કાળા ટાપુના જવાન પાદશાહની વાર્તા

સુલતાનની પધરામણી થયા પછી બીજે દિવસે તેણે પોતાના દરબારીઓને દરબારમાં એકઠા કીધા અને તેની મરજી ઉપરાંત કેટલાક ન ધારેલા બનાવોથી તેને જે અટકી રહેવું પડયું હતું તેનો તેઓને વિગતવાર ખુલાસો કહી સંભળાવ્યો. પછી તેણે તેઓને જાહેર કર્યુ કે તેની મરજી તેનો સઘળો મુલક કાળા ટાપુના શાહજાદાને આપી જવાની છે કારણ કે તે શાહજાદો પોતાનો તમામ મુલક છોડીને આપણા મુલકમાં આવી રહ્યો છે. તે સાથે મારા જે દરબારીઓ એ આજ સુધી ઈમાનદારીથી મારી સેવા બજાવી છે તેનો પુરતો બદલો વાળવાને હું આ તક હાથ ધરૂં છું. એટલું બોલી સુલતાને તેઓની નોકરીના પ્રમાણ અને તેમના દરજ્જા પ્રમાણે પેલો માછી જવાન શાહજાદાના છુટકારાનો મૂળ સબબ થયો હતો તેથી ઈનામો ઉપર ઈનામો આપી તે માછીને એટલી દોલત બક્ષી કે જેથી તે તથા તેનો બાળગોપાળ આખા ભવ સુધી સુખી અને આબાદ થઈ ગયા અને માછીની પદવી ઉપરથી તે એકદમ ઉમરાવમાં ખપવા લાગ્યો. નસીબની બલિહાર ઓર છે!
ફકીર થયેલા ત્રણ શાહજાદા તથા બગદાદ શહેરની પાંચ બાનુઓની વાર્તા
ખલીફ હાઉન અલ રસીદના રાજમાં બગદાદ શહેરમાં એક હેલકરી રહેતો હતો જો કે તેનો ધંધો હલકો અને મહેનત ભરેલો હતો તો પણ તે જાતે ઢોંગી અને લટરાજકોર હતો. એક દિવસે તે પોતાનો ટોપલો પોતાની આગળ રાખી ઉભો હતો અને તે જગ્યા આગળથી તેને હંમેશ કામ મળતું જ હતું ત્યાં ખુશનુમા ચહેરાની એક જવાન સ્ત્રી, જેણીએ ચહેરા ઉપર મજલીનનો મોટો બુરખો નાખેલો હતો તે આવી લાગી અને હસ્તી હસ્તી તે હેલકારીને કહેવા લાગી કે ‘એ હેલકારી! તારો ટોપલો ઉંચક અને મારી પાછળ આવ.’ આ શબ્દો જે તેણીએ ઘણાજ ધીરા અને મધુર અવાજથી કહ્યા હતા તે સાંભળીને તે મજુર ઘણોજ ખુશી થયો અને ટોપલો પોતાને માથે મૂકી કહેવા લાગ્યો ‘આજનો દિન મુબારક! આજનો દિન મુબારક!’
તે સ્ત્રી એક બંધ કીધેલા દરવાજા આગળ ઉભી અને તે ઠોકવા લાગી. એક બુઝર્ગ કિશ્ર્ચિયન, જેની દાઢી લાંબી અને સફેદ હતી તેને દરવાજો ઉઘાડયો. એક પણ શબ્દ બોલ્યા વગર તેણીએ તેના હાથમાં કાંઈ પૈસા મૂકયા. તે કિશ્ર્ચિયન સારી પેઠે જાણતો હતો કે તેણીને કંઈ ચીજ જોઈએ છીએ તેથી તેજ વેળા તે અંદર ગયો અને ઘણો સરસ શરાબનો એક શીસો ભરી લાવ્યો. તે સ્ત્રીએ તે મજુરને કહ્યું કે ‘આ શીસો લે અને તારા ટોપલામાં મેલ!’ તેમ તેને કીધા પછી તેણીએ પોતાની પુઠે આવવા તેને ફરમાવ્યું અને પોતે આગળ ચાલતી થઈ, તે હેલકરી પોતાના મનમાં તે દિવસની ફત્તેહના ફરીથી શુકરાના કરવા લાગ્યો.
તે સ્ત્રી એક મેવા અને ફલ વેચનારની દુકાન આગળ આવી અને ત્યાંથી ભાતભાતના મેવા તથા તરેહવાર ફળ ફળાદી ખરીદ કીધા અને તે સર્વે ચીજો ટોપલામાં મેલાવી આગળ ચાલી. ત્યારબાદ એક ખાટકીની દુકાને ગઈ, ત્યાંથી પચીસ રતલ ગોશ્ત ખરીદ કરી તે પણ તે ટોપલામાં મેલાવ્યું.
એક બીજી દુકાન પરથી તે સ્ત્રીએ સુકો મેવો તથા અચાર ખરીદ કીધાં અને તે પણ તેણીએ ટોપલામાં મેલ્યા. એ સખળું તે ટોપલામાં મેલતાં તે ભરાઈ ગયો.
(ક્રમશ)

Similar Posts

  • ‘Technology Creation Must Reflect Diverse Society’ Says Lord Karan Bilimoria

    CBI (Confederation Of British Industry) President, Lord Karan Bilimoria is set to emphasise the need for technology development to reflect diversity in society if it is to deliver tangible benefits for ethnic communities, at the launch of the new CBI BAME (Black, Asian or Minority Ethnic) in Tech Group. Lord Bilimoria will express how the…

  • COVID-19 And You!

    Coronavirus – Personality Plus or Minus? [otw_shortcode_info_box border_type=”border-top-bottom” border_style=”bordered” border_color=”#02266e” background_color=”#d2e5fa”]The COVID-19 Pandemic has changed our lives for good. Nothing will truly feel the same, when we emerge on the other side, after surviving and quashing the Coronavirus (Godspeed!!). But till then, as we live through the Social Distancing, Quarantine and the mandatory isolation, confined…

  • હસો મારી સાથે

    બાથરૂમમાં હજી તો ન્હાવા માટે અંદર જાઉ એ પહેલા.. ટીવી પર સમાચાર જોયા ઠંડી ને કારણે 3ના મૃત્યુ પાછા કપડાં પહેરી લીધા જીવતા હશું તો ઉનાળામાં પણ નાહી લેશું.. ** અત્યારના છોકરાઓનેે ઓછા માકર્સ આવે તો આત્મહત્યા કરી લે છે અને એક અમે હતા અમારા માર્કસ જોઈને ટીચર્સ આત્મહત્યા કરવાનું વિચારી લેતા આ રખડેલને આટલા…

  • A Tête-à-tête With Digital Trailblazer – Zubin Dubash

    [otw_shortcode_info_box border_style=”bordered” background_color=”#e8e8e8″] Our very own bawa, the dynamic, kind and ambitious Zubin Jimmy Dubash has for over two decades now, been shaping the world through his own kaleidoscope, forming great patterns in all areas of his life, be it personal or professional. He is an exceptional thought leader in the digital world… having a…

  • પપ્પાની લાડલી..

    આજે ફાધર્સ ડે હતો. સવારથી આદિલ પર ફોન ને મેસેજીસનો મારો ચાલુ હતો. વિદેશમાં રહેતા દીકરાનો ખાસ ફોન આવ્યો હતો. તેની ચાલુ પરીક્ષાએ પણ તેને આદિલ માટે સમય કાઢીને દસ મિનિટ વાત કરી હતી. આદિલ પોતે સ્કુલમાં શિક્ષક હતા તેથી તેમના વિદ્યાર્થીઓ જે તેમને પિતાતુલ્ય ગણતા તેઓના પણ બધાના ફોન આવી રહ્યા હતા. ત્યાં સુધી…