દીની દોરવણી: ધાર્મિક જીંદગી એટલે સંપુર્ણ જીંદગી

શારીરિક નજરે પડતી ચીજોની પેલી પાર પણ તમારી માનસિક, તમારી આત્મિક નજર જતી હોય તો જવા દેઓ. નહિ જતી હોય તો દોડાવવાની કોશેશ કરો. તેમ જતાં યા દોડાવતાં જે તમો જોતાં હોવ યા અક્કલ સહીત ધારતા યા કલ્પતાં હોવ તે “સર્વ” તે આપણા સવાલના જવાબનું “સર્વ” ટૂંકમાં કહીએ તો કુલ “કુદરત” “પોતાના કર્તા યા ખાવિંદ સાથની કુદરત” વધારે ખોલ્લી રીતે બોલીએ તો “કુદરત અને કુદરતનો ખાવિંદ” એ આપણા સવાલના જવાબનું “સર્વ’.

‘હું’, ‘તું’ અને ‘તે’ તરફની ફરજ સાથની જીંદગી તે સંપુર્ણ જીંદગી

“હું” “તું” અને “તે” જે ત્રણ મલી ‘કુદરત’ પોતાના ખાવિંદ સાથની કુદરત બને છે, તે 98આપણા સવાલના જવાબનું ‘સર્વ’. આપણે આસરે પાંચ-છ ફીટના વિસ્તારની આ જગતની જગ્યા આપણાં કદથી રોકીએ છીએ. આવી રીતે જગ્યા રોકનાર આપણ દરેક આદમીની બહાર બોહોળી કુદરત પડી છે. દરેક આદમી પોતાને ‘હું’થી બોલી પોતાથી બાહેરની સર્વ કુદરતને, ‘તું’થી બોલવી શકે, તેના એ ‘તું’માં તેના પોતા સિવાય કુલ કુદરત સમાઈ જાય છે, પણ ફક્ત એવા ‘હું’ અને ‘તું’માં સર્વ સમાઈ જતું નથી. ‘હું’ અને ‘તું’ને પેદા કરનાર કોઈ અનદીય ‘તે’ છે. તે ‘તે’ તે ઈશ્ર્વર છે. ત્યારે ‘હું’, ‘તું’ અને ‘તે’ મલી આ જગતનું ‘સર્વ’ બને છે. એ ‘સર્વ’ તરફ ‘હું’, ‘તું’ અને ‘તે’ તરફ એટલે આપણાં પોતા તરફ, કુલ નજરે પડતી કુદરત તરફ, અને આપણા પોતાને અને કુલ કુદરતને સરજનાર અહુરમજદ તરફ, ફરજ બજા લાવી જીંદગી ગુજારવી, તે “સંપૂર્ણ જીંદગી” યા “ધાર્મિક જીંદગી” ગણાય.

ધર્મ એટલે શું?

ધર્મ એટલે શું તે બાબેની તરેહવાર વ્યાયાઓમાં આ વધારે સુદ્ધ વ્યાખ્યા છે કે ‘માણસે પોતા વચ્ચે અને અનંત જગત વચ્ચે અથવા તે જગતનાં મૂળ વચ્ચે સ્થાપેલો સંબંધ તે ધર્મ છે. એવા સંબંધથી જીંદગીને જે રાહબરી મલે છે તે નીતિ.’ બીજા શબ્દોમાં કહીએ તો ‘ધર્મ’ એટલે કે આપણ દરેક આદમી અનંત જગત સાથે અને તે અનંત જગતનાં મૂળ, અહુરમજદ સાથે જે સંબંધ ધરાવે તે ધર્મ. આપણાં પુરૂષ સર્વનામોની ભાષામાં બોલીએ તો ‘હું’નો ‘તું’ અને ‘તે’ સાથનો સંબંધ તે ધર્મ. એ સંબંધનો ખ્યાલ આપણી જીંદગીને જાથુક જે રાહે, જે માર્ગે, જે રસ્તે દોડવે તે નીતિ.

નીતિમાન જીંદગી,

તે સંપુર્ણ જીંદગીનું બીજું નામ

આપણે વારે ઘડીએ, જે નીતિમાન જીંદગીને માટે બોલીએ છિએ તે નીતિમાન જીંદગી, “ધર્મિક જીંદગી” યા “સંપુર્ણ જીંદગી” બીજું નામ છે. નીતિમાન જીંદગી, ઉપલી વ્યાખ્યા પ્રમાણે, તે જીંદગી છે, કે જે આજુબાજુનાં તરફના સંબંધો પુરતા બરાબર જાળવીને વર્તવામાં આવે છે. આજુબાજુનાઓ તરફના સંબંધ જાળવવા, તે ખરેખરી નીતિમાન જીંદગી છે, તે ધાર્મિક જીંદગી છે, તે સંપુર્ણ જીંદગી છે.

હિદુઓના સાહિત્યના પવિત્ર શબ્દ ‘ઓમ’ સાથ જોડાયેલો સંપુર્ણ જીંદગીનો ખ્યાલ

હિંદુઓનાં ધર્મપુસ્તકો તરીકે ગણતાં સાહિત્યમાં ‘ઓમ઼’ શબ્દ ઘણો પવિત્ર અને ભાવાર્થથી ભરપુર ગણાય છે. એક ગુપ્ત ચિન્હરૂપી શબ્દ તરીકે તેણે અર્થથી ભરપૂર ગણવામાં આવે છે. હિંદુઓની ઘણીક પ્રાર્થનાઓ અને ભક્તિઓ અને એઓના ઘણાક પુસ્તકો અને લેખો એ શબ્દથી શરૂ થાય છે.એ ‘ઓમ’ શબ્દ ‘અ’, ‘ઊ’ અને ‘મ’ હરફોથી બનેલો ગણાય છે. એ હરફોમાં ‘અ’ તે ‘હું’ માટે ‘પોતા’ માટે ગણાય છે.‘ઊ’ તે ‘હું’ અથવા પોતા’ સિવાયના સર્વ માટે ગણાય છે. એટલે એ ‘ઊ’માં ‘તું’ અને ‘તે’ બન્ને સમાય છે. ‘મ’ હરફ એ બે વચ્ચેનો, એ ‘પોતા’ અને ‘નહિ પોતા’ વચ્ચેનો સંબંધ દર્શાવે છે. આ વિચાર મુજબ ‘ઓમ’ શબ્દ, કુલ જગતનું અને આપણા પોતા અને આપણ પોતા સિવાય બીજાં સર્વ વચ્ચેનાં તરેહવાર પ્રકારના સંબંધનું એક પ્રકારનું ચિન્હ છે.

આપણ અને આપણા સિવાયની કુલ જગત વચ્ચેના સંબંધ ઉપર કુલ દુનિયાનાં કાર્યનો આધાર છે. એક માણસ જેમ ભલો બનતો જાય છે તેમ તે પોતા અને પોતા સિવાયનાં બીજાંઓ વચ્ચેનો ફરક ઓછો કરતો જાય છે, એટલે કે તે પોતાનાં ભલાંને બીજા સર્વના ભલામાં ભેલી તેઓનાં ભલામાં પોતાનું ભલું જોએ છે. પીર પેગામ્બર જેવા મોટા ભલા પરહેજગાર પુરૂષો એમ વધારે કરે છે. જે પ્રમાણમાં એમ વધારે બને છે તેમ જીંદગી વધુ સંપુર્ણ રીતે ભોગવાતી જાય છે.

સંબંધો જાળવવા એટલે શું?

હવે ધર્મ એટલે શું, તે બાબેની ઉપલી વ્યાખ્યામાં જે કહે છે કે ‘જગત સાથે જગતના કર્તા સાથે સંબંધ જાળવવો’ તેનો અર્થ શું? સંબંધ જાળવવો, એટલે કે તેઓ તરફની ફરજો બજા લાવવી. કુલ જગત તરફ અને ‘કુલ જગત’માં ‘હું’ પોતે, દરેક આદમી સમાયલો છે અને તે જગતના કર્તા તરફ ફરજ બજા લાવવી, એ ધર્મ પાળવા બરાબર છે, એ ધાર્મિક જીંદગી ગુજારવા બરાબર છે. એ સંપૂર્ણ જીંદગી ગુજારવા બરાબર છે.

(ક્રમશ)

Similar Posts

  • બીપીપી ગુમાવેલા ધાર્મિક મરહુમ સમર્થકોને શ્રદ્ધાંજલિ આપે છે

    18મી જૂન, 2019ને દિને બોમ્બે પારસી પંચાયતના ચેરમેન અને ટ્રસ્ટીઓ દ્વારા અંજુમન આતશ બહેરામના વડા દસ્તુરજી માનનીય વડા દસ્તુરજી ડો. કૈખુશરૂ મીનોચેરજી જામાસ્પઆસા તથા નવસારીના ભાગરસાથ અંજુમન આતશ બહેરામના વડા દસ્તુરજી, માનનીય વડા દસ્તુરજી કૈખુશરૂ નવરોઝ દસ્તુર મહેરજીરાણાની યાદમાં શ્રધ્ધાંજલિ આપવા એક બેઠક બોલાવી હતી. બીપીપી ચેરમેન યઝદી દેસાઈ, તેમના ધર્મપત્ની અનાહિતા દેસાઈ, બીપીપીના બધાજ…

  • હસો મારી સાથે

    અમેરિકામાં મારો કાર્યક્રમ સેનજોસમાં હતો. મે કહ્યું: સેનજોસેમાં કાર્યક્રમ છે એટલે ત્યાંનો આયોજક મને કહે, સેનજોસે નહીં પણ સેનહોજ બોલવાનું. અમેરિકામાં જેનો ઉચ્ચાર હ કરવાનો. મેં કહ્યું હવે ભૂલ નહીં થાય. એક દિવસ આયોજક મને કહે, ફરી પાછા અમેરિકા કયારે આવશો? મેં કહ્યું કે, આવતા હૂન-હુલાઈમાં આવીશ. *** મુંબઈ મેં એક ભાઈને પૂછયું કે મારે…

  • શાહનામાની સુંદરીઓ

    જાલેજરની બાનુ રોદાબે જાલે પોતાની કમન્દ લઈ તે મહેલના કંગ્રા ઉપર નાખી અને તેની મદદથી તે ઉપર ચઢી ગયો. રોદાબે બેઉ એકમેકનો ચહેરો જોઈ ખુશી થયાં અને બેઉએ એકમેક સાથે શાદીના ગાંઠમાં જોડાવાને કબૂલ કીધું. જાલેજરે રોદાબેને કહ્યું કે, ‘એ રૂપેરી છાતીની અને કસ્તુરીની ખુશબુની સર્વ જેવી સિધ્ધીબાનુ! જ્યારે મીનોચહેર આ બાબત જાણશે ત્યારે તે…

  • અમારા મા-બાપ જ અમારી ધરોહર!

    સંજાણમાં રહેતા જહાંગીરજી ખેડૂત હતા. તેમની પોતાની કેરી અને ચીકુની વાડી હતી. એક ખેતર હતું એક દિવસ ઘરે આવી એક મહત્વનો નિર્ણય કર્યો મનોમન, કોઈને પણ ખબર ન પડવા દીધી. અને એમણે એમના નિર્ણયને શબ્દ રૂપ આપ્યું. આ પત્ર સ્વરૂપે. તેમનો દીકરો સોરાબ અને વહુ રોશનને રૂમમાં બોલાવીને પત્ર આપી દીધો. ઘરમાં સોરાબ, રોશન અને…

  • ગુંદર પાક

    સામગ્રી: 100 ગ્રામ ગુંદર, 50 ગ્રામ બદામ, 50 ગ્રામ કાજુ, 50 ગ્રામ પિસ્તા, 1 કપ નારિયેળનું છીણ, 1/2 કપ ઘી, 200 ગ્રામ માવો, 2 કપ ખાંડ 1/2 કપ પાણી, 1/2 ચમચી ઈલાયચી પાવડર સજાવટ માટે: 6-7 કાપેલી બદામ, 6-7 કાપેલા પિસ્તા, 6-7 કાપેલા કાજુ 1 મોટી ચમચી નારિયેળનું છીણ. ગુંદરપાક બનાવવાની રીત: સૌથી પહેલા ગેસ…

  • જરથુસ્ત્ર સાહેબના જીવનની ઝાંખી

    ખોરદાદ સાલના પ્રસંગે તમારી સામે આપણા તેજસ્વી જરથુસ્ત્ર પયગમ્બર સાહેબના જીવનની અને ભણતરની એક વિશિષ્ટ ઝાંખી રજૂ કરી રહ્યા છે.‘પ્રોફેટ’ માટેનો ફારસી શબ્દ પેગમ્બર અથવા વક્ષશુર છે (પહલવી શબ્દ વક્શવરના શબ્દ પરથી ઉતરી આવ્યો છે જેનો અર્થ થાય છે) ‘ભગવાનના શબ્દોનું વહન કરનાર’. આપણે જીભથી પવિત્ર મંત્રોનું ઉચ્ચારણ કરીએ છીએ એટલે જીભ દ્વારા ભગવાન તરફથી…