નવા વરસની ભેટ!

પોરસ મીસ્ત્રી એક બીઝનેસમેન હતા. નવસારીમાં તેમની પતરાની એક ફેકટરી હતી. જેમાંથી તેઓ ક્રીમ કે પેસ્ટ બનાવવાની ટયુબ બનાવતા. તેમનો ધંધો ખુબ સારો હતો. કંપની સારૂં પ્રોફીટ કરતી હતી. પોરસ પોતે પણ મનથી ખુબ દયાળુ હતા. તે જાતે પોતાના દરેક કર્મચારીઓનો ખ્યાલ રાખતા અને વરસના અંતે કમાવેલ પ્રોફીટમાંથી તેઓ લોટરી સીસ્ટમે કોઈ એકને મદદ કરતા. આ લોટરી સીસ્ટમ ઘણા વરસોથી ચાલી આવી હતી.
ડિસેમ્બરની 31 તારીખે કંપનીના મેનેજર તેમના 300 માણસોના સ્ટાફ પાસેથી એક-એક હજાર ઉઘરાવીને 3 લાખ જમા કરતો અને એમાં પોતાનાં તરફથી 3 લાખ ઉમેરીને 6 લાખની લોટરી ડ્રો કાઢતો. એમાં જેનું નામ નીકળતું, એને 6 લાખ બક્ષિસરૂપે મળતાં. છેલ્લા દિવસે કંપનીમાં કામ કરતા દરેક લોકો પોતાના નામની કાપલી બનાવી લોટરી બોક્ષમાં નાખી દેતા.
એ દરમિયાન ઓફિસ સાફ કરતી વીમળાના દીકરાની તબિયત ખરાબ થતા તેને અચાનક પૈસાની ખુબ જરૂર પડી. કંપનીમાં તેણે 1000/- પહેલા જ ભરી દીધા હતા. તેને મનમાં થયું કે કાશ આ લોટરી આ વખતે મને લાગે તો મારા દીકરાનું ઓપરેશન થઈ જાય મને પૈસા માટે આમતેમ ભટકવું ન પડે. પર હતી તો આખરે લોટરી. એ ભગવાનને પ્રાર્થના કરતી હતી કે લોટરી એને જ લાગે. મેનેજરને એની દયા આવતી હતી. એ પણ ચાહતો હતો કે ઇનામ એને જ લાગે. એણે યુક્તિ કરીને નામની કાપલી પર પોતાના નામને બદલે એનું નામ લખીને કાપલી બોક્ષમાં નાખી દીધી અને મનોમન પ્રાર્થના કરી કે ઈનામ વીમળા બેનને જ લાગે.
આમ તો 300 માણસમાં પોતાનું એક નામ જતું કરવાથી ઇનામ એને જ લાગે એવી શક્યતા બહું ઓછી હતી. છતાં એમની ધાર્મિક લાગણીએ એમને એવું કરવા પ્રેર્યા. બધાની કાપલી એકઠી થયાં બાદ લોટરી ડ્રો નો સમય આવી પહોચ્યો. બોસે એક કાપલી કાઢી. વીમળા બેન અને મેનેજર, બન્નેની ધડકન વધી ગઇ. કોનું નામ નીકળશે, એની આતુરતાથી રાહ જોઈ રહ્યાં. એકજ પળમાં બોસે વિજેતાનું નામ ઘોષિત કર્યુ અને જાણે ચમત્કાર થયો. એ નામ વીમળા બેનનું હતું. એની આંખમાં હરખના આસું છલકાઇ ગયાં. મેનેજરની આંખો પણ ભીની થઇ ગઇ. બોસે કામવાળી બાઇને ઇનામની રકમનું કવર આપ્યું. એણે આંખમાં આસું સાથે કહ્યું કે હવે મારાં દીકરાને કોઈ ભય નથી, હું મારાં દીકરાનું ઓપરેશન કરાવી શકીશ. સાચે હું બહું નસીબદાર છું. મારાં પર ભગવાનની અસીમ કૃપા છે. મેનેજર અમસ્તા જ લોટરી બોક્ષની બાજુમાં જઈને ઉભા રહ્યાં અને કૈાતુક ખાતર એમણે બીજી કાપલી કાઢીને જોઈ તો એની આંખો આશ્ર્ચર્યથી પહોળી થઇ ગઇ. બીજી કાપલીમાં પણ વીમળા બેનનું જ નામ હતું. એમણે ત્રીજી કાપલી કાઢી ને જોઈ તો એ ચકરાઇ ગયા. ત્રીજીમાં પણ એનું જ નામ હતું. પછી તો એમણે એક પછી એક તમામ કાપલી જોઈ તો દરેકે દરેકમાં એનું જ નામ લખેલુ હતું. એમની છાતી ગર્વથી ફૂલાઇ ગઇ. ઓફિસના બધાં કર્મચારીઓએ મૂક્ રહીને નવા વરસને દહાડે એને મદદ કરી હતી. વીમળા બેનને લાગ્યું જાણે એને નવા વરસની ભેટ કેમ ન મળી હોય તેવા તે પ્રસન્ન ચિત્ત બની ગયા.
ઓફિસના લોકો ચાહત તો લોટરી ડ્રો કર્યા વગર એને હાથમાં રોકડ રકમ આપી મદદ કરી શક્યાં હોત, પણ એમ ન કરતાં એમણે એને નવા વરસના સમયે પોતાની હકની રકમ મળી હોય એવી રીતે મદદ કરી. હમેશાં યાદ રાખજો જ્યારે પણ કોઈને મદદ કરો ત્યારે એને લાચારીનો એહસાસ ન થાય અને એનાં માનનું હનન થાય, એવી રીતે મદદ કરશો તો ખરાં અર્થમાં મદદ કરેલી ગણાશે.

Similar Posts

  • ફરોખ બિલિમોરિયાએ નાજુ અને કેકી બિલિમોરિયા સ્કોલરશીપની સ્થાપના કરી

    ગ્રીન લીફ કેપિટલમાં મેનેજિંગ પાર્ટનર અને કો-ફાઉન્ડર, યુએસએ સ્થિત, ફરોખ બિલિમોરિયાએ કોલેજના શિક્ષણની ઇચ્છા ધરાવતા ભારતના વંચિત પારસી યુવાનો માટે ધ નાજુ અને કેકી બિલિમોરિયા સ્કોલરશીપની સ્થાપના કરી છે. આ એન્ડોમેન્ટ ભારતીય વિદ્યાર્થીઓને 4 વર્ષ સુધીની શિષ્યવૃત્તિ આપશે, જેમની પાસે તેમના શિક્ષણ માટે ચૂકવણી કરવાનું કોઈ સાધન નથી. એન્જિનિયરિંગ, મેડિકલ, લો અથવા ફાર્મસી કોલેજોમાં અરજી…

  • Shehrevar Parab – Celebrating Divine Strength And Righteous Power

    [otw_shortcode_info_box border_style=”bordered” css_class=”boxed”] Today marks the holy Shehrevar Parab – Shehrevar Mah, Shehrevar Roj. Zoroastrian scholar and expert, the erudite Noshir Dadrawala, shares a deeper understanding of this auspicious day. [/otw_shortcode_info_box] Shehrevar (Avestan Khshathra vairya) is the sixth month of the Zoroastrian calendar and represents Ahura Mazda’s ‘desirable dominion’. It is the Amesha Spenta or Archangel presiding over metals and…

  • બેજનની બાનુ મનીજેહ

    એક દિવસ પાદશાહ કેખુશરો ખુશીખુરમીની મિજલસમાં બેઠો હતો. એવામાં એક દરબાન આવી કહેવા લાગ્યો કે કેટલાક અમાનીય દરવાજા ઉપર આવ્યા છે અને તું પાદશાહને મળવા માંગે છે. શાહે તેઓને દરબારમાં બોલાવ્યા. તેઓ દાખલ થયા અને જારી અને મીનતજારી કરવા લાગ્યા અને રડીને અરજ કીધી, કે તેઓના મુલકમાં ભૂંડોનો ઉપદ્રવ ઘણો થયો છે, જે તેઓને પાયમાલ…

  • કપટ

    કેયૂર શહેરની કોલેજમાં ભણવા ગયો ત્યારે લગભગ આખું ગામ એને ગામના બસસ્ટેન્ડ સુધી વળાવા આવ્યું હતું કેમ કે ગામમાંથી કોલેજ કરવા જનારો એ એકલો જ હતો! બાકીના બધાં કા તો ગામની શાળામાં સાત સુધી ભણેલા કે વેરાવળની હાઈસ્કૂલમાં અગિયાર સુધી ભણેલા પણ સાયન્સ કોલેજમાં જનાર તો કેયૂર જ હતો એ કોલેજમાં ભણવા ગયો એના બીજા…

  • Zenia Bhumgara Wins K Lal Magic Trophy

    Young Parsi magician, Zenia Bhumgara was recently awarded top spot, winning the ‘Stage Magic Competition’, as a part of the Memorial National Magician’s convention called ‘Jantar Mantar’, held in Surat, on 4th and 5th October, 2018. Organized in memory of the legendary magician, late K. Lal’s sixth death anniversary, Zenia won the trophy for her expertise and…

  • સોદાગરની ઓરત રીસાણી! જેમ ગધેડાએ ધાર્યુ હતું તેમ તે વાતચીતની અસર બળદ પર થઈ. પેલા સોદાગરે તે વાત સાંભળી તે ખડખડ હસી પડયો. આમ એકાએક તે હસી પડયો તેથી તેણી બાયડીને ઘણો અચંબો લાગ્યો કે તે શાથી બન્યું હશે તેથી તે પોતાના ધણીને પુછવા લાગી કે પ્યારા ખાવિંદ તમને એકાએક ખડખડ હસવું શાપરથી આવ્યું તે…