સ્વાદિષ્ટ અને ચટપટી – રાજ કચોરી

સામગ્રી: 1 કપ મેંદો, 1/4 કપ રવો, 2 ચપટી બેકિંગ સોડા, 1 કપ તેલ.
કચોરી ભરવા માટે: 2 બટાકા બાફેલા, 15-16 પાપડી, 15-16 બેસનના ભજીયા, 1 કપ તાજુ દહી, 1/2 કપ સેવ ભુજિયા, 1/2 કપ અનારના દાણા, 1/2 કપ ચણા બાફેલા, 1/2 કપ મીઠી ચટણી, 1/2 કપ લીલી ચટણી, 2 નાના ચમચા સેકેલુ જીરુ, 1 નાની ચમચી સંચળ. મીઠુ સ્વાદમુજબ.
બનાવવાની રીત: સૌથી પહેલા મેદો રવો અને બેકિંગ સોડાને એકસાથે મિક્સ કરી લો અને ત્યારબાદ તેને પાણીમાં નાખીને સારી રીતે લોટ બાંધી લો. લોટ બાંધ્યા પછી તેને સારી રીતે મસળી લો. જેનાથી આ એકદમ નરમ થઈ જશે. હવે એક ભારે તળિયાની કડાહીમાં તેલ નાખીને ગરમ કરો. જ્યા સુધી તેલ ગરમ થઈ રહ્યુ છે લોટના 15-16 લૂઆ બનાવી લો. લૂઆને ભીના કપડાંથી ઢાંકી દો. જેથી તે સૂકાય નહી. ત્યારબાદ લોટના લૂઆથી નાની-નાની પૂરીઓ બનાવી લો. ગરમ તેલમાં મીડિયમ તાપ પર આ પૂરીઓને ઝારાથી દબાવી દબાવીને સેકો જેથી તે સારી રીતે ફૂલી જાય અને કચોરીના આકારની થઈ જાય. હવે કચોરીઓને વચ્ચે કાણું કરો જેથી તેની અંદર ફીલિંગ કરી શકાય. પણ આવુ કરતી વખતે થોડુ ધ્યાન રાખો કે કચોડી તૂટી પણ શકે છે. હવે કચોરીમાં એક ભજીયુ, બટાકાના નાના 4-5 પીસ, 2 ચમચી બાફેલા ચણા, નાની ચમચી સેકેલુ જીરુ, લાલ મરચા પાવડર, સંચળ, સાદુ મીઠુ, દહી, ગળી ચટણી, લીલી ચટણી સેવ અને દાડમના દાણા નાખો. સ્વાદિષ્ટ કચોરી તૈયાર છે.

Similar Posts

  • મદદ

    અંધારુ થઈ રહ્યું હતું. તાળું મારેલા લોખંડના પ્રવેશદ્વારની બહારથી કોઈક બૂમ પાડી રહ્યું હતું. અત્યારે કોણ આવ્યું હશે એમ વિચારતા મેં પ્રવેશદ્વાર ઉઘાડ્યો. સામે એક વૃદ્ધ ઉભો હતો. તેના ચોળાયેલા કપડાં અને મોં પરના થાકથી જણાઈ આવતું હતું કે તે લાંબી મુસાફરી ખેડી અહીં સુધી પહોંચ્યો હતો. આ યોગાનંદ સ્ટ્રીટ નું 8મું મકાન અને તમે…

  • સીઆવક્ષની બાનુ ફીરંગીઝ

    પોતાના રાજધાની શહેરના મુલકથી પેલી બાજુના છેક ચીનના દરિયા સુધીનો મુલક, એક રેશમી કપડાં ઉપર લખત લખી સીઆવક્ષને સોંપ્યો અને આખા મુલકને લગ્નની ખુશાલીમાં જયાફત આપી. નજદીક અને દૂરનાં જેબી કોઈ લોકો આવે, તેઓ માટે ખાણું અને શરાબ તૈયાર હતા. તેઓ ખાતાં અને પીતાં અને વળી પોતાની સાથે જેટલું લઈ જઈ શકાતું તેટલું લઈ જતાં….

  • Numero Tarot By Dr. Jasvi

    [otw_shortcode_info_box border_style=”bordered” background_color=”#c2b3c2″ css_class=”boxed”]Parsi Times brings you Dr. Jasvi’s monthly column on her unique Numero-Tarot readings [/otw_shortcode_info_box] . January (Lucky No. 4; Lucky Card: Emperor): You know where your destiny lies, but are still in search of the path. Your healing has begun and soon your health issues will be resolved. Those who wish to pursue…

  • Sports Roundup 1st February 2020 to 7th February 2020

    CRICKET India Seal Series V/s New Zealand In Super Over: A brilliant last over finish by Mohammed Shami helped India draw a nail-biter during their third T20 V/s New Zealand at Hamilton, following which, the men in blue eventually grabbed a victory in the Super-over as Man of the Match, Rohit Sharma, smashed 2 sixes of…