|

ખેલો ઈન્ડિયા વિમેન્સ જુડો નેશનલ લીગમાં ફ્રિયા જીજીનાએ ગોલ્ડ મેડલ જીત્યો

દક્ષિણ મુંબઈની કેસી કોલેજમાં સ્પોટર્સ એન્ડ એન્ટરટેઈનમેન્ટ મેનેજમેન્ટમાં બી.વીઓસી.નો અભ્યાસ કરતી ફ્રિયા ખુશનૂર જીજીનાએ દેશની રાજધાની – નવી દિલ્હીના ઈન્દિરા ગાંધી સ્ટેડિયમ ખાતે આયોજિત ખેલો ઈન્ડિયા નેશનલ વુમન્સ લીગમાં જુનિયર, અંડર-70 કિગ્રા વર્ગમાં જુડોમાં ગોલ્ડ મેડલ જીતીને સમુદાયને ગૌરવ અપાવ્યું હતું. 20 થી 23 ઓક્ટોબર, 2022 દરમિયાન ભારતના જુડો ફેડરેશન દ્વારા આયોજિત ખેલો ઈન્ડિયા વિમેન્સ જુડો નેશનલ લીગ એન્ડ રેન્કિંગ ટુર્નામેન્ટમાં ગોલ્ડ મેડલ મેળવનારી મુંબઈ અને મહારાષ્ટ્રની ફ્રિયા એકમાત્ર છોકરી છે.
ફ્રિયા 3 વર્ષની ઉંમરથી જુડોની પ્રેકિટસ કરી રહી છે અને જ્યારે 4 વર્ષની ઉંમરે, ડોજો (જુડો વર્ગ)માં, ઇપ્પોન જુડો એકેડેમીના કોચ, તેના સેન્સી (શિક્ષક) કાવસ બિલિમોરિયા હેઠળ તેણીએ પ્રથમ ગોલ્ડ મેડલ જીત્યો હતો. ફ્રિયાના માતા-પિતા – ખુશનૂર અને કમલ – પણ સેન્સી બિલિમોરિયાના વિદ્યાર્થીઓ છે. ફ્રિયાને તેણીની અદભુત સિદ્ધિ માટે અભિનંદન અને અહીં તેણીને ઉત્કૃષ્ટતા ચાલુ રાખવા માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ!

Similar Posts

  • ડીન્ક (ગુંદર)ના લાડુ

    સામગ્રી: 1 કપ સુકા કોપરાનું છીણ, 1 ચમચી ખસખસ, 1 ચમચી સફેદ તલ, 8 ચમચી ઘી, અડધો કપ ગુંદર, અડધો કપ કાજુ અને બદામ દાણાદાર પીસેલા, 1 ચમચી કીસમીસ, અડધી ચમચી એલચીનો પાવડર, 50 ગ્રામ ખારેકનો પાવડર, પોણો કપ ઓર્ગેનીક ગોળ. રીત: કોપરાના છીણને કડાઈમાં થોડું લાલાશ પડતું શેકી લેવું, ત્યાર બાદ કડાઈમાં તલ અને…

  • કોઢ સાજો થઈ ગયો!

    દુબાન હકીમ પોતાને ઘર આવ્યો. તેણે દડો રમવાનો એક દાંડો બનાવી તૈયાર કીધો અને તેનો હાથો પોકળ રાખ્યો અને જે દવા તેણે ધારેલી હતી તે તેમાં બરાબર ભરી. એટલું બનાવ્યા પછી તેણે એક દડો પણ બનાવ્યો બીજે દિવસે તે પાદશાહની હજુરમાં ગયો અને તેના પગ પર પોતાનું માથું નાખીને તેની આગળની જમીનને બોસ્સા દીધા. દુબાન…

  • Tech Know With Tantra – Photomath

    Tired of Math problems? Need quick solutions? Download Photomath – just point your camera to a typed (or even handwritten) Math problem and Photomath magically shows the result with detailed, step-by-step instructions. It includes handwriting recognition, camera calculator and even graphs. Photomath supports arithmetic, integers, fractions, decimal numbers, roots, algebraic expressions, linear equations/inequalities, quadratic equations/inequalities, absolute…

  • |

    અમે ભગવાનના ઘરમાં રહીએ છીએ…

    ગઈકાલે બપોરે હું કામ અર્થે બેંકમાં ગયો હતો તે સમયે એક વૃદ્ધ સજ્જન કંઈક શોધી રહ્યા હતા. મને લાગ્યું કે કદાચ તેમને પેનની જરૂર છે, તેથી મેં તેમને પૂછ્યું કે શું તમને પેન જોઈએ છે? તે સમયે તે સજ્જને મને કહ્યું કે હું બીમાર હોવાથી મારા હાથ-પગ ધ્રૂજી રહ્યા છે, હું જોઉં છું કે પૈસા…

  • Overcome Stress And Mental Fatigue With Taichi

    Fatigue has become a common phenomenon across age groups today. The word itself refers to a feeling of extreme tiredness as a result of mental and/or physical exertion or illness. In this competitive world we tend to constantly push our limits, living from deadline to deadline. We give ourselves little time to recoup mentally. Driven…