પારસી પ્રજાનો ઉદય, પૂરાતન પારસીઓએ મચાવેલા જગપ્રસિધ્ધ જંગો

IMG_20160609_124823 copy‘અમર ઈરાન’ પુસ્તક લખનાર પારસી જરથોસ્તી કોમના માનવંત ધર્મગુ‚, અથંગ અભ્યાસી અને જગપ્રસિધ્ધ વિદ્વાન સર જીવનજી જમશેદજી મોદી, નાઈટ જેવણે દેશપરદેશમાં પોતાની બહોળી ઉંડી વિદ્વતાથી પારસી કોમની કિર્તી વધારી.

દેશ અને પરદેશમાં પારસી કોમની કિર્તી વધારનાર આ સાચા જરથોસ્તી યુરોપ અને અમેરિકાના વિદ્વાન સાવાઓના સામાગમમાં આવી પોતાની બહોળી વિદ્વતાનો ઉંડો છાપ બેસાડનાર સાયન્સ, વિદ્યાજ્ઞાન અને પૂરાના કંડિયરોની શોધખોળ પાછળ પોતાની જિંદગી પૂરી કરી નાખનારા અથંગ મુસાફર.

સર જીવનજી, શેઠ જમશેદજી જીવનજી મોદીના એક પૂરા બેટા હતા. તેમનો જન્મ તા. ૨૬મી ઓકટોબર ૧૮૫૪ને દિને થયો હતો. તેવણે કોલાબા મધે આવેલી જીજીભાઈ દાદાભાઈની નિશાળ તથા ત્યારપછી જનબાવા મહોલ્લામાં આવેલી એરવદ ‚સ્તમજી દાદાચાનજીની ખાનગી સ્કુલમાં શ‚આતની કેળવણી લીધી હતી. ૧૮૭૨માં તેવણે મેટ્રિકયુલેશનની પરિક્ષા પસાર કરી, એલ્ફિન્સ્ટન કોલેજમાં જોડાઈ, ૧૮૭૭માં તેવણ બી.એ થયા હતા.

એવણના લગ્ન ૧૧ વરસની વયે શેઠ હોરમસજી નવરોજી સકલાતવાલાના બેટી બાઈ આઈમાય સાથે થયા હતા. ૧૮૭૧માં તેમના પિતાજી મરણ પામવાથી ૧૭ વરસની વયે તેમની જગાએ તેવણ કોલાબાની શેઠ જીજીભાઈ દાદાભાઈવાળી અગિયારીના પંથકી નિમાયા હતા જે ઓધ્ધો લગભગ ૪૦ વરસ ભોગવી તેમણે ૧૯૧૦માં તે છોડયો હતો.

જે સાલમાં તેવણના લગ્ન થયા તે જ સાલમાં તેવણ નાવર પણ થયા હતા. તેવણે મુલ્લાફીરોજ તથા સર જમશેદજી જીજીભાઈ મદ્રેસામાં અવસ્તા, પહેલવી અને ફાર્સીનો અભ્યાસ કીધો હતો.

‘નામ તેનો નાશ’ એ આ જહાનનો હરદમ નજરે પડતો હરેક ગમ વ્યાપિ રહેલો હમેશા ચાલુ રહેલો, કુદરતના મહાન કાયદાઓમાનો એક કાયદો છે. ગમે એવી મહાન ચીજ પણ પોતાની મોટાઈ ૈને મહત્વતા થોડો કે ઘણો વખત બતાવી આખરે કુદરતના મહાન કાયદાને માન આપી નાશ પામે છે. ‘નામ તેનો નાશ’ એ કહેવત પોતાની સચ્ચાઈ સદા પૂરવાર કરતી આવી છે. તવારિખનો એક સાચો સેવક એ અચૂક કહેવતની સચ્ચાઈ તવારિખના પાને પાને રજૂ થતી જોય છે. તે એક પ્રજાને આ નાપાયદાર જહાનમાં જન્મ લેતી, પ્રગતિકરણના કાયદાને માન આપી આ ફાની દુનિયામાં આગેવાન ભાગ મજવતી આખરે મોટાઈ, મરતબા, સત્તા, વિખ્યાતી અને જાહોજલાલીના જશવંતા શિખરે પૂગતી, પણ છેવટે કુદરતના એજ મહાન કાયદાને નમી જઈ તેની સરજતના સિતારાને અસ્ત પામતો જોય છે. એ એસિર્યન જેવી પ્રજાની જાલિમ જુલ્મી જોરેમંદીને કે બળવાન બેબિલોનિયન પ્રજાની ધરતી ધ્રુજાવનારી ધમાધમીને થોડો વખ્ત આ જહાનને જેર કરતી જોઈ આખરે તેમને ફનાઈના ફાસામાં ફસતી જોય છે. રોમન જેવી મહાન પ્રજા કે જેણે એક વખતે પ્રાચીન દુનિયાનો મોટો ભાગ જીતી લીધો હતો જે પ્રજાનું ુત્તમ રાજ બંધારણ આજની સુધરેલી દુનિયાની શાબાશી મેળવે છે. જે પ્રજાની શમશેરના સપાટાએ સેંકડો શત્રુઓનાં સરોને એક સપાટે સાફી કીધાં હતાં, જેના શૂરવીર શેરનરોએ પોતાના શૂરાતનથી સારી જેહાનનાં જંગી જોધ્ધાઓને જેર કીધા હતા તેજ રોમન પ્રજાને તે આજે આ ધરતીપરથી નાબૂદ થયેલી જોય છે. તે તુરાની પ્રજાના તુફાની ટોળાને હન પ્રજાના હથિયાર બંધ હાથોને કે ગોથ અને વન્ડલ લોકોના દહેશતનાક દસ્તોને આ દુનિયામાં દોર મચાવી દયા અને દાનના આ દયાહિણ દુશ્મનોને થોડો વાર ફાવી જતા પણ આ સૃષ્ટિના આ સામન્ય નિયમને આખરે શરણ થતા જોય છે. ભલે સિકંદર જેવો શૂરવીર શેરનર પોતાના શૂરાતનથી આ સૃષ્ટિને સર કરવા માંગે, ભલે હેનિબલ જેવો યાદગાર યોધ્ધો પોતાની હિંમતથી હામથી આપણને હેરત કરે ભલે સીઝર જેવો જહાંજોય જોધ્ધો આ જહાનને જેર કરે કે નેપોલિયન જેવો નામીચો નરશેર પોતાના જગપ્રસિધ્ધ જંગોથી પોતાને જગ આશ્કાર કરે પણ આખરે તેજ નામદારો જગતના આ જગપ્રસિધ્ધ કાયદાને કદમબોશી કરી માટીમાં મળી ગયા છે. (અમર ઈરાનમાંથી)

Similar Posts

  • બચાવ માટે બીપીપી!

    29મી માર્ચ, 2020 ના રોજ શરૂ કરાયેલ હેલ્પ લાઈન સ્થાપિત કરવાની બોમ્બે પારસી પંચાયતની સમયસર પહેલ, જે ચાલુ લોકડાઉન દરમિયાન સમુદાયના તમામ સભ્યોને જરૂરિયાત મુજબ મદદ કરશે તે હેતુથી, સામાન્ય રીતે, અને આપણાં વરિષ્ઠ લોકો માટે ખૂબ જ મદદરૂપ સાબિત થઈ છે. કોવિડ 19 રોગચાળો ફેલાવ અટકાવવા કરવામાં આવેલું વૈશ્વિક લોકડાઉન તે આપણા સમુદાયના સભ્યો…

  • સોહરાબ અને ગોર્દઆફ્રીદ

    ગોર્દઆફ્રીદે સોહરાબ ઉપર તીરોનો વરસાદ વરસાવવા માંડયો અને ડાબી અને જમણી બાજુએ લડાયક સવાર માફક તીરો ફેંકવા લાગી. સોહરાબને તે જોઈ ખેજાલત ઉપજી તે ગુસ્સામાં આવ્યો અને સેતાબ લડાઈ કરવા લાગ્યો. તેણે માથા ઉપર ઢાલ પકડી અને તેણીની તરફ ધસ્યો. ગોર્દઆફ્રીદે જ્યારે તેને આતશની માફક જોશમાં આવી પોતાના તરફ ધસી આવતો જોયો ત્યારે તેણીએ પોતાના…

  • વૃધ્ધાવસ્થા – કાંટાળો તાજ યા વરદાન

    1) માણસ એક એવું પ્રાણી છે જેને જીંદગીમાં ઉભા થતા સવાલોના જવાબ મળતા નથી, જ્યારે પશુપંખીઓને એવા સવાલો નથી સતાવતા કેમ કે તેમને કોઈ અપેક્ષા નથી હોતી જે તેઓ પ્રગટ કરી શકે. તેમને તો બસ મુકત રહી મસ્ત રીતે વિહરવા ગમે છે. 2) માણસ વધુ જીવે છે પણ, પણ ઓશિયાળો અવતાર તેને માટે શ્રાપ સમાન…

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    14th March – 20th March, 2020

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. શુક્ર જેવા મોજીલા ગ્રહની દિનદશા ચાલુ હોવાથી તમારા મનની નેક મુરાદ પૂરી થઈને રહેશે જે પણ કામ કરશો તેમાં બીજાની મદદની જરૂર નહીં પડે. નાની મુસાફરી કરી મનને આનંદ થશે. તંદુરસ્તીમાં સારા સારી રહેશે. નાણાકીય મુશ્કેલી નહીં આવે. થોડી મહેનતથી વધુ મેળવી…

  • નેમાઝ-ઓ-અશો ફરોહર (મુકતાદનો નમસ્કાર)

    આ ટૂંકી પ્રાર્થના આપણાથી દૂર ગયેલા આપણા વહાલા ફ્રવશીઓ માટેની આ પ્રાર્થના છે જે મુકતાદ નજીક આવતા પહેલા ભણવી જોઈએ: Muktad No Namaskar: As hama gunah patet pashemanum; Ashaunam vanguhish surao spentao Fravashayo yazamaide! Ashaone Ashem Vohu (Recite thrice) Ahmai Raescha, Hazanghrem, Jasa me avanghe Mazda, Kerfeh Mozd. કિશ્ર્ચિયનો લોકો ‘સોલ ડે’ અને હિન્દુઓ શ્રાધ્ધની…

  • હસો મારી સાથે

    કાલે એક ચોપડીમાં વાંચ્યું હતુ કે ખુશ રહેવું છે તો પત્ની જોડે વાત કરો.. આજે બે લોકોની પત્ની જોડે વાત કરી. સાચે બહુ મજા આવી.. *** પત્ની: કહો જોઈએ આપણા બે માંથી મૂર્ખ કોણ છે…??? હું કે તમે? પતિ: (શાંતિથી) બધાને ખબર જ છે કે … તું એકદમ ચબરાક ને ચતુર છે, તું કદાપિ મૂર્ખ…