એપીપીનો વાર્ષિક એવોર્ડ કાર્યક્રમ

અમદાવાદ પારસી પંચાયત (એપીપી) દ્વારા 12 જાન્યુઆરી, 2020 ના રોજ સર નવરોજી વકીલ હોલ, સેનેટોરિયમના લોનમાં વાર્ષિક એવોર્ડનો કાર્યક્રમ યોજાયો હતો. લગભગ ત્રીસ જેટલા અમદાવાદમાં રહેનાર જરથોસ્તીઓને શિક્ષણવિદો અને અન્ય ક્ષેત્રોમાં તેમના શ્રેષ્ઠ પ્રદર્શન માટે માન્યતા આપવામાં આવી હતી.
કમ્યુનિટી એવોર્ડ વોલેન્ટરી મોબેદ, સચિવ અને ટ્રસ્ટી તરીકે ત્રણ દાયકાથી પંચાયતની સેવા કરવા બદલ એરવદ નવરોઝ બી. કાંગા ને અર્પણ કરવામાં આવ્યો હતો. ઉદ્યોગપતિ આરીઝ પી. ખંબાતા જે ત્રણ ટર્મ માટે ટ્રસ્ટી અને એપીપીના અધ્યક્ષ તરીકે ચૂંટાયા હતા, તેમને લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડ મળ્યો હતો. તેઓ ઘણા વર્ષોથી હોમગાર્ડ્સ સાથે કમાન્ડન્ટ તરીકે સંકળાયેલા હતા અને ઉચ્ચતમ કરદાતા હોવાના કારણે ગુજરાત સરકાર તરફથી તેમને સન્માનપત્ર એનાયત કરવામાં આવ્યો હતો.
સુનામાય અને ફિરોઝ દાવરની યાદમાં તેમની દીકરી આરમઈતી દાવર દ્વારા ગંભાર યોજવામાં આવ્યો હતો અને લગભગ બસો પચાસ જેટલા હમદીનોએ સાથે મળી છૈયે અમે જરથોસ્તી અને રાષ્ટ્રગીત ગાયુ હતું અને જમવાનો આનંદ માણ્યો હતો.

Similar Posts

  • ડો. પેશોતન દસ્તુર હોરમઝદયાર મિરઝાં

    શ્રી ઈરાનશાહ આતશબહેરામના વડા દસ્તુર ડો. પેશોતન દસ્તુર હોરમઝદયાર મિરઝાં કેન્સર સાથેની લાંબી અને સાહસભરી લડાઈ બાદ, ૭૨ વર્ષની વયે, મુંબઈની જસલોક હોસ્પિટલ ખાતે રવિવાર, ૨૬મી જૂન, ૨૦૧૬ (રોજ ગોશ, માહ બહમન)ના દિવસે ગુજર પામ્યા છે. આપણી કોમના સૌ કોઈ માટે આ ખોટ લાંબો સમય પુરાય એવી નથી, કેમ કે તેઓ મિત્રતાભર્યા, મદદ‚પ થવા તત્પર…

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    11 March – 17 March 2023

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. શુક્ર જેવા મોજીલા ગ્રહની દિનદશા ચાલુ હોવાથી તમારા મનની નેક મુરાદ પુરી થઈને રહેશે. હરવા ફરવામાં દિવસો પસાર કરી શકશો. જે પણ કામ કરશો તેમાં ફત્તેહ જરૂર મેળવશો. તમારી સાથે બીજાને ફાયદો કરાવી આપશો. અપોજીટ સેકસ સાથેના મતભેદ ઓછા કરવાનો સીધો રસ્તો…

  • હસો મારી સાથે

    એક આધેડ ઉંમરના ભાઇએ હોસ્પીટલમાં ડોકટરને કહ્યું સાહેબ મારી સારવારમાં સુંદર, જુવાન નર્સને જ રાખજો જરૂર પડે હું વધારે પૈસા આપવા તૈયાર છું. ડોકટર: કાકા આ ઉંમરે, તમે શું બોલો છો તેનું કઇ ભાન છેકે નહી ? કાકા: ડોકટર સાહેબ તમે ઊંધું સમજ્યા મારે બે દીકરા છે નર્સ દેખાવડી હશે તો બેઉ નાલાયકો સવાર સાંજ…

  • Holy Vibrations

    “If you wish to understand the Universe, think of energy, frequency and vibration.” – Nikola Tesla When we celebrate festive occasions, we put Rangoli and garlands on the door, we light divas, we cook delicious meals, we invite our loved ones and we visit the Fire Temple and offer sandal wood and divas. We bring…

  • Dr. Farokh Master Bestowed ‘Pioneer Of Homeopathy’ Title

    Dr. Farokh Jamshed Master Ph.D. M.D. (Hom) was recently honoured with the title of ‘Pioneer Of Homeopathy in the 21st Century’ (Die Pioniere Der Homoopathie Im 21.jahrhundert), by the globally eminent German doctors and journalists – Dr. Heidi Brand and Dr. Anne Devillard. Dr. Farokh Master was one of the only twelve doctors from across…