અમર ઈરાન: ઈરાનના યાદગાર ઈતિહાસનો એક સોનેરી સફો – જંગી પારસી યોદ્ધા બહાદુર બોગીઝનો દેશહિતકાર. બળ્યા બોગીઝની પવિત્ર યાદ

લખનાર – મિનોચહેર એરચશાહ દાદરાવાળા

વહાલાં યાદગાર વતન, ઈરાનની ઝળકતી તવારીખના સોનેરી સફાઓ. પૂરાતન પારસી યોદ્ધાઓના સુંદર સાહસિક કર્મો અને કીર્તિવંત કારકીર્દીના અનેક યાદગાર અહેવાલોથી ઝમકી અને ચમકી રહ્યા છે. ઈરાન ગોયા જેહાંનને જીતનાર અને અદલ ઈનસાફ અને દયાથી રાજ્ય કરનાર યોદ્ધાઓ અને ધરતિ ધ્રુજાવનાર વીર નરોનો મૂલ્ક છે. એ જબરા યોદ્ધાઓની જગપ્રસિદ્ધ જયથી એક વખતે ટિબેટનાં જંગલોથી તે એ એટલાંટિક મહાસાગરના કોસ્ટાઓ સૂધીના અને રશિયા તથા સાઈબીરિયાના ભિત્તરથી તે ઈથિઓપિયા તથા સાહરાનાં રેતાળ રણો સૂધીના દેશો અને અતરાફો ઉપર પ્રતાપિ પારસીઓનો કિર્તીવંત કાવિયાની ઝુંડો ફરકી રહ્યો હતો. આવાં જગત-રાજ્યને ટેકવી રાખનારા, અનેક યાદગાર યોદ્ધાઓ, પારસી પ્રજા વચ્ચે પ્રકાશી ગયા છે જેઓમાંના ફકત એકજ શૂરવીરની નોંધ આજે આપણે લઈશું.

બહાદુર બોગીઝની ટુંક નોંધ તવારિખનો પિતા હીરોડોટસ અને જગપ્રસિદ્ધ ગ્રીક ઈતિહાસકર્તા થીયુસીડાઈડીઝે પોતાના ગ્રંથોમાં લીધી છે. આ નોંધ જોકે અત્યંત ટુંકી છે, તે છતાં તે બહાદુર સરદારની રયોમંદ જીંદગીના ફકત એકજ બનાવ ઉપરથી પૂરાતન પારસીઓના શૂરાતન અને દેશહિતકાર અને દેશાભિમાનનો ઝાંખો ખ્યાલ આપણને આવે છે.

ગ્રીસ ઉપરની મહાત્મા ક્ષયાર્થી

(ઝર્ક્ષીસ)ની મહાભારત ચઢાઈના છેવટના તબક્કા દરમ્યાન જ્યારે પારસીઓ ગ્રીસ, મેસીડોનિયા, પીઓનિયા તથા (દેરિસક્રસ, બાઈઝેનશીયમ અને ઈઓન સિવાયનું) આખું થ્રેસ છોડ ી બેઠા, ત્યારે થ્રેસના પારસીઓના કબજામાં બાકી  રહેલાં શહેરો પણ સર કરી લઈ તેઓને યુરોપ ખંડ છોડી, સદાબરા જવાની ફરજ પાડવા માટે નામીચા એથીનિયન યોદ્ધા કુશળ કાઈમને પ્રથમ ઈઓન ઉપર ચઢાઈ કીધી. આ શહેર થ્રેસના મુલ્કમાં સ્રિમોન નદી ઉપર આવેલું હતું. તેનો હોકમ બહાદુર બોગીઝ  હતો.

(ક્રમશ)

Similar Posts

  • લોકપ્રિય પૌરાણિક માન્યતાઓ

    માન્યતા: જરથોસ્તી ધર્મમાં અંતિમવિધિના સમયે એક શ્ર્વાનને મૃતદેહની નજીક લાવવામાં આવે છે તે નક્કી કરવા માટે કે શરીરમાં હજુ પણ પ્રાણ બાકી છે કે નહીં. આજે વિજ્ઞાન એકદમ એડવાન્સ થઈ ગયું છે પરંતુ પ્રાચીન કાળની પધ્ધતિઓ અલગ હતી, અને તે વખતે એવું પણ માનવામાં આવતુંં કે કૂતરો આત્માને આધ્યાત્મિક માર્ગ બતાવે છે. હકીકત: ધાર્મિક ગ્રંથો…

  • |

    તંત્રીની કલમે

    વહાલા વાંચકો, આ વરસે અમે ફરીવાર વિશેષાધિકાર લઈ તમારી સામે પારસી નવું વરસ વિશેષાંક રજૂ કરી રહ્યા છે. આપણા જીવનનો એક મુખ્ય પાસાનો આનંદ છે આપણા સંબંધો.. જે આપણા સુખ અને શાંતિને સુરક્ષિત કરવા માટે સૌથી મોટો ભાગ ભજવે છે, સબંધો જે કુટુંબ અને મિત્રો સાથે છે, અહુરા મઝદા સાથે, આપણા શિક્ષકો તથા ડોકટરો સાથેના…

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    28 August – 03 September 2021

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. 20મી સપ્ટેમ્બર સુધી બુધની દિનદશા ચાલશે. તમારી બુધ્ધિ વાપરી મુશ્કેલીભર્યા કામ પણ સહેલા બનાવી દેશો. અટકેલા કામ ફરી ચાલુ કરી શકશો. મીઠી જબાન વાપરી ફસાયેલા નાણા પાછા મેળવી શકશો. મિત્રોના દીલ જીતી લેવામાં સફળ થશો. થોડુ ઈનવેસ્ટમેન્ટ અવશ્ય કરજો. દરરોજ ભુલ્યા વગર…

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    26 February – 04 March 2022

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. શુક્રની દીનદશા ચાલુ હોવાથી ગામ પરગામ જવાનો ચાન્સ મળી રહેશે. સાથે કામ કરનારનો સાથ મલવાથી તમારા મુશ્કેલીભર્યા કામને સહેલા બનાવી દેશો. રોજ બરોજના કામ વધુ સારી રીતે કરી શકશો. 13મી એપ્રિલ સુધી ફેમીલી મેમ્બરની ઈચ્છા પુરી કરી શકશો. મિત્રોથી ફાયદો મળશે. ધનલાભ…

  • નીરંગદીનનો ઈજેલો નીરંગ

    હવે આ બરજીસી (ભ્રેસ્પતી)ના ગૃહના શ્રેષ્ઠ આદર ફ્રોબાની અશોઈના બ્લુ સ્તોતથી ભરપુર ખાસ્તર (વીજળીક શક્તિ)ને લાંબો વખત એમની એમ આબેઝરમાં (ગઓ-મએચમાં)મર્જ થયેલી યાને સચવાયેલી અને જળવાયેલી રાખવાને વાસ્તે તથા બરશ્નુમ તથા નાહાન જેવી ક્રિયાઓ વખતે પીવાના ઉપયોગમાં લેવાને વાસ્તે વરસ્યાજીના આબેઝર ઉપર નીરંગ-દીનના નામે ખાસ ક્રિયા જે ઘણી મોતેબર ક્રિયા છે તે કરવામાં આવે છે,…

  • હસો મારી સાથે

    એક મિત્રને વેલણથી બચવા માટે મેં સલાહ આપી કે, રોટીમેકર લઇ લે. 5-6 દિવસ પછી એનો ફોન આવ્યો વોશીંગ મશીન કઈ કંપનીનું સારું આવે છે? હવે તો ધોકા મારે છે. *** દર્દી: હું તો એટલો મોદી ભક્ત થઈ ગયો છું ને કે મારા શરીરમાં એક જગ્યાએ નાનું કમળ ઉગ્યું છે. ડોકટર: અરે ગધેડા, એ કમળ…