ટાઇમ બેન્ક

જ્યારે હું સ્વિત્ઝર્લેન્ડ ગયો હતો ત્યારે મેં ત્યાં એક શાળા નજીક ભાડે ઘર રાખ્યું. ઘરની માલકણ 67 વર્ષની ક્રિસ્ટિના એક નિવૃત્ત શિક્ષિકા હતી જેણે વર્ષો સુધી ત્યાંની માધ્યમિક શાળામાં અનેક વિદ્યાર્થીઓને ભણાવ્યાં હતાં. સ્વિત્ઝર્લેન્ડમાં પેન્શનની સુવિધા ઘણી સારી છે. ક્રિસ્ટિનાને પણ ઘણું સારું પેન્શન મળતું હતું અને તેને જીવન નિર્વાહની કોઈ ચિંતા નહોતી.
છતાં તેણે 87 વર્ષના એક એકાકી વૃદ્ધની કાળજી રાખવાનું કામ સ્વીકાર્યું હતું. મેં ક્રિસ્ટિનાને પૂછ્યું શું તે પૈસા માટે આ કામ કરી રહી હતી?
તેના જવાબે મને આશ્ચર્યમાં ગરકાવ કરી મૂક્યો. તેણે કહ્યું, હું આ કામ પૈસા માટે નથી કરતી પણ હું મારો સમય ટાઇમ બેન્કમાં જમા કરાવું છું. જ્યારે હું ઘરડી થઈશ અને હલનચલન કરવા અસમર્થ બની જઈશ ત્યારે હું ટાઇમ બેન્કમાંથી એનો ઉપાડ કરી શકીશ.
પહેલી વાર મેં ટાઇમ બેન્ક વિશે સાંભળ્યું. મને ઉત્સુકતા થઈ અને મેં એ વિશે વધુ જાણવા રસ દાખવ્યો.
મૂળ ટાઇમ બેન્ક સ્વીસ ફેડરલ મિનિસ્ટ્રી ઓફ સોશિયલ સિક્યોરિટી દ્વારા વિકસાવાયેલો એક વૃદ્ધાવસ્થા માટેનો પેન્શન કાર્યક્રમ હતો. લોકો જ્યારે જુવાન હોય ત્યારે ઘરડાં લોકોની સેવા કરી સમયને જમા કરે અને પછી પોતે ઘરડાં થાય કે માંદા પડે કે અન્ય કોઈ કારણ સર જરૂર પડે ત્યારે તેનો ઉપાડ કરવાનો.
ઉમેદવાર તંદુરસ્ત, સારી વાક્છટા ધરાવનાર અને પ્રેમથી સભર હોવો જોઈએ. રોજ તેમણે જરૂરિયાતમંદ વ્યક્તિની કાળજી રાખવાની અને તેને મદદ કરવાની.
જેટલો સમય તે સેવા આપે તે એના સોશિયલ સિકયુરિટી સિસ્ટમના વ્યક્તિગત ટાઇમ અકાઉન્ટમાં જમા થાય. ક્રિસ્ટિના અઠવાડિયામાં બે વાર કામે જતી. દરેક વખતે બે કલાક 87 વર્ષના પેલા વૃદ્ધની મદદ કરવા, તેમની માટે ખરીદી કરવા, તેમના ઘરની સાફ સફાઈ કરવા, તેમને સૂર્ય પ્રકાશમાં આંટો મારવા લઈ જવા, તેમની સાથે વાતો કરવા.
કરાર મુજબ, તેની એક વર્ષની સેવા બાદ, ટાઇમ બેન્ક તેના કુલ સેવાના કલાકોની ગણતરી કરી તેને એક ટાઇમ બેન્ક કાર્ડ આપશે. જ્યારે તેને મદદની જરૂર પડે ત્યારે તે આ કાર્ડ નો ઉપયોગ કરી વ્યાજ સાથે જમા થયેલ સમયનો ઉપાડ કરી શકશે.
માહિતી ચકાસ્યા બાદ ટાઇમ બેન્ક તેને મદદ કરી શકે એવા ખાતેદારને હોસ્પિટલ કે તેના ઘેર મોકલી આપશે.
એક દિવસ હું શાળામાં હતો અને ક્રિસ્ટિનાનો ફોન આવ્યો કે તે ઘરમાં બારી સાફ કરતાં ટેબલ પરથી પડી ગઈ છે. મેં અડધી રજા મૂકી ઘેર દોટ મૂકી અને ક્રિસ્ટિનાને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરી. તેને પગની એડી એ ઇજા પહોંચી હતી અને થોડા સમય સુધી ખાટલે આરામ કરવાની ફરજ પડી.
મને જ્યારે ચિંતા થઈ કે હવે તેનું ધ્યાન કોણ રાખશે ત્યારે તેણે તરત મને ચિંતા ન કરવા જણાવ્યું. તેણે ટાઇમ બેન્કમાં ઉપાડની અરજી કરી દીધી હતી! બે જ કલાકમાં એક સ્વયંસેવક હાજર પણ થઈ ગયો ક્રિસ્ટિનાની સેવામાં. ટાઇમ બેન્કે વ્યવસ્થા કરી હતી તેની.
એ પછી એક મહિના સુધી, તે સ્વયંસેવકે ક્રિસ્ટિનાની ખૂબ સારી કાળજી રાખી, રોજ તેની સાથે સમય પસાર કર્યો, વાતો કરી તેના માટે સ્વાદિષ્ટ ખાવાનું બનાવ્યું. એક મહિનામાં તો આ સ્વયંસેવકની દેખરેખ હેઠળ ક્રિસ્ટિના સંપૂર્ણ સ્વસ્થ થઈ ગઈ.
સાજા થયા બાદ ક્રિસ્ટિના ફરી કામે લાગી ગઈ. તેની ઈચ્છા હતી કે તે જ્યાં સુધી તંદુરસ્ત છે ત્યાં સુધી આ રીતે કામ કે સેવા કરી શકય એટલો વધુ સમય ટાઇમ બેન્કમાં જમા કરી શકે.
સ્વિત્ઝર્લેન્ડમાં વૃદ્ધોની મદદ માટે ટાઇમ બેન્કનો ઉપયોગ પ્રચલિત છે. આ પ્રથા માત્ર દેશના પેન્શન ખર્ચાઓ ને જ નથી બચાવતી પણ અન્ય સામાજિક સમસ્યાઓનો પણ ઉકેલ લાવે છે.
ઘણાં સ્વીસ નાગરિકો આ ઓલ્ડ – એજ પેન્શન પ્રથાને ઉત્સાહભેર આવકારે છે અને તેનો ભાગ બનવા ટાઇમ બેન્કમાં જોડાય છે.
સ્વીસ સરકારે ટાઇમ બેન્ક પેન્શન યોજનાને લગતો કાયદો પણ પાસ કર્યો છે. આપણે ત્યાં પણ આવી ટાઇમ બેન્ક હોય તો?

Similar Posts

  • Sharpen Your Edge: The Glass Needs To Be Half Empty…

    [otw_shortcode_info_box border_style=”bordered” css_class=”boxed”] Our community’s leading business visionary – Dr. Adil Malia, has shared his expertise championing diverse roles in Business Management, Law, Human Resources, Marketing and Employee Relations. A much sought-after business coach and mentor, Dr. Malia’s column in PT, ‘Sharpen Your Edge’ helps hone your careers and professional growth. [Contact Dr. Malia at: adiljmalia@gmail.com]….

  • Mamma Mia!

    [otw_shortcode_info_box border_style=”bordered” css_class=”boxed”] Veera is a published Author (‘Endured’ and ‘#LoveBitesLifeHacks’) and Columnist; a passionate Educator and Counsellor; Poet and Philosopher… but most of all, a lover of all things literary.  [/otw_shortcode_info_box] They say, ‘life doesn’t come with a manual, it comes with a mother’. Mother’s Day is always special, but in 2020, it’s even…

  • ડાયાબિટીસમાં આદુ નુકસાનકારક

    ડાયાબીટીસ અથવા મધુપ્રમેહ રોગ થયો હોય ત્યારે ઔષધિઓ કરતા આહાર-વિહારનું મહત્વ વિશેષ હોય છે. આ રોગ મટી જાય તેવી કોઈ દવા હજુ સુધી શોધાઈ નથી પરંતુ રોગને કાબુમાં લેવા માટે ઘણી દવા પ્રચલિત છે. આદુ એક તીખી અને સ્વાદિષ્ટ વનસ્પતિ છે, જેનો આહારમાં સ્વાદ તરીકે વપરાશ થાય છે. મોટે ભાગે આદુ લોકોમાં પ્રિય છે. પરંતુ…

  • Appeal: AWARE Foundation Ashram for Animals

    The AWARE Foundation Ashram for Animals, Tansa Forest, Ganeshpuri, is home to almost eighty beautiful canines and felines. Parsi Times patrons have been very supportive towards the animals under our care over the years, especially during the ongoing pandemic crisis which has been very challenging for the Ashram. Our space is home senior/geriatric animals with…

  • Caption This! – July 1, 2017

    Calling all our readers to caption this picture! The wittiest caption will win a fabulous prize! Send in your captions at mail.parsitimes@gmail.com by 05th July, 2017. . . . . .[otw_shortcode_info_box border_type=”bordered” border_color_class=”otw-blue-border” border_style=”bordered” rounded_corners=”rounded-10″ background_color=”#c4dbff”] Winning Caption “Trump: “Modiji, ayej ke tamaro Patanjali-walo Deo?” Modi: “Nai re nai, dikra! Aee to maro natural BO!”…