બેજનની બાનુ મનીજેહ
તેનું માથું કાન અને પુછડી બેજનના શબરંગ ઘોડા જેવી હતી. તેની ગર્દન સિંહના જેવી હતી અને તેની દોડવાની ઝડપ પવનના જેવી હતી. તું કહેશે કે રખશની ઓલાદનું તે જાનવર હતું. તે ગુરખર બીજનની સામે આવ્યું અને બેજનને તેને પકડવા તેની ઉપર કમન્દ નાખી. કમન્દ નાખતા તે ગુરખર નાસવા લાગ્યું અને બેજન તેની પછવાડે દોડયો તે…
