ધ ઝોરાસ્ટ્રિયન ડ્રામેટિક સોસાયટી

મરહુમ ખોરીના ‚સ્તમ સોહરાબના ખેલને આધારે એ આખો ખેલ લખ્યો હતો, મગર તે તમામ ખેલ બેતબાજી અને ઉંચી કીસમના ગાયનોથી મઢી લીધો હતો. ઉંચી કીસમના ગાયનોનો ઉપયોગ કરવાની ફરજ એટલા માટે પડી હતી કેમ કે મરહુમ દાદાભાઈ ઠુઠીએ ઉર્દુ ઝબાનમાં અલાદીનનો ઓપેરા રચી વિકટોરિયા કલબ પાસે તે સ્ટેજ કરાવ્યો હતો, અને પોતે તેમાં અબનેઝાર-જાદુગરનો ભાગ ભજવતા હતા! દાદાભાઈનો તે દેખાવ દમામદાર હતો, તેવરનું કદાવર કદ અને ગાયન ગાવાની સઘળી ઢબછબ અને અવાજે, લોકો ઉપર જબરી અસર કરી હતી. એ નાટકમાં દાદાભાઈએ સઘળા ગાયનો ચૂંટી ચૂંટીને ઉસ્તાદીથી મુકયાં હતાં, અને તે સઘળા તે વખતના લોકપ્રિય મુનશી રોનકે જોડયા હતા. હવે જ્યારે અલાદીન જેવો ધરખમ ઓપેરા ઉંચી કીસમના ગાયનો સાથે રજૂ થતો રહે, ત્યારે આ અદના સેવકને હાથે રચાયલો એક ઓપેરા, નજીવી અને સહેલી રાહ ઉપર રચાય, તે લોકોને કેમ પસંદ પડવાના હતા, એવો મને શક પડયો હતો! આ અને એવા જ બીજા સબબને લીધે ‚સ્તમ-સોહરાબનો ઓપેરા, વિકટ રાગોવાળી નવી નવી ચીજો ઉપર મેં જોડયો હતો અને તે આ ઝોરાસ્ટ્રિયન ડ્રામેટિક સોસાયટીના સારે ભાગ્યે મળી આવેલા કેળવાયેલા જરથોસ્તી ખેલાડીઓએ ભજવ્યો હતો.

મરહુમ ખેલાડી બેરામજી કલેકટરે, એ ખેલમાં ગુરગીનનો ભાગ, ઘણી જ સિફતભરી રીતે રજૂ કીધો હતો અને તે એક રમૂજનું અચ્છું સાધન થઈ પડયું હતું. વળી મરહુમ બેરામજી કાત્રકે, પહેલવાન વઝીરનો ભાગ ભજવી, લોકની પ્રશંસા મેળવી હતી. પેસ્તનજી કાંગા પાદશાહ કૈકાઉસ થયા હતા અને મરહુમ ‚સ્તમજી બામજી, અફરાસિયાબ વઝીરના પહેલવાન હોમાન બની, એવાં તો કરતૂકભરી રીતે પોતાના પાખંડ સોહરાબ ઉપર ચલાવી તેને ભંભેર્યો હતો કે ‚સ્તમ બામજી, હોમાન તરીકે સ્ટેજ ઉપર જેવો દાખલ થતો હતો, જેવો જ લોકો તેને હડધૂત-શેમ-શેમના પુકારોથી વધાવી લેતા હતા! ‚સ્તમ બામજી ખેલાડી તરીકે ગોયા એક બેધારી તલવાર હતી કેમ કે જેમ તે ગંભીર પ્રકારનાં પાત્રો અસરકારક રીતે રજૂ કરતો હતો, તેમ જ હાસ્યરસ પાર્ટ પણ તે તેટલી જ સરસ રીતે કરતો હતો.

રતાઈ મદમનો ફારસ:

જેમ બીજી ત્રીજી કલબોના મદદગારો, તેઓને ઉત્તેજન આપવા તૈયાર થઈ ગયા હતા. તેમ આ ઝોરાસ્ટ્રિયન ડ્રામેટિક સોસાયટીને ઉંચકી આપનાર કોઈ હતું નહીં. અંતે ખેલની છેવટે એક સંસારી ફારસ કરાવવા, મરહુમ પેસુ પેટ્રીજ પોતાનો લખેલો રતાઈ મદમનો ફારસ આપવા તૈયાર થઈ ગયો હતો! તે તપાસી જોઈ અંતે કાંઈક ફેરફારો સાથે કરવાની તૈયારી કીધી હતી. એ ફારસમાં એક મોબેદ કાંઈક રમૂજી પાત્ર રજૂ કરતો હતો. લોકલાગણી ફારસ જોવા વિશેષ હતી. એ ફારસમાં ‚સ્તમ બામજીએ પોતાની મરજીથી મજકૂર મોબેદનો પાર્ટ ભજવ્યો હતો, મગર તેમાં ઉલટ અને ઉમંગથી દોરાવાઈ જઈ ‚સ્તમ બામજીએ એવો તો કાંઈક છબરડો કીધો હતો. કે કોટની બજારગેટ સ્ટ્રીટના દાદાઓની પાર વગરની ખફગી, ‚સ્તમે તેમ જ આ ઝોરાસ્ટ્રિયન ડ્રામેટિક સોસાયટીએ ખેંચી લીધી હતી! આ ‚સ્તમજી બામજીએ તે વખતની નાટકી ચળવળોમાં પોતાની જવાનીના જોમમાં એવાં એકાદ બે પરાક્રમો કીધા હતા.

 (વધુ આવતા અંકે)

Similar Posts

  • વાપીઝે બે ભાઈઓની નવજોત કરાવી

    10 મી જાન્યુઆરી, 2021માં, કામા બાગ (નાના ઓટલા) ખાતે વાપીઝ દ્વારા બે ભાઈઓ અસ્પંદિયાર અને ઔરીય નવરોઝ અટાઈની નવજોત કરવામાં આવી. યોજાયેલા કાર્યક્રમમાં પચીસ શુભેચ્છકો સાથે વાપીઝના સીઈઓ અનાહિતા દેસાઈ અને ટ્રસ્ટીઝ, ડોનર સુનુ હોશંગ બુહારીવાલા ઝેડસીબીએલના અધ્યક્ષ – હોમાય દારૂવાલ, અરનવાઝ મિસ્ત્રી અને બીપીપી ટ્રસ્ટી કેરસી રાંદેરિયાએ ભાગ લીધો હતો. ગત ડિસેમ્બરમાં 2 પારસી…

  • કેમ 15મી ઓગસ્ટે જ આઝાદ થયો આપણો ભારત દેશ?

    1947ની 15મી ઓગસ્ટે ભારત દેશ બ્રિટિશરોની ઘૂસણખોરીમાંથી આઝાદ થયો હતો. પ્લાસીના યુદ્ધ બાદ 190 વર્ષો સુધી બ્રિટિશરોએ ભારત પર રાજ કર્યું હતું. 15મી ઓગસ્ટે એક સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે ભારતનો ઉદય થયો હતો. જાણીતા લેખક લેરી કોલીન્સ અને ડોમિનિક લેપીયરના પ્રસિદ્ધ પુસ્તક ફ્રિડમ એટ મીડનાઈટમાં આ વાતનો ખુલાસો કરવામાં આવ્યો છે. આ લેખકોએ બ્રિટિશ શાસનના છેલ્લા…

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    01st August – 7th August, 2020

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. 20મી સપ્ટેમ્બર સુધી બુધની દિનદશા ચાલશે. તમારા કામ ધ્યાન આપીને પૂરા કરશો. નાણાકીય બાબતમાં સારા સારી થતી જશે. જે પણ કમાશો તેમાંથી ઈનવેસ્ટમેન્ટ કરી શકશો. ગામ પરગામથી મનને આનંદ આપે તેવા સમાચાર મળશે. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો. શુકનવંતી તા. 01, 02, 06,…

  • ઈશ્ર્વર પર ભરોસો

    એક હોડી તોફાનમાં ફસાઈ એથી એમાં બેઠેલી એક યુવતી થરથર ધ્રૂજવા લાગી ત્યારે… એક આસ્થાવાન યુવકનાં લગ્ન થયાં. લગ્ન પછી થોડા દિવસો બાદ તેની પત્નીને પિયરની યાદ આવી. તેણે કહ્યું કે મારે થોડા દિવસ માટે મારે પિયર જવું છે. યુવાને કહ્યું, ‘ખુશીથી જા. હું તને કાલે તારે પિયર મૂકી જઈશ.’ બીજે દિવસે બન્ને ઘરેથી નીકળ્યાં….

  • ધન તેરસની કથા

    દિવાળી 5 દિવસના તહેવારનુ મહાપર્વ છે. પાંચ દિવસ આ તહેવાર હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવે છે. આ પાંચ દિવસમાં ઘર અને બજારોમાં ઉત્સવી વાતાવરણ રહે છે.  દિવાળીના પાંચ અતિ શુભ પર્વ ધનતેરસથી શરૂ થઈને ભાઈબીજ સુધી ચાલે છે. આ પાંચ દિવસના પોતાના જુદા અને વિશેષ મહત્વ છે. ધનતેરસનું મહત્વ દર્શાવતી પ્રાચીન સમયની વાર્તા જે અવશ્ય જાણવા…

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    06th June – 12th June, 2020

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. 25મી જૂન સુધી ચંદ્રની દિનદશા ચાલશે તેથી તમારા કામમાં મુશ્કેલી નહીં આવશે. કોઈ સારા સમાચાર મળશે. ઘરવાળાની ડિમાન્ડ પૂરી કરી શકશો. મિત્રોને મળી શકશો. વધારે કમાણી કરી શકશો. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો. શુકનવંતી તા. 06, 07, 11, 12 છે….