સમાજના વાસ્તવિક શિલ્પકાર શિક્ષકો!

૫મી સપ્ટેમ્બરે ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ સર્વપલ્લી ડો. રાધા કૃષ્ણનના જન્મ દિવસને શિક્ષક દિનના ‚પમાં ઉજવવામાં આવે છે.

 શિક્ષકો રાષ્ટ્રની સંસ્કૃતિના માલી હોય છે. સંસ્કારોના મૂળને તેઓ કાતર આપે છે અને પોતાના શ્રમથી સીંચીને એમનામાં શક્તિ ઉત્પન્ન કરે છે. સમૃધ્ધ દેશના નિર્માતા ત્યાંના શિક્ષકો હોય છે.

આજે બાળક જ્યારે ૨-૩ વરસનું હોય છે ત્યારથી જ એમને સ્કુલોમાં મોકલી દેવામાં આવે છે. એમનું મન-મગજ એક કોરા કાગળ જેવું હોય છે અને શિક્ષકો દ્વારા એમના મન-મગજમાં ગુણ અને સંસરોથી એમનું જીવન સુંદર બનાવવા માટે શિક્ષકો એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

એક સારો શિલ્પકાર કોઈપણ પ્રકારના પત્થરને તરાસીને એક સુંદર આકૃતિ બનાવે છે. કોઈપણ સુંદર મૂર્તિને તરાશવાની શિલ્પકારની મોટી ભૂમિકા હોય છે. તેમજ સારો કુંભાર તેજ હોય છે જે ભીની માટીને આકાર આપી સુંદર મટકા અને વાસણો બનાવે છે. તેમજ યોગ્ય શિક્ષક કુંભાર અને શિલ્પકાર જેમ બાળકોને સા‚ં જ્ઞાન આપી ‘વિશ્ર્વનો પ્રકાશ’ બનાવે છે.

શિક્ષકો સારામાં સારી શિક્ષા બાળકોને આપી તેમને ડોકટર, એન્જિનિયર, વકીલ જ નહીં પરંતુ સારા માણસો પણ બનાવે છે.

સામાજિક જ્ઞાનના અભાવને લીધે જ્યાં એક બાળક સમાજને સાચી દિશા બતાવવામાં અસમર્થ હોય છે. ત્યાંજ આધ્યાત્મિક જ્ઞાનના અભાવ એક ખોટો ર્ણિય લઈ પોતાની સાથે પરિવાર, સમાજ દેશના વિનાશનું પણ કારણ બની શકે છે એટલા માટે બાલકોને ભૌતિક શિક્ષાની સાથે એક સભ્ય સમાજમાં રહેવાની સર્વોતમ સામાજિક શિક્ષા તથા એક સુંદર સુરક્ષિત સમાજના નિર્માણ માટે બુધ્ધિમતાપૂર્વક નિર્ણય લેવા માટે સર્વોતમ આધ્યાત્મિક શિક્ષા લેવી પણ જ‚રી રહે છે.

ડો. રાધાકૃષ્ણનન સર્વપલ્લી એક સભામાં ગયા હતા અને ભોજનના સમયે એક અંગ્રેજે ગોરા લોકોની તારીફ કરતા કહ્યું  કે ‘ઈશ્ર્વર અમે અંગ્રેજોેને ઘણો જ પ્રેમ કરે છે. એમણે અમા‚ં નિર્માણ ઘણા જ પ્રેમથી કર્યુ છે એટલા માટે જ અમે બધા ગોરા અને સુંદર છીએ.

ડો. રાધાકૃષ્ણનને પણ પોતાનો તરત જ બનાવી કાઢેલો કિસ્સો સંભળાવ્યો કે ‘મિત્રો ઈશ્ર્વરને એક દિવસ રોટલી બનાવવાનું મન થયું. પહેલી રોટલી બનાવી જે જરા ઓછી શેકાઈ, પરિણામે અંગ્રેજોનો જન્મ થયો, બીજી રોટલી કાચી ન રહે તે માટે ભગવાને એને વધારે શેકી તો તે બળી ગઈ અને નિગ્રો લોકો પેદા થયા પણ પછી ભગવાન થોડા સજાગ થઈ ગયા અને રોટલી બનાવવા લાગ્યા જે રોટલી ન બળેલી હતી ન કાચી હતી જે સરખી રીતે સેકાઈ ગયેલી હતી પરિણામે આપણા ભારતવાસીઓનો જન્મ થયો અને આ સાંભળી પેલા અંગ્રેજનું સર ઝૂકી ગયું અને બાકી લોકો હસતા હસતા થાકી ગયા.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *