અમર ઈરાન: ઈરાનના યાદગાર ઈતિહાસનો એક સોનેરી સફો – જંગી પારસી યોદ્ધા બહાદુર બોગીઝનો દેશહિતકાર. બળ્યા બોગીઝની પવિત્ર યાદ

ગયા અંકથી ચાલુ

આ શૂરવીર સરદારને પ્રથમ કાઈમને શહેર છોડી, એશિયા ખાતે કુચ કરી જવાને અર્જ કરી પરંતુ પોતાને સોંપવામાં આવેલું શહેર જંગ મચાવ્યા વિના શત્રુઓને શરણ કરીને  જગમશહુર ઈરાનની પ્રતિષ્ઠા કોઈપણ અંશે ઘટાડે, તેટલો તે હિચકારો હતો નહિ. એથીનિયનોનાં જબરાં બળ સામે ટકવું મૂશ્કેલ હતું. તે બિના તે દેશભિમાની વીર નર સારી પેઠે જાણતો હતો; તો પણ પ્રસિદ્ધ, પ્રતાપિ પારસીઓનાં બુલંદ નામને ખાતર છેવટ સૂધી યુદ્ધ કરીને પોતાની કીર્તિ અમર કરી, પનોતા પારસીઓની કીર્તિની સુંદર કલ્ગીરમાં કેટલાંક વધુ પીછાં ઉમેરવાનો તેણે મક્કમ નિશ્ર્ચય કર્યો. તેનાં શૂરાતન આગળ એથીનિયનો ફાવી શક્યા નહિ અને જ્યાંસૂધી ભૂખમરાના દુષ્ટ દૈત્યે તેને અધમૂઓ કરી મૂક્યો નહિ ત્યાંસૂધી તે શત્રુઓ સાથ બાથોબાથ લડ્યો. છેવટે કિલ્લામાં અનાજનો એક પણ દાણો બાકી રહ્યો નહિ. આથી પણ તે જવામર્દે હિંમત ખોહિ નહિ. દુશ્મનોને શરણ થવા જેટલું બાયલાપણું ત્હેનામાં હતું નહિ. પોતાના પ્યારા પ્રાણની પણ તેને દરકાર હતી નહિ. તેજ પ્રમાણે બહાદુર પાકદામનની, નેકખુ, ખુબસુરત પારસી બાનુુઓ ઝનુની, બદખાહ, શત્રુઓના હાથમાં સપડાય તે પણ તેનાથી સાંખી શકાયું નહિ. માટે છેવટે તે રણશૂર વીર નરે એક જબરી ચીતા સળગાવીને પોતાનાં કમનસીબ બાળકો, પ્યારી મહોરદાર, હીંમતવાન દાસીઓ અને બહાદુર ગુલામોને કત્લ કરીને તેમાં નાખ્યાં. પોતાના કમબખ્ત  પણ બહાદુર વહાલાંઓને ઘાતકી ગ્રીકોની ગુલામગીરીમાંથી એ રીતે બચાવી, તે અઝીઝ પારસી શેર નરે કિલ્લામાંનો સઘળો ખજાનો એકઠો કરીને સ્ત્રિમોન નદીમાં હોમાવી દેવડાવ્યો, કે જેથી તે હરીફોને હાથ જવા પામે નહિ. છેવટે પોતાની બહાદુરી અને વિખ્યાતીની વાત ચોમેાર ફેલાવીને તે નામાંકિત નરે બળતી ચેહમાં ઝોંકાવ્યું અને પોતાના પ્યારો  પ્રાણ પારસી શાહાનશાહતની સેવામાં જગપ્રસિદ્ધ પારસી યોદ્ધાઓની પ્રતિષ્ઠા જાળવવા તે જેહાંન મશહુર યોદ્ધાએ અર્પણ કરીને દુશ્મનને શરણે જવાના તરીકાને જગત સન્મૂખ તેણે તીરસ્કારને પાત્ર ઠેરવ્યો.

પ્યારા બોેગીઝના સાહસકર્મની તારીફ હવે ઈરાનમાં પ્રસરવા લાગી. તેના હયાત વારસો હવે ઈરાની શાહાનશાહતમાં પૂંજાવા લાગ્યા. તવારિખનવેશ હીરોડોટસ પારસીઓનો કટ્ટો વેરી હોવા છતાં બહાદુર બોગીઝને માટે સ્તુતિ કરી ગયો છે, ત્યારે તે વીરલાના વારેસો – હાલના પારસીઓ – પોતાની પવિત્ર ફરજ બજાવવામાં પાછળ હઠે એમ હું ધારતો નથી. તે નામાંકિત નરનું નામ નામધરણમાં લેવાવું જોઈએ. વળી તેના જેવા દિલશેર, મહાન શખ્સની પવિત્ર યાદ દરેક સાચા પારસીના જીગરમાં ફરવરદીગાનના પવિત્ર દિવસો ઉપર તાઝી રખાવી જોઈએ! વહાલા પારસીઓ! તમે જો કીર્તિવંત બહાદુર વડવાઓના વારેસ ગણાઓ છો, તે વડવાઓની ઝળકતી કારકીર્દિનો અભ્યાસ કરવાને ઉતાવળે બિદાર બનો! ઈરાન સરઝમીનનો યાદગાર ઈતિહાસ વાંચી તેની ઉપર ખુબ ગોર અને મનન કરીને તમે મગરૂર થાઓ. તે વતનની દાઝ, તે પવિત્ર ભૂમીના યાદગાર યોદ્ધા અને શાહાનશાહોની યાદ અને તમારા પારસી ખવાસ અને કયાની ખમીર, તમોને હમેશાં હોંશ અને હીશમતથી ભરપૂર રાખે એવી હું દુઆ કરૂં છું!

અશો બોગીઝનાં ફરોહરને માન સાથે યાદ કરીને હું રૂખસદ લઉં છું.

Similar Posts

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    18 Decemmber – 24 December 2021

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. છેલ્લુ અઠવાડિયું જ ગુરુની દિનદશામાં પસાર કરવાનું બાકી છે. તેથી ઘરવાળાની ડિમાન્ડ પહેલાં પૂરી કરી આપજો. ધનનો સારી જગ્યાએ ઉપયોગ કરવામાં સફળ થશો. કોઈક જરૂરતમંદ વ્યક્તિને મદદ કરવામાં કસર રાખતા નહીં. થોડીક બચત ખરાબ સમયમાં કામમાં આવશે. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણવાનું ચાલું…

  • મહેનત રંગ લાવી!

    ગામડાની એક સ્કૂલની આ વાત છે, સવારનો સમય છે, લગભગ દસ વાગ્યા હશે. બહાર અનરાધાર વરસાદ થઈ રહ્યો છે, સ્કૂલમાં પણ બધા વિદ્યાર્થીઓ આનંદમાં આવી જાય છે કારણકે થોડા જ સમય પછી રિસેસ પડવાની હતી અને વરસાદ એ નાના છોકરાઓ માટે કંઈ મનોરંજનથી ઓછો નહોતો. વરસાદ ચાલુ જ છે અંદાજે પાંચથી સાત મિનિટ પછી એક…

  • કાળા ટાપુના જવાન પાદશાહની વાર્તા

    જે પ્રમાણે તમને તમારા મુલકમાં માન મરતબો આપવામાં આવે છે તેવોજ માન અમે મરતબો તમને મળશે.’ ‘બલવંત સુલતાન!’ તે શાહજાદાએ પુછયું કે ‘શું તમે ધારો છો કે તમારી રાજધાની હ્યાંથી નજદીક છે? સુલતાને કહ્યું કે ‘અલબત્તે હું ધારૂં છું કે મારી રાજધાની તરફ જઈ પહોંચતા વધુમાં વધુ પાંચ કલાક લાગશે.’ તે શાહજાદાએ કહ્યું કે ‘મારા…

  • નૂતનવર્ષનો નવલો સંકલ્પ અંતરના કોડિયામાં દીવડાં પ્રગટાવીએ

    આઝાદી પ્રાપ્તિના આટલા વર્ષો બાદ પણ આપણાં ભારત દેશની અનેક અપેક્ષાઓ પરિપૂર્ણ થઈ શકી નથી. અનેક આકાંક્ષા ફળિભૂત થઈ નથી. સ્વતંત્રતાના મીઠાફળ હજી રાષ્ટ્રના છેવાડાના માનવી સુધી પહોંચ્યા નથી. ભારત દેશમાંથી ગરીબી ઓછી થઈ નથી. બેકારી નાબુદ થઈ શકી નથી. વસ્તીવિસ્ફોટ અને નિરક્ષરતામાંથી મુકત થવા માટે દેશને હજુ અનેકવિધિ અંધારા ઉલેચવા પડશે. ગરીબીમાંથી બહાર આવવા…

  • હસો મારી સાથે

    એક મિત્રએ તેના મિત્રને પૂછયું, તું આખા ગામમાં સિંહ જેવો થઈને ફરે છે પણ તારા ઘરમાં તારી શું હાલત છે? મિત્રએ જવાબ આપ્યો: ઘરમાં પણ સિંહ જેવો જ છું પણ ઘરમાં હોઉં ત્યારે અંબામાતા ઉપર બેઠા હોય છે. **** એક ભાઈને પૂછ્યું, તમારા ઘરમાં તમારૂં સૌથી વધારે સન્માન કોણ કરે છે? તો કહે, મારી વાઈફનાં…

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    06 November – 12 November 2021

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. હાલમાં ગુરુની દિનદશા ચાલુ હોવાથી તમારા હાથથી નાના-મોટા ચેરિટીના કામ કરવામાં સફળ થઈ શકશો. તમારા કરેલ કામના બીજા વખાણ કરવામાં કોઈ કસર નહીં રાખે. નાણાકીય બાબતની અંદર સારાસારી થતી રહેશે. ગુરુની કૃપાથી હાલમાં તમારા ધનનો ઉપયોગ સારી જગ્યાએ કરવામાં સફળ થશો. ગુરુની…