિષ કરીશ!

સ્ત્રી એ સુખી છે જેણે નક્કી કરી લીધું કે હવે હું એક પીડિતા એક લાચાર વ્યક્તિ તરીકેની જિંદગી નહીં જીવું, હું આ દુનિયાનો આ સમાજનો, લોકોનો મારાં પોતાનાંઓનો મજબૂતાઈથી સામનો કરીશ.!

સ્ત્રી એ સુખી છે જેણે નક્કી કરી લીધું કે હવે હું ખુદ પર દયા નહીં ખાઉં, મારાં જીવનનું સ્તર એટલું ઉંચું લાવીશ કે મારી દયા ખાવાવાળા લોકો મારી ઈર્ષા કરવાનું શરૂ કરી દેશે.!

સ્ત્રી એ સુખી છે જેણે એવાં કોઈ વ્યક્તિની જરૂરિયાત નથી જે એને એમ કહે કે તું હવે પાતળી લાગે છે, કે ગોરી લાગે છે, કે સુંદર દેખાય છે, હું આ દુનિયામાં કોઈને ઈમપ્રેસ કરવાં માટે નથી આવી!

સ્ત્રી એ સુખી છે જેને કોઈ વ્યક્તિ પાસેથી એવું સર્ટીફીકેટ નથી જોઈતું જે સાબીત કરે હું ‘કેવી’ છું, આ દુનિયાની કોઈ વ્યક્તિને મને જજ કરવાનો કોઈ હક નથી, અને બધાં ને ખુશ કરવાનો મેં કોઈ ઠેકો લીધો નથી!

સ્ત્રી એ સુખી છે, જેણે ઉપરની બાબતોને હકીકત બનાવા માટે સૌથી વધારે જરૂરી જે છે, ‘આત્મનિર્ભર થવું’ એની કવાયત શરૂ કરી દીધી છે! પ્રેમને ઝંખો નહીં, ખુદને પ્રેમ કરતાં શીખો, ખુશ રહેતાં શીખો, દુનિયા તમારી પાછળ આવશે!

‘હેપ્પી વુમન્સ ડે’

Similar Posts

  • Fitness Tip Of The Week By K11 Academy of Fitness Sciences

    Running – Much More Than Burning Calories Your heart-pumping run is an easy activity which require special skills. Running is a weight bearing (you are bearing your body weight) and impact based (your foot strikes repeatedly) activity.  Pounding of the ground or treadmill repetitively leads to better calcium absorption in the leg bones, improving their…

  • શિરીન

    ‘તદ્દન જુઠી વાત છે પપ્પા મેં કયારે એમ કીધું વીકી?’ ‘ગઈ કાલેજ મેં તું ને પકડી પાડી હતી.’ ‘હું તો બપઈજીનાં રૂમમાં હતી, પપ્પા.’ તેણીએ ઓશકથી પોતાનો ચહેરો નીચે નમાવી દઈ બોલી દીધું કે વીકીનું લોહી તેના મમાવાનીજ કાની ઉકરી આયું. ‘બપઈજીનાં તો કાને ને આંખે હવે આવતું નથી પણ પપ્પા તમારી ખાત્રી કરવા મેં…

  • Your Moonsign Janam Rashi This Week –
    19th August, 2017 – 25th August, 2017

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી . ARIES | મેષ: અ.લ.ઈ. બુધની દિનદશા ચાલુ હોવાથી નાના કામમાં પણ ધ્યાન આપશો અને તમારા કામ સમય પહેલા પૂરા કરી શકશો. નાણાકીય ફાયદો મળતો રહેશે. ઈનવેસ્ટમેન્ટ કરી શકશો. મિત્રમંડળમાં વધારો થશે. થોડી મહેનત કરવાથી લાઈફ પાર્ટનર શોધી શકશો. ધણી-ધણીયાણી એકબીજાની વાત ઈશારાથી સમજી લેશો. ‘મહેર નીઆએશ’…

  • Mental Accounting Bias And Investments

    [otw_shortcode_info_box border_style=”bordered” css_class=”boxed”] Marzee Kerawala is a Certified Financial Planner with expertise in Income Tax and Investment products. Managing assets worth over Rs. 4 Billion, his firm ‘NiveshIndia’, designs Tailored Investment Strategy through Customised Financial Planning for individuals and NRIs, and also handles Treasury Management for corporates and SMEs. You can contact him at +91 9987567667 or Email: marzeek@niveshindia.co.in [Website…