બાનુઓની ખરી ખૂબસૂરતી શામાં છે

‘સુરતસે કીરત બડી, બીનપંખ ઉડી જાય. સુરત તે જાતી રહે, કીરત કબુ ન જાય.’

કવીએ સાચુ જ કહ્યું છે કે ચહેરાની ખુબસુરતી કરતાં પોતે કરેલાં કિર્તી ભર્યા કાર્યો તમારી ખુબસુરતમાં વધારો કરે છે. જવાનીમાં ચહેરાની ખુબસુરતી બુઢામાં કરમાઈ જશે. અને વખતના વહેણ સાથે ઝાખી થશે. પણ સદ કાર્યો કરીને મેળવેલી કિર્તી કદી ઝાકી થતી નથી. શુભકાર્યાનો યશ આપણી સાથે રહેશે. જ્યારે જવાની જોબન અને ખુબસુરતી નાશ થવાને માટે સર્જાયેલી છે. માટે સુરત કરતાં કીરત શ્રેષ્ઠ ગણાઈ છે. સ્ત્રીઓએ એ યાદ રાખવું ઘટે કે ખુબસુરતી ગોરી ચામડી કે સોના ચાંદીના ઘરેણા નથી. ઈન્સાનની ખુબીએ તેની ખુબસુરતી ગણાય. સાચી ખુબસુરતી તો તે છે જેની મનશ્ની, ગવશ્ની અને કુનશ્ની નેક, અંત:કરણ પાક, જે ઉમદા મનનું અને ઉંચી નીતિનું હોય. ‘હેન્ડસમ ઈઝ ધેટ, હેન્ડસમ ડસ’ બાનુએ આ ખરી ખુબસુરતી મેળવવી હોય તો તેઓએ ‘આરમઈતી’ના ઉમદા મોતી એકત્ર કરી, અશોઈની અણીએ વીંધી ભલામણનાં દોરામાં પોઈને, તાબેદારીની ગરદન ઉપર પહેરવા. આરમઈતીના હીરાના હારો અમૂલ્ય છે. એવા કીમતી આભુષણો પોતે પહેરવાના અને પોતાની વહુ દીકરાઓને શણગારવાના ખુદા પાસે મુરાદ માંગવી.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *