પૂરાણા પારસીઓનું પૂરાણ

પારસીઓ ઈરાન છોડી ભારતમાં સ્થાયી થયા ત્યારે માદરેવતનમાંથી સાહસિકતા, અગમબુધ્ધિ, નવસર્જનની કળા સાથે જ લઈ આવેલા. તેથી જ થોડી ઘણી મુશ્કેલીઓને બાદ કરતાં તેઓ નવા ચઢાણ સર કરી એક આગવી કોમ તરીકે પંકાયા. એક ભારતીય લેખકે તેમને નવસર્જન અને નવીનતામાં માહીર ગણાવ્યા છે.

આજે ઘણા લોકોને એ વાતની ખબર ન હોય કે ભારતના અજોડ આર્થિક તત્વચિંતક અને રાષ્ટ્રવાદી નેતા દાદાભાઈ નવરોજી ગુજરાતી નાટકોના પિતા સમાન હતા. તેમણે ૧૮૫૨માં નાટક મંડળીની સ્થાપના કરી નાટકોને સ્ટેજ પર રમતા કર્યા હતા.

જમશેદજી તાતાએ દક્ષિણ ગુજરાતની હાફુસ (આલ્ફાન્ઝો) કેરીનું ઉજ્જવળ ભાવિ પારખી ૧૯૦૧માં મુંબઈમાં વલસાડની હાફુસ કેરી સ્ટીમરના કોલ્ડ સ્ટોરેજમાં ભરી દુનિયાના અંગ્રેજ દેશોમાં નિકાસ કરી નામના મેળવી અને વિદેશી હુંડિયામણ ભારતમાં ઠાલવ્યું અને લોકોને એક સૂત્ર ‘બી ઈકવલ ટુ યોર ટેલેન્ટ નોટ યોર એજ’ આપ્યું.

અમદાવાદની પોળોમાં પારસી

હોરમસ માણેકજી પટેલે ભદ્ર વિસ્તારમાં ૧૮૯૬માં ધનજીભાઈ અરેટેડ વર્કસ અને માણેક આઈસ ફેકટરીનું નિર્માણ કર્યુ અને આ લોકોને સોડા, લેમન જીંજર જેવા પીણાની લિજ્જત અપાવી. આ પીણાં કાચની સખત

બાટલીમાં ભરી તેને કાચની લખોટીનો બુચ મારવામાં આવતો. એને લાકડાના હાથ અથવા હાથના અંગુઠાના દબાણ લાવતાં તેમાંથી ફટાકના જેવો અવાજ સાથે આ પીણું બહાર આવતું. (પાછળથી આ સોડાવોટરની બાટલીનો ઉપયોગ તે બાટલીના કાચનો વાટીને ભૂકકો બનાવી પતંગ ચગાવવાના દોરાને માંજવામાં ઉપયોગ થતો) આઈસ્ક્રીમના ઉત્પાદકો પણ પારસીઓજ હતા.

બળદ ગાડીના જમાનામાં ભલભલા પૈસા પાત્ર અમદાવાદીઓ સાયકલ જોડાવવા માટે વલખાં મારતા. તે વખતે ભારતમાં સાયકલ બનતી ન હતી. હીરો અને એટલસ સાયકલોનું ઉત્પાદન આઝાદી પઝી થયું હતું. તે પહેલાં રેલે, બી.એસ.એ. જેવી સાયકલો આયાત કરવામાં આવતી. ભારતમાં કોઈપણ ઈંગ્લેન્ડની બનાવટની હરકયુલીસ પર સવારી કરતા એવા સમયે જહાંગીર દાદાભાઈ કામાને વિચાર આવ્યો કે જો હું ઈંગ્લેન્ડ સાયકલ ખરીદવાની એજન્સી મેળવું તો મને અને દેશને પણ ફાયદો થાય. તેમણે ૧૯૧૨માં સાયકલની દુકાન શ‚ કરી. ૧૯૧૮માં પણ કોલેજના સંખ્યાબંધ વિદ્યાર્થી, કેટલાક પ્રોફેસરો પણ સાયકલ પર બેસી ઘંટડી વગાડતા ‘આઘા ખસો’ એમ બોલતા. ગુજરાત કોલેજ પહોચતા તા મોટરકારનો ઉપયોગ ફકત અડધો ડઝન જેટલાજ ધનીકો કરતા. જમશેદજી તાતાએ ૧૯૦૧માં બે ગાડી આયાત કરી હતી. ૧૯૦૪-૦૫ પછી કારનો વપરાશ વધ્યો. આધુનિકરણમાં પારસીઓનો ફાળો મહત્વનો છે. ૧૮૯૮માં સોરાબજી કરીકારા’ અમદાવાદ ફાઈન સ્પીનીંગ એન્ડ વીવીંજ મીલ સ્થાપી. ૧૯૦૩માં જમશેદજી તાતાએ, એટવીન્કા મીલની સ્થાપના કરી. આમ, પારસીઓ નવીનીકરણ, નવસર્જન, ઉદ્યોગીકરણમાં ઘણા જ આગળ હતા છે અને રહેશે. અને પેલી જૂની કહેવત ‘અગમ બુદ્ધિ વાણીયા અને પચ્છમ બુધ્ધિ પારસી’ને ઉપર લખેલા જૂજ ફકરાની દાખલા-દલીલે ખોટી સાબિત કરી છે.

Similar Posts

  • |

    જન્મ તારીખના આધારે ભવિષ્યવાણી

    જો તમારો જન્મ મેની ૧૪મી તારીખે થયો હોય તો.. તમે પોતે જ પૈસાના મિત્ર હશો. ધન મેળવવા માટે તમે ભાગ્યવાન ગણાશો. તમે ખૂબ સમજીને પૈસાનો સંગ્રહ કરશો. જમીન કે શેરસટ્ટાથી ધન કમાશો. બીજા કરતાં અલગ રીતે તમે પૈસા કમાશો. તમારા મગજમાં નવા નવા વિચારો આવ્યા કરશે તેમ જ તમારા વિચારો ઊંચા રહેશે. તમારી નિરીક્ષણ શક્તિ…

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    25 March – 01 April 2022

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. શુક્રની દિનદશા ચાલુ હોવાથી ઘરવાળા પાછળ ધારેલ કરતા વધુ ખર્ચ કરવો પડશે. ખર્ચ કર્યા પછી તમને કોઈપણ જાતનો અફસોસ નહીં થાય. શુક્રની કૃપાથી નાણાકીય મુશ્કેલીમાં નહીં આવો. ગામ પરગામ જવાથી મનને વધુ આનંદ મળશે. મનગમતી વ્યક્તિને તમારા મનની વાત કરી શકશો. દરરોજ…

  • નબળી રોગપ્રતિકારક શક્તિ વાળા પોતાની ડાયટમાં આ વસ્તુઓને શામેલ કરો

    આમળા: આમળા લોહીને સુધારવામાં અને ઓક્સિડેટીવ તાણના બાયોમાર્કરને ઘટાડવામાં મદદ કરી શકે છે. આમળા વિટામિન-સી નો સારો સ્રોત છે. આ ઉપરાંત તેમાં શરીર માટે જરૂરી પ્રોટીન, આયરન અને ફાઈબર પણ હોય છે. તે દરરોજ ખાવાથી તમારી રોગપ્રતિકારક શક્તિ પણ મજબૂત બનશે. નારંગી: નારંગીમાં ઘણા પોષક તત્વો હોય છે. તેની મહાન વિશેષતા એ છે કે તેમાં…

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    18 May, 2019 – 24 May, 2019

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. 25મી જૂન સુધી ચંદ્ર જેવા શાંત ગ્રહની દિનદશા ચાલશે તેથી તમારા બધાજ કામો સારી રીતે કરી શકશો. પ્લાન બનાવીને કામ કરશો. મનગમતી વ્યક્તિ તરફથી સારા સમાચાર જાણવા મળશે. નવા કામ કરી શકશો. નાની મુસાફરી કરી શકશો. ઘરવાળાના મદદગાર થશો. દરરોજ 101નામ ભણી…

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    05th October, 2019 – 11th October, 2019

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. શનિની દિનદશા ચાલુ હોવાથી નાના કામમાં પણ મુશ્કેલીઓ આવશે. સમય પર કામ પૂરા નહીં થાય. નાણાકીય બાબતમાં સારા સારી નહીં રહે. ઉપરીવર્ગ વધારે પરેશાન કરશે. ઘરમાં લોખંડ કે ઈલેકટ્રોનિક વસ્તુ લેવાની ભુલ કરતા નહીં. આવક ઓછી અને ખર્ચ વધવાથી મન બેચેન રહેશે….

  • નૂડલ્સ કટલેટ

    સામગ્રી: નૂડલ્સ, બ્રેડ સ્લાઇસ, મેંદો, ડુંગળી, લીલા મરચાં, આદુ, મીઠું, કાળા મરીનો પાઉડર. બનાવવાની રીત: નૂડલ્સને ઉકાળીને તેમાંથી પાણી કાઢીને તેને બાજુએ મૂકી દો. હવે મેંદામાં કાપેલી ડુંગળી, લીલા મરચાં, આદુ, કાળા મરીનો પાવડર અને મીઠું નાંખી મિક્સ કરો. હવે આ મિશ્રણમાં ઉકાળેલા નૂડલ્સ નાંખી મસાલો મિક્સ કરો. હવે સૂકી બ્રેડ સ્લાઇસને મિક્સીમાં પીસીને તેનો…